IND vs ENG ચેન્નઈ ટેસ્ટનો બીજો દિવસ: ઇંગ્લેન્ડનો સ્કોર 8 વિકેટે 555 રન; રુટ 2010 પછી ભારતમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ વિદેશી બેટ્સમેન

IND vs ENG ચેન્નઈ ટેસ્ટનો બીજો દિવસ: ઇંગ્લેન્ડનો સ્કોર 8 વિકેટે 555 રન; રુટ 2010 પછી ભારતમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ વિદેશી બેટ્સમેન


  • Gujarati News
  • Sports
  • Cricket
  • No Wickets Fell In The First Hour; England Complete 300 Runs, A 40+ Run Partnership Between Root And Stokes

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેન્નઈ6 દિવસ પહેલા

  • કૉપી લિંક

ઇશાંત શર્માએ સતત બે બોલ પર બટલર અને આર્ચરને આઉટ કર્યો હતો. આરચે આઉટ થયા બાદ જશ્ન મનાવતા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચેન્નઇમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ છે. બીજા દિવસની રમતના અંત સુધી ઇંગ્લેન્ડે 8 વિકેટ ગુમાવીને 555 રન બનાવ્યા છે. ડોમ બેસ 28 રને અને જેક લીચ 6 રન બનાવીને અણનમ રહ્યો હતો. આજનો દિવસ પણ રુટના નામે રહ્યો. તે ભારતીય જમીન પર છેલ્લા 10 વર્ષમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ વિદેશી બેટ્સમેન બન્યો છે. તેણે 218 રનની ઇનિગ્સ રમી હતી.

કેપ્ટન જો રુટે તેની 100મી ટેસ્ટમાં 218 રન આઉટ થયો હતો. તેને શાહબાઝ નદીમ દ્વારા LBW કરાયો હતો. રુટની આ 5મી ડબલ સદી રહી. તે સિક્સર ફટકારીને 200 રન પૂરા કરનાર ઇંગ્લેંડનો પહેલો ક્રિકેટર બન્યો.

​​​​​​​ઇશાંત શર્માએ સતત બે બોલ પર 2 વિકેટ ઝડપી હતી. તેણે 170મી ઓવરના બીજા બોલ પર જોસ બટલર અને ત્રીજા બોલ પર જોફ્રા આર્ચરને આઉટ કર્યો હતો. બટલર 30 અને આર્ચર શૂન્ય પર આઉટ થયો હતો. ઇશાંતે ટેસ્ટમાં 299 વિકેટ લીધી છે.

આ પહેલા ઓલી પોપ 34 રન બનાવીને આઉટ થયો હતો. તેણે રવિચંદ્રને LBW કર્યો હતો. પોપએ રૂટ સાથે મળીને પાંચમી વિકેટ માટે 86 રનની ભાગીદારી કરી. બેન સ્ટોક્સ 118 બોલમાં 82 રને આઉટ થયો હતો. તેનો શાહબાઝ નદીમે ચેતેશ્વર પૂજારાના હાથે કેચ કરાવ્યો હતો. રુટ અને સ્ટોક્સ વચ્ચે ચોથી વિકેટ માટે 124 રનની ભાગીદારી કરી હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહ અને અશ્વિને 2-2 અને નદીમે 1 વિકેટ લીધી હતી.

છેલ્લી 60 ટેસ્ટમાં બીજી વખત 500થી વધુ રન બનાવ્યા
ભારતે છેલ્લી 60 ટેસ્ટમાં બીજી વખત ઈનિંગ્સમાં 500થી વધુ રન આપ્યા છે. અગાઉ 2016માં રાજકોટમાં રમાયેલી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગ્સમાં 537 રન બનાવ્યા હતા. તે ઈંગ્લેન્ડના ભારત પ્રવાસની પ્રથમ ટેસ્ટ હતી અને તે ડ્રો રહી હતી.

રુટ ભારતમાં સૌથી મોટી ઈનિંગ્સ રમાનાર ઇંગ્લિશ કેપ્ટન

  • રુટ (218 રન) ભારતમાં સૌથી મોટી ઈનિંગ્સ રમાનાર ઇંગ્લિશ કેપ્ટન બન્યો છે. છેલ્લો રેકોર્ડ એલેસ્ટેયર કુકના નામે હતો. કુકે 2012માં કોલકત્તા ટેસ્ટમાં 190 રનની ઈનિંગ્સ રમી હતી.
  • ઓવરઓલ ઇંગ્લેંડના કેપ્ટન તરીકે ભારત સામેની સૌથી મોટી ઇનિંગ્સ ગ્રેહામ ગૂચે 1990માં લીડ્સમાં રમી હતી. ત્યારે ગૂચે 333 રન બનાવ્યા હતા. રુટની ઇનિંગ્સ બીજા નંબર પર આવી ગઈ છે.
  • સાત વર્ષ બાદ ભારત સામે ટેસ્ટ ક્રિકેટમાં કોઈ બેટ્સમેને બેવડી સદી ફટકારી છે. આ અગાઉ ફેબ્રુઆરી 2014માં ન્યૂઝીલેન્ડના બ્રૈડન મેકુલને 302 રનની ઈનિંગ્સ રમી હતી.
  • જો રુટની 20 સદીની ઇનિંગ્સમાંથી 50% 150+ રનોની રહી છે. જ્યારે 25% સદીની ઇનિંગ્સ 200+ રનની રહી છે.
  • રુટ 100મી ટેસ્ટમાં ડબલ સદી ફટકારનાર વિશ્વનો પહેલો બેટ્સમેન છે. રુટનો આ ભારત સામેનો સૌથી વધુ સ્કોર પણ છે. આ પહેલા ભારત સામે તેનો શ્રેષ્ઠ સ્કોર 154 રન નોટઆઉટ હતો.

રુટે 128 માંથી એકલા જ 62.5 ઓવરમાં બેટિંગ કરી
ડેનિયલ લોરેન્સના આઉટ થયા પછી રુટ ક્રીઝ પર આવ્યો હતો. લોરેન્સ 26મી ઓવરમાં આઉટ થયો હતો. રુટ 154મી ઓવરમાં આઉટ થયો હતો. આ દરમિયાન 128 ઓવર થઈ હતી. આમાંથી રુટ એકલા જ 62.5 ઓવરમી બેટિંગ કરી હતી.

છેલ્લી 3 ટેસ્ટમાં રુટની બીજી ડબલ સેન્ચુરી
રુટે રવિચંદ્રન અશ્વિનના બોલ પર સિક્સર ફટકારી હતી. આ ટેસ્ટ મળીને તેને છેલ્લી ત્રણ ટેસ્ટમાં 2 બેવડી સદી ફટકારી છે. આ પહેલા શ્રીલંકા સામે પ્રથમ ટેસ્ટમાં તેણે 228 રનની ઈનિંગ્સ રમી હતી અને બીજી ટેસ્ટમાં 186 રનની ઈનિંગ્સ રમી હતી. ટે સતત 3 કે તેથી વધુ ટેસ્ટમાં 150 રનની ઈનિંગ્સ રમાનાર દુનિયાનો 7મોં બેટ્સમેન બન્યો છે. શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાએ 2007માં સૌથી વધુ સતત 4 ટેસ્ટમાં 150+ રનની ઈનિંગ્સ રમી હતી.

સૌથી વધુ ટેસ્ટમાં 150+ રનની ઈનિંગ્સ રમાનાર બેટ્સમેન

બેટ્સમેન

દેશ

સતત કેટલી ટેસ્ટમાં સદી

વર્ષ

કુમાર સાંગાકારા

શ્રીલંકા

4

2007

વેલી હેમંડ

ઓસ્ટ્રેલિયા

3

1928-29

ડોન બ્રેડમેન

ઓસ્ટ્રેલિયા

3

1937

ઝહીર અબ્બાસ

પાકિસ્તાન

3

1982-93

મુદસ્સર નજર

પાકિસ્તાન

3

1983

ટોમ લાથમ

ન્યુઝીલેન્ડ

3

2018-19

જો રુટ*

ઈંગ્લેન્ડ

3*

2021*

ભારતે ત્રણેય રિવ્યૂ બરબાદ કરી
બીજા દિવસે ભારતે સતત બે ઓવરમાં 2 રિવ્યુ લીધા હતા, પરંતુ તેમાં સફળતા ન મળી. ઈંગ્લેન્ડની ઇનિંગ્સની 108મી ઓવરમાં રવિચંદ્રન અશ્વિને સ્ટોક્સ સામે LBW માટે રિવ્યૂ લીધી. જો કે, બોલ પેડ પર વાગ્યા પહેલા કાંડા પર વાગ્યો હતો. ટીવી અમ્પાયરે આ કોલને કર્યો રદ કર્યો હતો. તેની આગળની ઓવરમાં શાહબાજ નદીમે રુટ સામે LBWની અપીલ કરી હતી.

ફિલ્ડ અમ્પાયરે તેનો ઇનકાર કર્યો હતો. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ફરી એકવાર રિવ્યૂ લીધી. રિપ્લેમાં ઉંચાઇને કારણે ટીવી અમ્પાયરે પણ રિવ્યુને રદ કર્યું. ભારત પાસે કોઈ રિવ્યૂ બાકી નથી. આ પછી, ભારતે 139મી ઓવરમાં ત્રીજુ રિવ્યૂ લીધી, જેને ટીવી અમ્પાયરે નકારી હતી.

સતત 2 વિકેટ માટે સદીની ભાગીદારી
જાન્યુઆરી 2013થી લઈને ભારતે પોતાના ઘરમાં 35 ટેસ્ટ મેચ રમી છે. આ બીજી વખત છે જ્યારે એક ટેસ્ટમાં સતત બીજી વિકેટ માટે સદીની ભાગીદારી થઈ. રુટ-સિબલીએ ત્રીજી અને રુટ-સ્ટોક્સે ચોથી વિકેટ માટે 100+ રનની ભાગીદારી કરી. આ પહેલાં 2019/20 માં દક્ષિણ આફ્રિકા સાથે 2 સદીની ભાગીદારી થઈ હતી. દક્ષિણ આફ્રિકાની ટીમ તરફથી 5મી વિકેટ માટે 115 રન અને 6ઠ્ઠી વિકેટ માટે 164 રનની ભાગીદારી નોંધાઈ હતી.

બર્ન્સ અને સિબલીએ ઇંગ્લેન્ડને સારી શરૂઆત આપી
ઈંગ્લેન્ડની ટીમ ટોસ જીત્યા બાદ બેટિંગ કરવા મેદાનમાં ઉતારી હતી અને પહેલા જ દિવસે 3 વિકેટે 263 રન બનાવ્યા હતા. ઓપનર રોરી બર્ન્સ અને સિબલીએ ટીમને સારી શરૂઆત કરાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી હતી. ઇંગ્લેન્ડને પહેલો ફટકો રોરી બર્ન્સના રૂપમાં મળ્યો હતો. તે 33 રન બનાવિ આઉટ થયો હતો. તેને રવિચંદ્રન અશ્વિને વિકેટકીપર ઋષભ પંતના હાથમાં કેચ આપ્યો હતો. જ્યારે, ડેનિયલ લોરેન્સ શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો. તે જસપ્રીત બુમરાહે LBW કર્યો હતો.

રુટ અને સિબલીએ ત્રીજી વિકેટ માટે 200 રન કર્યા
રુટ અને સિબલીએ ત્રીજી વિકેટ માટે 200 રનની પાર્ટનરશિપ કરી હતી. વર્ષ 2013 બાદ ભારત સામે ભારતમાં કોઈપણ વિકેટ માટે આ સૌથી મોટી ભાગીદારી છે. 2017માં રાંચીમાં રમાયેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને ગ્લેન મેક્સવેલે 191 રનની ભાગીદારી કરી હતી. જોનાથન ટ્રોટ અને ઇયાન બેલ છેલ્લી જોડી છે જેણે રુટ અને સિબલી કરતા વધારે રનની ભાગીદારી કરી હતી.

2012માં ટ્રોટ અને બેલ વચ્ચે 208 રનની ભાગીદારી
ડિસેમ્બર 2012માં ટ્રોટ અને બેલે ચોથી વિકેટ માટે 208 રનની ભાગીદારી નોંધાવી હતી. આ રુટની પ્રથમ કસોટી હતી. સિબલીએ ટેસ્ટ કારકિર્દીની ચોથી ફિફ્ટી ફટકારી હતી. આ તેની સતત બીજી ફિફ્ટી હતી. આ પહેલા શ્રીલંકા સામે ગૌલ ટેસ્ટની બીજી ઇનિંગમાં તેણે 56 રન બનાવ્યા હતા. રુટે તેની ટેસ્ટ કારકિર્દીની 20મી સદી ફટકારી.

બૂમરાહને 2 વિકેટ અને અશ્વિનને 1 વિકેટ
રુટની આ 100મી ટેસ્ટ છે. તે 100મી ટેસ્ટમાં સદી ફટકારનાર વિશ્વનો 9મો ખેલાડી અને ઇંગ્લેન્ડનો ત્રીજો ખેલાડી બન્યો. તેણે સતત ત્રણ ટેસ્ટમાં સદી ફટકારી હતી. તે 98મી, 99મી અને 100મી ટેસ્ટમાં સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી પણ બન્યો છે. દિવસની છેલ્લી ઓવર (90મી)માં જસપ્રીત બુમરાહે ડોમિનિક સિબલીને LBW કર્યો. તે 87 રન બનાવિ આઉટ થયો. બુમરાહે 2 અને અશ્વિને 1 વિકેટ ઝડપી હતી.
ભારતના પ્લેઇંગ-11: શુબમન ગિલ, રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ-કેપ્ટન), ઋષભ પંત, રવિચંદ્રન અશ્વિન, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ નદીમ, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા.

ઇંગ્લેન્ડના પ્લેઇંગ-11: ડોમિનિક સિબલી, રોરી બર્ન્સ, ડેનિયલ લોરેન્સ, જો રુટ (કેપ્ટન), બેન સ્ટોક્સ, ઓલી પોપ, જોસ બટલર (વિકેટકીપર), ડોમ બેસ, જેક લીચ, જોફ્રા આર્ચર, જેમ્સ એન્ડરસન.

Be the first to comment on "IND vs ENG ચેન્નઈ ટેસ્ટનો બીજો દિવસ: ઇંગ્લેન્ડનો સ્કોર 8 વિકેટે 555 રન; રુટ 2010 પછી ભારતમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ વિદેશી બેટ્સમેન"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: