- 13MPના પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ મળશે
- સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 5MPનો ફ્રન્ટ કેમેરા
- એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ઓક્ટાકોર મીડિયાટેક MT6762 પ્રોસેસર મળશે
દિવ્ય ભાસ્કર
Jul 14, 2020, 05:59 PM IST
સાઉથ કોરિયન ટેક કંપની LGએ તેનો બજેટ સ્માર્ટફોન ‘LG Aristo 5’ લોન્ચ કર્યો છે. તેમાં 2 રિઅર કેમેરા અને 2GBની રેમ મળશે. ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ઓક્ટાકોર મીડિયાટેક MT6762 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
કિંમત
હાલ આ ફોનને અમેરિકન માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 2GB + 32GB વેરિઅન્ટની કિંમત $140 (આશરે 11,300 રૂપિયા) છે. ફોનનું સિલ્વર કલર વેરિઅન્ટ લોન્ચ થયું છે. તેને ગ્લોબલી ક્યારે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.
કનેક્ટિવિટી માટે ફોનમાં વાઈફાઈ 802.11a/b/g/n/ac, 4G LTE, બ્લુટૂથ 5.0, માઈક્રો USB પોર્ટ અને 3.5mmનો ઓડિયો જેક મળશે. સિક્યોરિટી માટે ફોનમાં રિઅર માઉન્ટ ફીંગર પ્રિન્ટ સેન્સર મળશે.
‘LG Aristo 5’નાં બેઝિક સ્પેસિફિકેશન
ડિસ્પ્લે સાઈઝ |
5.7 ઈંચ |
ડિસ્પ્લે ટાઈપ |
HD+ 720×1,520 પિક્સલ |
OS |
એન્ડ્રોઈડ 10 |
પ્રોસેસર |
ઓક્ટાકોર મીડિયાટેક MT6762 |
રિઅર કેમેરા |
13MP +5MP |
ફ્રન્ટ કેમેરા |
5MP |
રેમ |
2GB |
સ્ટોરેજ |
32GB |
બેટરી |
3,000mAh |
Be the first to comment on "LGનો ડ્યુઅલ રિઅર કેમેરા ધરાવતો બજેટ સ્માર્ટફોન ‘LG Aristo 5’ લોન્ચ થયો, 13MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે"