[:en]T20 લીગ: આઈપીએલની નવી ટીમની બેઝ પ્રાઈસ 1500 કરોડ, 2008ની સરખામણીએ 750% વધુ[:]

[:en]T20 લીગ: આઈપીએલની નવી ટીમની બેઝ પ્રાઈસ 1500 કરોડ, 2008ની સરખામણીએ 750% વધુ[:]

[:en]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ17 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 2008માં બેઝ પ્રાઈઝ રૂ.200 કરોડ રખાઈ હતી, બે ટીમનું ટેન્ડર એપ્રિલમાં આવશે
  • મુંબઈને બેઝ પ્રાઈઝથી 223% વધુ મળ્યા હતા

આઈપીએલમાં 2022થી બે નવી ટીમો રમશે. બીસીસીઆઈએ આધિકારિક જાહેરાત કરી દીધી છે. એપ્રિલમાં બે ટીમ માટે ટેન્ડર બહાર પડશે. પ્રાપ્ત માહિતી અનુસાર નવી ટીમની બેઝ પ્રાઈઝ 1500 કરોડથી ઓછી નહીં હોય. જે 2008ની સરખામણીએ 750 ટકા હશે. 2008માં દરેક ટીમની બેઝ પ્રાઈઝ 200 કરોડ હતી. 2008માં રિલાયન્સ ગ્રૂપે મુંબઈ ઈન્ડિયન્સની ફ્રેન્ચાઈઝી સૌથી વધુ રૂ.447 કરોડમાં ખરીદી હતી. એટલે બેઝ પ્રાઈઝથી 223% વધુ રકમ મળી હતી. બોર્ડના એક અધિકારીએ કહ્યું કે, ગયા મહિને એજીએમમાં આ અંગે ચર્ચા થઈ હતી. આઈપીએલમાં જોડાવું દરેકના માટે ફાયદાકારક છે, એટલે તેની બેઝ પ્રાઈઝ રૂ.1500 કરોડ રહેશે.

13 વર્ષ પહેલા 8 ટીમ પાસેથી 2900 કરોડ મળ્યા હતા
2008માં 8 ટીમ પાસેથી 2900 કરોડ મળ્યા હતા. આ વખતે માત્ર એક જ ટીમ પાસેથી રૂ.3000 કરોડ મળવાની સંભાવના છે. ડેક્કનના ખસ્યા પછી સન ટીવીએ 2012માં દર વર્ષે રૂ.85.05 કરોડના હિસાબે હૈદરાબાદની ફ્રેન્ચાઈઝી ખરીદી હતી. 2010માં સહારાએ પુણેને 1733 કરોડ, રેનડેવુસે કોચ્ચિને 1533 કરોડમાં ખરીદી હતી., રકમ કરોડ રૂપિયામાં. તમામની બેઝ પ્રાઈઝ 200 કરોડ હતી. ડેક્કન હવે રમતી નથી. 2013થી હૈદરાબાદને સામેલ કરાઈ. બ્રાન્ડ વેલ્યુ 483 કરોડ છે.

મુંબઈ પર સૌથી વધુ બોલી લાગી હતી

ફ્રેન્ચાઈઝી પૈસા મળ્યા વર્તમાન બ્રાન્ડ વેલ્યુ
મુંબઈ ઈન્ડિયન્સ 447 809
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 446 595
ડેક્કન ચાર્જર્સ 428
ચેન્નઈ સુપરકિંગ્સ 364 732
દિલ્હી કેપિટલ્સ 336 374
કિંગ્સ ઈલેવન પંજાબ 304 358
કોલકાતા નાઈટરાઈડર્સ 300 629
રાજસ્થાન રોયલ્સ 268 271

[:]

Be the first to comment on "[:en]T20 લીગ: આઈપીએલની નવી ટીમની બેઝ પ્રાઈસ 1500 કરોડ, 2008ની સરખામણીએ 750% વધુ[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: