[:en]MSP એટલે મોદી સપોર્ટ પ્રોગ્રામ: PM મોદીએ માથું નમાવીને, હાથ જોડીને કૃષિ કાયદાનો દૂર કર્યો ભ્રમ, MSP પર રજૂ કર્યો વિશ્વાસ, વિપક્ષને જુઠ્ઠાણાં ન ફેલાવવાનું કહ્યું[:]

[:en]

  • Gujarati News
  • National
  • PM Modi Bows His Head, Joins Hands To Dispel Illusions On Agricultural Law, Presents Confidence On MSP, Tells Opposition Not To Spread Lies

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

13 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કૃષિ કાયદા વિરૂદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલન અને વિપક્ષના પ્રહારો વચ્ચે વડાપ્રધાન મોદીએ આ મુદ્દે વાત કરી. મધ્યપ્રદેશના હજારો ખેડૂતોને વીડિયો કોન્ફરન્સિંગની મદદથી સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર નિશાન સાધ્યું, સાથે જ નવા કાયદાઓના લાભ પણ ગણાવ્યા.

પીએમ મોદીએ 53 મિનિટના ભાષણ દરમિયાન કહ્યું કે MSP ન તો બંધ થશે, કે ન ખતમ થશે. સાથે જ તેઓએ વિપક્ષ પર નિશાન સાધતાં કહ્યું કે, વિરોધ પક્ષના નેતાઓ કૃષિ કાયદાને લઈને ખેડૂતોને ભ્રમિત કરી રહ્યાં છે, છેલ્લાં છ માસથી કાયદો લાગુ છે પરંતુ કોઈ જ ફરિયાદ સામે નથી આવી.

PM મોદીએ નવા કૃષિ કાયદાના ફાયદાઓ ગણાવ્યા
MSP પર તસવીર સ્પષ્ટ કરી

PM મોદીએ કહ્યું કે કૃષિ સુધારા પછી વધુ એક જૂઠાણું MSP પર બોલવામાં આવી રહ્યું છે. જો અમારે MSP હટાવી જ હોત તો સ્વામીનાથન રિપોર્ટ લાગુ જ કેમ કરત. દરેક વખતે અમારી સરકાર MSPની જાહેરાત કરે છે, કે જેથી ખેડૂતોને પરેશાની ન પડે. PMએ દરેક ખેડૂતને વિશ્વાસ આપતા કહ્યું કે પહેલાં જે રીતે MSP આપવામાં આવતી હતી તે જ રીતે આપવામાં આવશે.

APMCને લઈને જૂઠાંણા ફેલાવવામાં આવી રહ્યાં છે
ખેડૂતોને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે APMCને લઈને જૂઠાંણા ફેલાવવામાં આવી રહ્યાં છે. અમારી સરકારે ક્યારેય APMCને ખતમ કરવાની વાત જ નથી કરી માત્ર ખેડૂતોને નવો વિકલ્પ આપ્યો છે. છેલ્લાં 70 વર્ષથી સરકાર કિસાને કહે છે કે તમે આ મંડીમાં પોતાનો પાક વેચી શકો છો, પરંતુ અમે નવા કાયદો લાવીને આ વાત બદલાવી છે. હવે કિસાન ત્યાં પોતાનો તૈયાર પાક વેંચી શકશે જ્યાં તેને ફાયદો જોવા મળે.

વિપક્ષ ખેડૂતોને ભ્રમિત કરે છે
વડાપ્રધાન મોદીના નિશાને આ વખતે વિપક્ષ પણ રહ્યું, તેઓએ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ પર ખેડૂતોને ભ્રમિત કરવાનો આરોપ લગાવ્યો. PM મોદીએ કહ્યું કે UPA સરકારના કાર્યકાળમાં ખેડૂતોને માત્ર એક જ વખત દેવાંમાફી આપવામાં આવી અને તે પણ 50 હજાર કરોડ. જ્યારે તેમની સરકાર દર વર્ષે તેનાથી વધુ પૈસા ખેડૂતોના ખાતામાં જમા કરાવી રહી છે.

કિસાન કર્જના નામે ખેડૂતોને લૂંટ્યા
PM મોદીએ કહ્યું કે જેટલો આ લોકો વાયદો કરે છે તેટલું દેવું ક્યારેય માફ નથી કરતા, જેનો ફાયદો કોંગ્રેસના નજીક અને સંબંધીઓને જ મળતો રહ્યો. તેઓ માત્ર મોટા ખેડૂતોનું દેવું જ માફ કરતા હતા અને સમજતા હતા કે આપણું કામ પુરું થઈ ગયું. PM મોદીએ કહ્યું કે કોંગ્રેસે 10 વર્ષમાં માત્ર એક વખત 50 હજાર કરોડ રૂપિયાનું દેવું માફ કરવાની વાત કરી, પરંતુ અમારી સરકાર ખેડૂત સન્માનની યોજનામાં દર વર્ષે 75 હજાર કરોડ આપે છે.

ખેડૂતોની વાત કરનારાઓ નિર્દયી
PM મોદીએ કહ્યું કે ખેડૂતોની વાતો કરતા લોકો કેટલાં નિર્દયી છે જેનો મોટો પુરાવો છે સ્વામીનાથન કમિટીનો રિપોર્ટ. આ લોકો સ્વામીનાથન કમિટીની ભલામણોને 8 વર્ષ સુધીને દબાવીને બેસી રહ્યાં. ખેડૂત આંદોલન કરતા હતા, પ્રદર્શન કરતા હતા પરંતુ આ લોકોના પેટનું પાણી હલતું ન હતું.

વડાપ્રધાનના ભાષણમાં વિશ્વાસની પણ વાત
PM મોદીએ પોતાના સંબોધનના અંતમાં ખેડૂતોને વાતચીતનો વિશ્વાસ અપાવ્યો. PM મોદીએ કહ્યું કે દેશના મોટા ભાગના ખેડૂતો આ કાયદાની સાથે છે, પરંતુ હજુ પણ કોઈને આશંકા છે તો અમે માથું નમાવીને, હાથ જોડીને દરેક મુદ્દે વાત કરવા માટે તૈયાર છીએ. દેશનો ખેડૂત, અને તેમની સાથે જોડાયેલા હિત અમારા માટે સર્વોચ્ચ છે. PM મોદીએ કહ્યું કે 25 ડિસેમ્બરે ફરી એક વખત હું દેશના ખેડૂતો સાથે વાત કરીશ.

ચૂંટણી ઢંઢેરામાં સામેલ કરતા લોકો આજે વિરોધ કરે છે
વડાપ્રધાન મોદીએ કે કૃષિ સુધારા પરનો કાયદો રાતો રાત નથી આવ્યો, છેલ્લાં 20-22 વર્ષથી દરેક સરકારે આ મુદ્દે વ્યાપક ચર્ચા કરી છે. PM મોદીએ કહ્યું કે હકિકતમાં તો દેશના ખેડૂતોએ તે લોકો પાસે જવાબ માગવો જોઈએ જેઓ પહેલાં પોતાના ચૂંટણી ઢંઢેરામાં આ સુધારાઓની વાત લખતા હતા, ખેડૂતોના વોટ મેળવતા રહ્યાં, પરંતુ કામ કંઈ જ ન કર્યું. માત્ર આ માગોને ટાળતા રહ્યાં અને દેશના ખેડૂતો રાહ જોતા રહ્યાં. વિપક્ષ પર પ્રહાર કરતા PM મોદીએ કહ્યું કે તેઓને પીડા તે વાતની નથી કૃષિ કાયદામાં સુધારો કેમ થયો, તેમને તકલીફ તે વાતની છે કે જે કામ અમે કહેતા હતા પરંતુ કરી ન શક્યા તે કામ મોદીએ કઈ રીતે કર્યું, મોદીએ કેમ કર્યું. PM મોદીએ કહ્યું કે હું તમામ રાજકીય પક્ષોને કહેવા માગુ છું કે તમે તમારી ક્રેડિટ તમારી પાસે રાખે, મારે કોઈ પ્રકારની ક્રેડિટ જોઈતી નથી.[:]

Be the first to comment on "[:en]MSP એટલે મોદી સપોર્ટ પ્રોગ્રામ: PM મોદીએ માથું નમાવીને, હાથ જોડીને કૃષિ કાયદાનો દૂર કર્યો ભ્રમ, MSP પર રજૂ કર્યો વિશ્વાસ, વિપક્ષને જુઠ્ઠાણાં ન ફેલાવવાનું કહ્યું[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: