- Gujarati News
- Sports
- Cricket
- Suryakumar Ishaan Get First Chance, Pant Gets A Place Again; 5 Match Series Against England From March 12
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવી દિલ્હી3 મિનિટ પહેલા
- કૉપી લિંક
ઈગ્લેન્ડ સામે 12 માર્ચથી શરૂ થવા જઈ રહેલી T-20 સિરિઝ માટે શનિવારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. સિરિઝ માટે 19 ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. IPLની ગત સિઝનમાં શાનદાર દેખાવ કરનાર મુંબઈ ઈન્ડિયન્સના સુર્યકુમાર યાદવને પ્રથમ વખત ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે.પ્રથમ વખત ટીમમાં સ્થાન મેળવનારાઓમાં વિકેટકીપર ઈશાન કિશન અને ઓલરાઉન્ડર રાહુલ તેવતિયાનો પણ સમાવેશ થાય છે.
ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ-કેપ્ટન), કેએલ રાહુલ, શિખર ધવન, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ,હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), યુજવેંદ્ર ચહલ, વરુણ ચક્રવર્તી, અક્ષય પટેલ, વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવતિયા, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, નવદીપ સૈની અને શાર્દૂલ ઠાકૂર.
બુમરાહ-શમીને આરામ
ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો છે. શમીને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટ સિરિઝ સમયે ઈજા થઈ હતી. તેને લીધે પ્રવાસ અધવચ્ચે જ છોડવો પડ્યો હતો. જ્યારે બુમરાહ ઈગ્લેન્ડ સામે ચાલી રહેલી વર્તમાન ટેસ્ટ ટીમનો હિસ્સો છે.
ભુવનેશ્વર કુમારને ફરી સ્થાન મળ્યું
ઈજાને લીધે ટીમ ઈન્ડિયાથી બહાર થયેલા બોલર ભુવનેશ્વર કુમારને 14 મહિના બાદ ટીમમાં સ્થાન મળ્યું છે. ભુવનેશ્વરે અંતિમ ઈન્ટરનેશનલ મેચ 11 ડિસેમ્બર,2019ના રોજ વેસ્ટઈન્ડિઝ સામે રમ્યો હતો. અત્યારે વિજય હજારે ટ્રોફીમાં ઉત્તર પ્રદેશ માટે તે રમી રહ્યો છે.
સુર્યકુમારને આ માટે તક મળી
IPL 2020નો હિરો સુર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયામાં પ્રથમ વખત તક મળી છે. મુંબઈ ઈન્ડિયન્સ માટે બેટ્સમેનને T-20માં તક આપવાની અનેક ભૂતપુર્વ ખેલાડીઓએ માંગ કરી હતી. ગયા વર્ષે તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલી ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. ત્યારે વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાએ કહ્યું હતું કે સુર્યકુમાર યાદવ એ ક્લાસ પ્લેયર છે. તેની ટેકનિક શાનદાર છે અને દબાવમાં પણ સારું બેટિંગ કરવાની ક્ષમતા છે. તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમમાં સામેલ કરવાની જરૂર હતી.
Leave a comment