[:en]IND VS AUS સિડની: વોર્નરની ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમમાં વાપસી લગભગ નક્કી; વિલ પુકોવ્સ્કી કરી શકે છે ડેબ્યુ[:]

[:en]IND VS AUS સિડની: વોર્નરની ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમમાં વાપસી લગભગ નક્કી; વિલ પુકોવ્સ્કી કરી શકે છે ડેબ્યુ[:]

[:en]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિડની30 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર વાપસી કરી શકે છે. જ્યારે વિલ પુકોવ્સ્કી સિડની ટેસ્ટમાં ડેબ્યુ કરી શકે છે. મુખ્ય કોચ જસ્ટિન લેંગરે મંગળવારે પસંદગીકારો સાથેની બેઠક બાદ આ સંકેત આપ્યો છે. તેમણે કહ્યું- મને આશા છે કે વોર્નર ત્રીજી ટેસ્ટમાં રમવા માટે તૈયાર છે. તેણે રમવા માટે શક્ય છે એ બધું કર્યું છે. ડૉક્ટરો દ્વારા પુકોવ્સ્કીને પણ ફિટ જાહેર કરવામાં આવ્યા છે. તેણે ટ્રેનિંગમાં સારો દેખાવ કર્યો. તે ભારત સામે ત્રીજી ટેસ્ટમાં ચોક્કસપણે રમશે. ત્રીજી મેચ 7 જાન્યુઆરીથી સિડનીમાં રમાવાની છે.

વોર્નરે સિઝનમાં એક પણ ટેસ્ટ રમી નથી

  • વોર્નરે આ સિઝનમાં એક પણ ટેસ્ટ મેચ રમી નથી.
  • ટીમ ઈન્ડિયા સામે ત્રણ મેચની વનડે સીરિઝની બીજી મેચમાં વોર્નરને ઈજા થઈ હતી.
  • જેના કારણે તે ત્રીજી વનડે સહિત ત્રણ T-20 મેચ અને ચાર ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ બે મેચમાં રમી શક્યો ન હતો.
  • જો કે, વોર્નરે મેલબોર્નમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને દોડવામાં મુશ્કેલી આવી રહી છે. તેને ઓછી આશા છે કે તે ત્રીજી ટેસ્ટ પહેલા 100% ફિટ થઈ શકશે.

પ્રેક્ટિસ મેચમાં પુકોવ્સ્કી ઘાયલ થયો હતો

  • પ્રેક્ટિસ મેચમાં પુકોવ્સ્કીને ઈજા થઈ હતી. જેના કારણે તે પ્રથમ બે મેચમાં રમી શક્યો ન હતો.
  • હવે ડોક્ટરોએ પણ તેને ફિટ જાહેર કર્યો છે. એવી સંભાવના છે કે તે ત્રીજી ટેસ્ટમાં વોર્નર સાથે ઓપનિંગ કરશે.

સીરિઝ 1-1ની બરાબરી પર

  • ભારત અને ઓસ્ટ્રેલિયા ચાર ટેસ્ટ મેચની શ્રેણી 1-1ની બરાબરી પર છે.
  • એડિલેડમાં રમાયેલી પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને આઠ વિકેટે હરાવી હતી.
  • જ્યારે ટીમ ઈન્ડિયાએ બીજી ટેસ્ટ 8 વિકેટે જીતી હતી.

[:]

Be the first to comment on "[:en]IND VS AUS સિડની: વોર્નરની ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમમાં વાપસી લગભગ નક્કી; વિલ પુકોવ્સ્કી કરી શકે છે ડેબ્યુ[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: