[:en]IND vs AUS ત્રીજી ટેસ્ટ આવતીકાલે: સિડનીમાં ભૂતકાળ ઓસ્ટ્રેલિયાની તરફેણમાં, ભારત સામે 12માંથી 5 મેચ જીત્યું; વોર્નરની ટીમમાં વાપસી નક્કી[:]

[:en]IND vs AUS ત્રીજી ટેસ્ટ આવતીકાલે: સિડનીમાં ભૂતકાળ ઓસ્ટ્રેલિયાની તરફેણમાં, ભારત સામે 12માંથી 5 મેચ જીત્યું; વોર્નરની ટીમમાં વાપસી નક્કી[:]

[:en]

 • Gujarati News
 • Sports
 • Cricket
 • Won 5 Of 12 Matches Against India, In Favor Of Australia In The Past In Sydney; Decided To Return To Warner’s Team

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિડની9 મિનિટ પહેલા

 • કૉપી લિંક

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ સીરિઝની અંતિમ મેચ આવતીકાલે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) પર રમાશે. ઓસ્ટ્રેલિયાએ આ ગ્રાઉન્ડ પર ભારત સામે 12 મેચ રમી છે, તેમાંથી 5 જીતી અને 1 હારી છે. અત્યારે સીરિઝ 1-1ની બરાબરી પર છે.

આ મેચ માટે ભારતીય ટીમે બે ફેરફાર કર્યા છે. ઓપનર મયંક અગ્રવાલની જગ્યાએ રોહિત શર્માને અને ઇજાગ્રસ્ત ઉમેશ યાદવની જગ્યાએ નવદીપ સૈનીને પ્લેઇંગ-11માં સામેલ કરાયા છે. જ્યારે ઓસ્ટ્રેલિયા માટે ડેવિડ વોર્નર અને વિલ પુકોવ્સ્કી ઓપનિંગ કરશે. જો બર્ન્સને સ્ક્વોડમાંથી ડ્રોપ કરાયો છે.

સિડની રવાના થતા પહેલાં રોહિત શર્મા સહિત એ પાંચેય ખેલાડીઓ જેમના પર પ્રોટોકોલ તોડવાનો આરોપ લાગ્યો છે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બધા સિડનીમાં બાકીના ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ કરતા પણ જોવા મળ્યા છે.

ઓસ્ટ્રેલિયન ટીમ નવી ઓપનિંગ જોડી સાથે રમશે

 • ઓસ્ટ્રેલિયન ટીમ સીરિઝમાં સારી ઓપનિંગ ભાગીદારી માટે ઝઝૂમી રહી છે.
 • ઇજામાંથી સ્વસ્થ થઈને પરત ફરેલો ડેવિડ વોર્નર ત્રીજી ટેસ્ટમાં રમશે.
 • તે વિલ પુકોવ્સ્કી સાથે ઓપનિંગ કરશે. આ વિલની ડેબ્યુ ટેસ્ટ સાબિત થશે.

રહાણે, રોહિત અને શુભમન પર રહેશે બેટિંગનો મદાર

 • કોહલીની ગેરહાજરીમાં કપ્તાની કરી રહેલો અજિંક્ય રહાણે સીરિઝનો ટોપ સ્કોરર છે.
 • રોહિતના આગમનથી ટીમ મજબૂત થઈ છે. તે પહેલીવાર વિદેશમાં ઓપનિંગ કરશે.
 • શુભમન ગિલે પણ બોક્સિંગ ડે ટેસ્ટમાં સારું પ્રદર્શન કર્યું હતું. બેટિંગ ડિપાર્ટમેન્ટમાં આ ત્રણેય પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે.

વેધર અને પિચ રિપોર્ટ

 • સિડનીમાં ગુરુવારે વરસાદની સંભાવના છે. તે પછી ચાર દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે.
 • મિનિમમ તાપમાન 16 ડિગ્રી અને મેક્સિમમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહેશે.
 • સિડનીની પિચ બેટ્સમેનોને મદદ કરશે. ટેસ્ટના ચોથા અને પાંચમા દિવસે સ્પિનર્સને મદદ મળી શકે છે.
 • બ્રિસ્બેન અને પર્થની પિચની જેમ અહીં ફાસ્ટ બોલર્સને એક્સ્ટ્રા બાઉન્સ નહિ મળે.

ભારતીય ટીમ જાહેર

 • બેટ્સમેન: રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (કેપ્ટન), શુભમન ગિલ
 • ઓલરાઉન્ડર: હનુમા વિહારી, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિનવિકેટકીપર: ઋષભ પંત
 • બોલર: જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયન સ્ક્વોડ

 • બેટ્સમેન: સ્ટીવ સ્મિથ, માર્કસ હેરિસ, ડેવિડ વોર્નર, વિલ પુકોવ્સ્કી
 • ઓલરાઉન્ડર: ટ્રેવિસ હેડ, માર્નસ લબુશેન, માઈકલ નેસેર, મોઝેઝ હેનરિક્સ, કેમરુન ગ્રીન
 • બોલર: પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, નેથન લાયન, મિચેલ સ્ટાર્ક, મિચેલ સ્વેપસન

[:]

Be the first to comment on "[:en]IND vs AUS ત્રીજી ટેસ્ટ આવતીકાલે: સિડનીમાં ભૂતકાળ ઓસ્ટ્રેલિયાની તરફેણમાં, ભારત સામે 12માંથી 5 મેચ જીત્યું; વોર્નરની ટીમમાં વાપસી નક્કી[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: