IPL પર કોરોનાનું સંકટ: વાનખેડે સ્ટેડિયમમાં 3 સ્ટાફ પોઝિટિવ, પહેલા 16 મેમ્બર્સ સંક્રમિત થયા હતા, અહીં CSK-DC-RR અને પંજાબ કિંગ્સની ટીમો વચ્ચે 10 મેચ થશે

IPL પર કોરોનાનું સંકટ: વાનખેડે સ્ટેડિયમમાં 3 સ્ટાફ પોઝિટિવ, પહેલા 16 મેમ્બર્સ સંક્રમિત થયા હતા, અહીં CSK-DC-RR અને પંજાબ કિંગ્સની ટીમો વચ્ચે 10 મેચ થશે


  • Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • 3 Staff Positive At Wankhede Stadium, First 16 Members Were Infected, There Will Be 10 Matches Between CSK DC RR And Punjab Kings Teams

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ17 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પિચ તૈયાર કરતો ગ્રાઉન્ડસ્ટાફ.

  • નીતીશ રાણા અને દેવદત્ત પડિક્કલનો કોરોના નેગેટિવ રિપોર્ટ આવી ગયો છે

ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 14મી સીઝનની શરૂઆત 9 એપ્રિલે થવાની છે. આ પહેલા જ ટૂર્નામેન્ટ પર કોરોનાનું સંકટ છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મંગળવારે 2 ગ્રાઉન્ડ સ્ટાફ અને એક પ્લેયર સંક્રમિત થયા હતા. આ પહેલા સ્ટેડિયમમાં 10 સ્ટાફ મેમ્બર અને 6 ઇવેન્ટ મેનેજરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. ન્યૂઝ એજન્સીના સૂત્રોના હવાલે જણાવવામાં આવ્યું છે કે, તમામ સ્ટાફને વાનખેડે સ્ટેડિયમ પાસેના એક ક્લબ હાઉસમાં રાખવામાં આવ્યો છે. બધાને ટ્રાવેલ કરવાની અને સ્ટેડિયમની બહાર નીકળવાની પરવાનગી પણ આપવામાં આવી નથી.

વાનખેડેમાં 4 ટીમોએ મેચ રમવાની છે. અહીં દિલ્હી કેપિટલ્સ, ચેન્નઈ સુપરકિંગ્સ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ રમશે. અત્યારે ચારેય ટીમો મુંબઈમાં પ્રેક્ટિસ કરી રહી છે.

રાણા અને પડિક્કલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો
અત્યાર સુધીમાં લીગના 3 ખેલાડીઓ સહિત 23 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ 3 પ્લેયર્સમાં કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન નીતીશ રાણા, દિલ્હી કેપિટલ્સના ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના દેવદત્ત પડિક્કલનો સમાવેશ થાય છે. રાણા અને પડિક્કલનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે . અક્ષર અંગે કોઈ અપડેટ મળી નથી. ચેન્નઈની કન્ટેન્ટ ટીમના એક સદસ્યનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

મુંબઈમાં 10થી 25 એપ્રિલમાં 10 મેચ થશે
લીગ સ્ટેજના 56માંથી ચેન્નઈ, મુંબઈ, કોલકાતા અને બેંગલુરુમાં 10-10 મેચ રમાશે. દિલ્હી અને અમદાવાદમાં 8-8 મેચ રમાશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બધી મેચ 10થી 25 એપ્રિલ વચ્ચે રમાશે. પ્રથમ મેચ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે 10 એપ્રિલે રમાશે. પ્લે-ઓફ અને ફાઇનલ અમદાવાદમાં રમાશે.

મહારાષ્ટ્રમાં દરેક વીકેન્ડ પર લોકડાઉન, પરંતુ IPL થશે
કોરોનાના વધતા કેસોને લીધે મહારાષ્ટ્રમાં 9 એપ્રિલ સાંજે 8 વાગ્યાથી સોમવારે સવારે 7 વાગ્યા સુધી દરેક વીકેન્ડ પર લોકડાઉન રહેશે. તેવામાં IPL દરમિયાન મુંબઈમાં મેચ થવા પર ટીમોને કોઈ સમસ્યા નહીં થાય કારણકે રાજ્ય સરકારે IPL માટે મંજૂરી આપી દીધી છે. મેચ દરમિયાન સ્ટેડિયમમાં દર્શકો નહીં હોય. ટીમો રાત્રે 8 વાગ્યા પછી પણ પ્રેક્ટિસ અને હોટલ જઈ શકે તે માટે પરવાનગી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…

1 Trackbacks & Pingbacks

  1. વાનખેડે સ્ટેડિયમમાં 3 સ્ટાફ પોઝિટિવ, પહેલા 16 મેમ્બર્સ સંક્રમિત થયા હતા, અહીં CSK-DC-RR અને પંજાબ કિંગ્સ

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: