IPLના ચીફ ઓપરેટિંગ ઓફિસર બોર્ડના વચગાળાના CEO તરીકે ફરજ નિભાવશે, 6 દિવસ પહેલાં રાહુલ જોહરીનું રાજીનામુ સ્વીકાર્યું હતું

અમીન 2017થી IPLની કામગીરી સંભાળી રહ્યા છે. 17 જુલાઇએ યોજાનારી બોર્ડની એપેક્સ કાઉન્સિલની બેઠકમાં નવા CEO અંગે ચર્ચા કરવામાં આવશે.


દિવ્ય ભાસ્કર

Jul 14, 2020, 05:36 PM IST

હેમાંગ અમીન ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના વચગાળાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે ફરજ નિભાવશે. અમીન ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) છે. રાહુલ જોહરીના રાજીનામાને કારણે CEOનું પદ 6 દિવસ પહેલા ખાલી થયું હતું. અમીન 2017થી IPLની કામગીરી સંભાળી રહ્યા છે.

BCCIના એક અધિકારીએ ન્યૂઝ એજન્સીને કહ્યું કે, અમીન આ પદ માટે શ્રેષ્ઠ વ્યક્તિ છે અને BCCIમાં તેમનું યોગદાન ભૂતપૂર્વ CEO જોહરી કરતા વધારે છે. બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર, બે મહિનામાં એક નવા CEO મળી જશે. 17 જુલાઇએ યોજાનારી બોર્ડની એપેક્સ કાઉન્સિલની બેઠકમાં પણ આ અંગે ચર્ચા કરવામાં આવશે.

અમીને પુલવામાના શહીદોના પરિવારોને મદદ કરી હતી
ગયા વર્ષે લીગના ઉદ્ઘાટન સમારોહ ન યોજવાના નિર્ણયમાં તેમણે મહત્વની ભૂમિકા નિભાવી હતી. તેમણે સમારોહમાં ખર્ચ થનાર બધી રકમ પુલવામા હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાનોના પરિવારને દાનમાં આપી હતી. તેમના આ પગલાની પ્રશંસા પણ કરવામાં આવી હતી. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલામાં 40 સીઆરપીએલ સૈનિકો શહીદ થયા હતા.

ગયા અઠવાડિયે જોહરીનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતું
BCCIએ ગુરુવારે રાહુલ જોહરીના રાજીનામાને મંજૂરી આપી દીધી હતી. ગયા વર્ષે 27 ડિસેમ્બરે તેમણે આ પદ પરથી રાજીનામું આપ્યું હતું. પરંતુ, બોર્ડે તે સમયે તેને મંજૂરી આપી ન હતી અને આ વર્ષ 30 એપ્રિલ સુધી તેમનો કાર્યકાળ વધારવામાં આવ્યો હતો. પરંતુ ગુરુવારે અચાનક તેમનું રાજીનામું મંજૂર કરાયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમના પર મીડિયાને ગુપ્ત માહિતી લીક કરવાની આશંકા હતી. જોહરીને વર્ષ 2016માં BCCIના પ્રથમ CEO બનાવવામાં આવ્યો હતા. શશાંક મનોહર તે સમયે બોર્ડ પ્રમુખ હતા.

જોહરી પર બહુ જવાબદારી નહોતી
ગાંગુલીની આગેવાનીવાળી સમિતિએ બોર્ડનો હવાલો સંભાળ્યા પછી જોહરીની જવાબદારી ખૂબ ઓછી થઈ ગઈ. ICCને લગતી બાબતો પણ સેક્રેટરી જય શાહે સંભાળી હતી. આવી સ્થિતિમાં તે બોર્ડમાં રહેવા માંગતા ન હતા.

જોહરીનો કાર્યકાળ વિવાદોમાં રહ્યો છે
BCCIના CEO તરીકે રાહુલનો કાર્યકાળ વિવાદમાં રહ્યો હતો. એક મહિલા દ્વારા તેમના પર જાતીય શોષણનો આરોપ મુકવામાં આવ્યો હતો. તે સમયે, મીટુ કેમ્પન સમગ્ર વિશ્વમાં ચાલતું હતું. તેમની સામેના આક્ષેપોની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. જો કે તપાસ સમિતિએ જોહરીને ક્લીનચીટ આપી હતી.

Be the first to comment on "IPLના ચીફ ઓપરેટિંગ ઓફિસર બોર્ડના વચગાળાના CEO તરીકે ફરજ નિભાવશે, 6 દિવસ પહેલાં રાહુલ જોહરીનું રાજીનામુ સ્વીકાર્યું હતું"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: