MNSનું ‘બિગ બોસ’ને અલ્ટીમેટમ, જાન કુમાર માફી માગે નહીંતર શૂટિંગ થવા દઈશું નહીં


મુંબઈ9 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દેશના સૌથી મોટા રિયાલિટી શો ‘બિગ બોસ’ અને વિવાદ એક સિક્કાની બે બાજુ છે. આ શોમાં વિવાદ ના થાય તો જ નવાઈ. હવે મરાઠી ભાષા અંગે ‘બિગ બોસ’ને બંધ કરાવવાની માગણી કરવામાં આવી છે. સ્પર્ધક જાન કુમારને મનસેએ ખુલ્લી ધમકી આપી છે.

મરાઠી ભાષા અંગે જાન કુમારનું વિવાદિત નિવેદન
મંગળવાર, 27 ઓક્ટોબરના રોજ એક એપિસોડમાં જાનકુમારે કહ્યું હતું કે તેને મરાઠી ભાષા પ્રત્યે ચીડ છે અને તેથી જ તેની સાથે હિંદી ભાષામાં વાત કરવામાં આવે. આ નિવેદનથી ‘બિગ બોસ’ના ઘરમાં તો કોઈ વિવાદ ના થયો પરંતુ મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. રાજ ઠાકરેની પાર્ટી MNSએ જાન કુમારના આ નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી છે. MNS તરફથી ફિલ્મ વિભાગના અધ્યક્ષ અમેય ખોપકરે જાન કુમારને ખુલ્લી ધમકી આપી છે અને તેને એક કીડો કહ્યો હતો. આટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું હતું કે હવે તે અહીંયા કામ કરી શકશે નહીં. એક ટ્વીટમાં જાન કુમાર જો 24 કલાકમાં માફી નહીં માગે તો તેઓ ‘બિગ બોસ’નું શૂટિંગ થવા દેશે નહીં અને જાન કુમારને ભવિષ્યમાં કેવી રીતે કામ મળે છે, તે તેઓ જોશે.

MNSની ખુલ્લી ધમકી
અન્ય એક ટ્વીટમાં અમેયે જાન કુમારને માર મારવાની ધમકી આપી છે. ટ્વીટમાં કહ્યું હતું, ‘હું જોઉં છું કે મુંબઈમાં રહીને તારું કરિયર કેવી રીતે બને છે. બહુ જ જલ્દી તને પણ ચીડ ચઢશે. અમે મરાઠી તને મારીશું.’ અમેયે એમ પણ કહ્યું હતું કે આવા નિવેદનોથી આ ગદ્દારોનો અસલી ચહેરો સામે આવી ગયો છે. સોશિયલ મીડિયામાં પણ જાન કુમારના સમર્થનમાં કોઈ આવ્યું નથી. આ વિવાદ પર મહારાષ્ટ્ર સરકારના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિને તેની ભાષા બોલવાથી રોકવો જોઈએ નહીં.

શિવસેના નેતા પ્રતાપ સરનાયકે પણ જાન કુમારની કડક શબ્દોમાં ટીકા કરી હતી અને કહ્યું હતું, ‘બિગ બોસ’ની સીરિઝનું શૂટિંગ મહારાષ્ટ્રમાં થયું છે અને મરાઠી લોકોને કારણે TRP વધી છે. જો ગાયક કુમાર સાનુના દીકરાને મહારાષ્ટ્રમાં કરિયર બનાવ્યું છે, તે મરાઠીને નફરત કરે છે અને તેનું અપમાન કરે છે. આ વાત ક્યારેય સહન થશે નહીં.’



1 Trackbacks & Pingbacks

  1. MNSનું 'બિગ બોસ'ને અલ્ટીમેટમ, જાન કુમાર માફી માગે નહીંતર શૂટિંગ થવા દઈશું નહીં -

Leave a comment

Your email address will not be published.


*