[:en]UKથી આવતા લોકો માટે SOP: એરપોર્ટ પર ઉતરતા જ RT-PCR ટેસ્ટ જરૂરી, નવા કોરોના વેરિએન્ટ મળ્યાં તો સેપરેટ આઈસોલેશનમાં રહેવું પડશે[:]

[:en]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હી12 મિનિટ પહેલા

 • કૉપી લિંક

બ્રિટનમાં કોરોના વાઈરસના નવા વેરિએન્ટ મળ્યાં બાદ બનેલી સ્થિતિને જોતા સરકારે બ્રિટનથી ભારત આવતી ફ્લાઈટ્સ પર આજ રાત્રે 12 વાગ્યાથી ડિસેમ્બર 31 સુધી પ્રતિબંધ મૂકી દીધો છે.

કોરોના વાઈરસના નવા રૂપ (મ્યૂટેશન) સામે આવ્યાં બાદ ભારતે UKથી અહીં કે ત્યાંથી થઈને આવતા લોકો માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર (SOP) જાહેર કર્યું છે. જે અંતર્ગત આજે રાત્રે 12 વાગ્યાથી UKથી આવતા-જતા લોકો માટે એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ કરાવવા જરૂરી છે. જો ટેસ્ટમાં કોરોનાના નવા રૂપ મળી આવ્યા તો સેપરેટ આઈસોલેશનમાં રહેવું પડશે.

સરકારે સોમવારે UKથી આવતી ફ્લાઈટ્સ પર 23થી 31 ડિસેમ્બર સુધી રોક લગાવી દીધી છે. આ પ્રતિબંધ 22 ડિસેમ્બરથી રાત્રે 11.59 વાગ્યાથી 31 ડિસેમ્બર રાત્રે 11.59 સુધી રહેશે.

ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેનું પાલન કરવું જરૂરી

 • રાજ્ય સરકારોએ તે વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે જો તેમના રાજ્યમાં UKથી કોઈ વ્યક્તિ લેન્ડ કરી રહ્યું છે તો ઉતરતાની સાથે જ RT-PCR ટેસ્ટ કરાવવામાં આવે. જો વ્યક્તિ પોઝિટિવ આવે છે તો તેમના જીન બેઝ્ડ RT-PCR કરાવવામાં આવે.
 • પોઝિટિવ આવશે તો તે પેસેન્જરને ઈન્સ્ટીટ્યૂશનલ આઈસોલેશન ફેસિલિટીમાં રહેવું પડશે. જેમાં રાજ્યની હેલ્થ ઓથોરિટીએ નજર રાખવી પડશે. તેના સેમ્પલ પુણે સ્થિત નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી કે પછી કોઈ ઉપયુક્ત લેબમાં મોકલવાના રહેશે.
 • જો ટેસ્ટમાં હાલના વાઈરસ (SARS-CoV-2) મળી આવે છે તો સામાન્ય પ્રોટોકોલ એટલે કે હોમ આઈસોલેશન જ લાગુ થશે. જો ટેસ્ટિંગમાં નવા સ્ટ્રેન મળે છે તો સેપરેટ આઈસોલેશન લાગુ પડશે. ટ્રીટમેન્ટમાં પણ આ પ્રોટોકોલના આધારે જ થશે.
 • પોઝિટિવ દર્દીના 14માં દિવસે સેમ્પલ લેવામાં આવશે. જો તે ટેસ્ટમાં પણ પોઝિટિવ આવશે તો સેમ્પલ ત્યાં સુધી લેવામાં આવશે, જ્યાં સુધી તેના સતત બે સેમ્પલ (24 કલાકના ઈન્ટરવલમાં)ના રિપોર્ટ નેગેટિવ ન આવે.
 • એરપોર્ટ પર નેગેટિવ આવેલા પેસેન્જર્સને હોમ ક્વોરોન્ટીન રહેવાની સલાહ આપવામાં આવે છે. એરલાઈન્સે તે સુનિશ્ચિત કરવાનું રહેશે કે ચેકઈનથી પહેલાં પેસેન્જર્સને આ SOP અંગે જાણકારી આપવામાં આવે. RT-PCR ટેસ્ટ રિપોર્ટની રાહ જોતા પેસેન્જર્સ માટે આઈસોલેશન સહિત તમામ સુવિધાઓ એરપોર્ટ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

બ્યુરો ઓફ ઈમિગ્રેશન (BOI) માટે SOPs

 • ગત 4 સપ્તાહમાં (25 નવેમ્બરથી 23 ડિસેમ્બર)માં દેશના અલગ અલગ એરપોર્ટ પર UKની ફ્લાઈટથી આવેલા પેસેન્જર્સ અંગે BOI સંબંધિત રાજ્ય સરકાર કે ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વિલાંસ પ્રોગ્રામ (ISSP)ને જાણ કરશે, કે જેથી આ ડેટાને સર્વિલાંસ ટીમને આપવામાં આવી શકે.
 • બ્યૂરો ઓફ ઈમીગ્રેશન idsp-npo@nic.in પર જાણકારી શેર કરશે. સંબંધિત રાજ્ય સરકાર આ અંગે ઈ-મેલથી સુચના આપશે.
 • ઈમીગ્રેશન બ્યૂરો ડેટા પણ ઉપલબ્ધ કરાવશે અને તે આધારે એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એર સુવિધા પોર્ટલ પર ઉપલબ્ધ હશે.

રાજ્ય સરકારો અને ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વિલાંસ પ્રોગ્રામ (ISSP) માટે SOPs

 • તે તમામ યાત્રી જે 21થી 23 ડિસેમ્બર સુધી દેશના વિભિન્ન એરપોર્ટ્સ પર ઉતર્યા હોય અને જેઓ પોઝિટિવ આવ્યા હોય, તે તમામને કોરોન્ટિન સેન્ટર્સમાં રહેવું પડશે. આ દરમિયાન ICMRની ગાઈડલાઈન્સ મુજબ તેમના ટેસ્ટ કરવામાં આવશે. પોઝિટિવ પેસેન્જર્સની લાઈનમાં બેસનારા લોકો ઉપરાંત આગળ અને પાછળની ત્રણ-ત્રણ સીટના યાત્રિકોના પણ ટેસ્ટ થશે. તે ઉપરાંત કેબિન ક્રૂનું પણ ટેસ્ટ થશે.
 • 21થી 23 ડિસેમ્બર વચ્ચે યાત્રા કરનારા પેસેન્જર્સ જેમના એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે, તેઓને તે અંગેની જાણકારી રાજ્ય સંબંધિત રાજ્ય સાથે શેર કરવી પડશે. તેઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ હોમ આઈસોલેશનમાં રહે અને ICMRની ગાઈડલાઈન્સ મુજબ ટેસ્ટ કરાવે. રાજ્ય સરકારોએ આ લોકો પર નજર રાખવી પડશે.
 • એવા યાત્રી કે જેઓ 25 નવેમ્બરથી 8 ડિસેમ્બર 2020 વચ્ચે ભારત આવ્યાં છે, તે અંતર્ગત જિલ્લાના સર્વિલાંસ ઓફિસર્સ સંપર્ક કરે અને તેમની તબિયત પર નજર રાખે. જો તે લોકોમાં કોઈ પ્રકારના લક્ષણ મળે છે તો તેમનો RT-PCR ટેસ્ટ કરાવવામાં આવે.
 • 9 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર વચ્ચે ભારત આવેલા ઈન્ટરનેશનલ ટ્રાવેલર્સની યાદીમાં રાજ્ય કે જિલ્લા સર્વિલાંસ ઓફિસર સાથે શેર કરવી જરૂરી છે, કે જેથી ભારત પહોંચ્યા બાદ 14 દિવસ સુધી તેમના સ્વાસ્થ્ય અંગે ફોલોઅપ લઈ શકાય.

હેલ્થ કેર પ્રોવાઈડર પેસેન્જર્સ માટે શું કરશે

 • સ્ટેટ હેલ્થ ઓફિશિયલ રોજ પેસેન્જર્સના સ્વાસ્થ્યની જાણકારી માટે સંપર્ક કરશે.
 • પેસેન્જર્સે પોતે કોરોનાના લક્ષણોને મોનિટર કરવું જરૂરી છે. તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં મુશ્કેલી જેવાં લક્ષણોને ભારત પહોંચ્યા પછી 28 દિવસ સુધી મોનિટર કરવું જરૂરી.
 • લક્ષણ જોવા મળે તો માસ્ક પહેરવામાં આવે, પોતાને આઈસોલેટ કરે અને જિલ્લા સર્વિલાંસ ઓફિસર, નેશનલ કે સ્ટેટ હેલ્પલાઈનનો સંપર્ક કરે.
 • જિલ્લા સર્વિલાંસ ઓફિસરને બ્રિટનથી ભારત આવેલા પેસેન્જર્સને આગામી 28 દિવસો સુધી ડેઈલી ફોલોઅપ સુનિશ્ચિત કરવું જરૂરી.
 • જિલ્લા સર્વિલાંસ ઓફિસર 9 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર વચ્ચે ભારત આવેલા ઈન્ટરનેશનલ ટ્રાવેલર્સનો RT-PCR ટેસ્ટ કરવા જરૂરી. જો પેસેન્જર્સ ભારત પહોંચ્યા પછી તેઓ કોઈ અન્ય શહેરમાં જતા રહ્યાં છે, તો સંબંધિત ડિસ્ટ્રિક્ટ કે સ્ટેટ બાબતની જાણકારી આપવી પડશે.
 • પોઝિટિવ આવ્યાં બાદ પેસેન્જર્સને સેપરેટ ઈન્સ્ટીટ્યૂશનલ આઈસોલેશન ફેસિલિટીમાં આઈસોલેટ કરવા પડશે. આ જવાબદારી સ્ટેટ હેલ્થ ઓથોરિટીની હશે.

વાઈસરનું નવું રૂપ પહેલાંથી 70% વધુ ખતરનાક હોય શકે છે
વાઈરસમાં સતત મ્યૂટેશન થતું રહે છે, એટલે કે તેના ગુણ બદલતા રહે છે. મ્યૂટેશન હોવાથી મોટાભાગના વેરિએન્ટ પોતાની જાતે જ ખતમ થઈ જાય છે, પરંતુ ક્યારેક-ક્યારેક આ પહેલાંથી અનેક ગણા વધુ મજબૂત અને ખતરનાક થઈ જાય છે. આ પ્રોસેસ એટલી ઝડપથી થાય છે કે વૈજ્ઞાનિક એક રૂપને હજુ સુધી સમજી શક્યા નથી ત્યાં તેનું બીજું સ્વરૂપ સામે આવી ગયું છે. વૈજ્ઞાનિકોને અનુમાન છે કે કોરોના વાઈરસનું જે નવું રૂપ બ્રિટનમાં જોવા મળ્યું છે તે પહેલાંથી 70% વધુ ખતરનાક હોય શકે છે.

[:]

Be the first to comment on "[:en]UKથી આવતા લોકો માટે SOP: એરપોર્ટ પર ઉતરતા જ RT-PCR ટેસ્ટ જરૂરી, નવા કોરોના વેરિએન્ટ મળ્યાં તો સેપરેટ આઈસોલેશનમાં રહેવું પડશે[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: