IPL હરાજીનો બાદશાહ: સૌથી મોંઘા યુવરાજ સિંહનો રેકોર્ડ અત્યાર સુધી તૂટ્યો નથી; કમિન્સ નજીક પહોંચ્યો, પરંતુ સૌથી મોંઘા વિદેશી સુધી સીમિત રહ્યો

IPL હરાજીનો બાદશાહ: સૌથી મોંઘા યુવરાજ સિંહનો રેકોર્ડ અત્યાર સુધી તૂટ્યો નથી; કમિન્સ નજીક પહોંચ્યો, પરંતુ સૌથી મોંઘા વિદેશી સુધી સીમિત રહ્યો


 • Gujarati News
 • Sports
 • Cricket
 • The Record Of The Most Expensive Yuvraj Singh Has Not Been Broken So Far; Cummins Approached, But Remained Confined To The Most Expensive Foreign

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેન્નઈ32 મિનિટ પહેલા

 • કૉપી લિંક

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની 14મી સિઝન માટે હરાજી 18 ફેબ્રુઆરીએ ચેન્નઈમાં થશે. આ માટે 292 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં 10 ખેલાડીઓની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. તેમાં સ્ટીવ સ્મિથ અને ગ્લેન મેક્સવેલ ઉપરાંત બે ભારતીય હરભજન સિંહ અને કેદાર જાધવ છે. એ જોવું રસપ્રદ રહેશે કે શું આ વખતે કોઈ ખેલાડી સૌથી મોટી બોલીનો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે કે નહીં. હાલમાં આ રેકોર્ડ 6 વર્ષથી યુવરાજ સિંહના નામે છે.

દિલ્હીએ યુવીને 16 કરોડમાં ખરીદ્યો હતો
યુવરાજે 2007 ટી-20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડના ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં 6 છગ્ગા લગાવ્યા હતા. તેને દિલ્હી ફ્રેન્ચાઈઝીએ 2015 સિઝન માટે સૌથી વધુ 16 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો હતો. યુવી સિઝનમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. તેણે 14 મેચમાં 248 રન બનાવ્યા અને એક વિકેટ લીધી હતી. જો કે, યુવીની હરાજીનો રેકોર્ડ હજુ સુધી કોઈ તોડી શક્યું નથી.

સૌથી મોંઘા વિદેશી પ્લેયર કમિન્સ
યુવરાજ પર મોટી બોલી લગાવવાના 5 વર્ષ પછી 2020 સિઝન માટે IPLની હરાજીમાં ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર પેટ કમિન્સ રેકોર્ડ તોડવાના ખૂબ નજીક પહોંચ્યો હતો. તેને કોલકાતા નાઈટ રાઈડર્સ ફ્રેન્ચાઈઝીએ 15.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. એ સિઝનના સૌથી મોંઘા પ્લેયર રહેલો કમિન્સ યુવીનો રેકોર્ડ તો ન તોડી શક્યો પણ તે સૌથી મોંઘા વિદેશી પ્લેયર જરૂર બન્યો. તેનો આ રેકોર્ડ હજુ પણ યથાવત્ છે.

2 કરોડ બેઝ પ્રાઈસવાળા સ્લોટમાં ઈંગ્લેન્ડના 5 પ્લેયર
2 કરોડ રૂપિયા બેઝ પ્રાઈસવાળા પ્લેયર્સમાં ભારતના હરભજન સિંહ અને કેદાર જાધવ સામેલ છે. આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયન પ્લેયર ગ્લેન મેક્સવેલ અને સ્ટીવ સ્મિથ પણ છે. ઈંગ્લેન્ડના સૌથી વધુ 5 ખેલાડીઓ મોઈન અલી, સેમ બિલિંગ્સ, લિયામ પ્લંકેટ, જેસન રોય અને માર્ક વુડને લિસ્ટમાં જગ્યા મળી. એક નામ બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસનનું પણ છે.

આ 6 ખેલાડીઓ પર લાગી શકે છે સૌથી વધુ બોલી…

 • ગ્લેન મેક્સવેલઃ બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા
 • કિંગ્સ ઈલેવન પંજાબના પ્લેયર રહેલા મેક્સવેલની કિંમત ગત સિઝનમાં 10.75 કરોડ રૂપિયા હતી. તેણે સિઝનની 11 મેચમાં માત્ર 13.18ની સરેરાશથી 145 રન બનાવ્યા હતા. જો કે, ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગમાં તેનું બેટ જોરદાર ચાલ્યું હતું. હાલની સિઝનમાં તેણે 14 મેચમાં 31.58ની સરેરાશથી 379 રન બનાવ્યા હતા.
 • શાકિબ અલ હસનઃ બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા

બાંગ્લાદેશી પ્લેયર શાકિબ અલ હસન ICCના ઓલ રાઉન્ડરની ટી-20 વર્લ્ડ રેન્કિંગમાં 5મા નંબર પર છે. આ લેફ્ટ-આર્મ સ્પિનર પર આ વખતે તમામ ફ્રેન્ચાઈઝીઓ જોરદાર પૈસા લૂંટાવી શકે છે. શાકિબ બેટિંગમાં પણ મિડલ ઓર્ડરને મજબૂતી આપે છે. તેણે IPLમાં અત્યાર સુધી 63 મેચમાં 746 રન બનાવ્યા છે. આ સાથે જ 59 વિકેટ પણ લીધી છે.

 • એલેક્સ હેલ્સઃ બેઝ પ્રાઈસ 1.50 કરોડ રૂપિયા
 • ઈંગ્લેન્ડના બેટ્સમેન એલેક્સ હેલ્સની બેઝ પ્રાઈસ 1.50 કરોડ રૂપિયા છે. તેમણે હાલમાં બિગ બેશ લીગમાં 15મા સૌથી વધુ 543 રન બનાવ્યા હતા. તેણે એક સદી પણ ફટકારી હતી. તેણે સૌથી વધુ 30 સિક્સ પણ ફટકારી હતી.
 • સ્ટીવ સ્મિથઃ બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા

સ્મિથ રાજસ્થાન રોયલ્સનો કપ્તાન રહી ચૂક્યો છે, જેની કિંમત 12.5 કરોડ રૂપિયા હતી. ટીમે આ વખતે તેને રિલીઝ કરી દીધો. 13મી સિઝનમાં સ્મિથે 14 મેચમાં 26.63ની સરેરાશથી 293 રન બનાવ્યા હતા. ટૂર્નામેન્ટ પછી તે ભારતની વિરુદ્ધ ઘરેલુ સિઝનમાં 2 વનડે અને એક ટેસ્ટ સદી પણ લગાવી ચૂક્યો છે.

 • મોહમ્મદ અઝહરુદ્દીનઃ બેઝ પ્રાઈસ 20 લાખ રૂપિયા

​​​​​​​​​​​​​​ભારતીય યુવા વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીને હાલમાં જ સૈયદ મુશ્તાક અલી ટી-20 ટુર્નામેન્ટમાં 37 બોલ પર સદી ફટકારી હતી. આ ટુર્નામેન્ટ ઈતિહાસની બીજી ઝડપી સદી રહી. કેરળના બેટ્સમેનને 5 મેચમાં 195ના સ્ટ્રાઈક રેટથી 214 રન બનાવ્યા. 158 રન બાઉન્ડ્રીથી લીધા. એક સદી ફટકારી. કરિયરની 24મી ટી-20માં 23ની સરેરાશથી 451 રન બનાવ્યા છે. સ્ટ્રાઈક રેટ 142નો રહ્યો.

 • શિવમ દુબેઃ બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા

IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની તરફથી રમી ચૂકેલો ઓલરાઉન્ડર શિવમ દુબેએ 15 લીગમાં મેચ રમી છે. તેમાં તેણે 16.9ની સરેરાશથી 169 રન બનાવ્યા છે. આ રાઈટ-આર્મ મિડિયમ ફાસ્ટ બોલરે લીગમાં અત્યાર સુધી 4 વિકેટ પણ લીધી છે. ગત સિઝનમાં RCBએ તેને 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

1 Trackbacks & Pingbacks

 1. સૌથી મોંઘા યુવરાજ સિંહનો રેકોર્ડ અત્યાર સુધી તૂટ્યો નથી; કમિન્સ નજીક પહોંચ્યો, પરંતુ સૌથી મોંઘા

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: