[:en]ICC ટેસ્ટ રેન્કિંગ: રહાણે 5 સ્થાનની છલાંગ સાથે ટોપ-10માં, કોહલી નંબર-2 પર યથાવત; બુમરાહ-અશ્વિનને પણ ફાયદો[:]

[:en]ICC ટેસ્ટ રેન્કિંગ: રહાણે 5 સ્થાનની છલાંગ સાથે ટોપ-10માં, કોહલી નંબર-2 પર યથાવત; બુમરાહ-અશ્વિનને પણ ફાયદો[:]

[:en]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુબઈ2 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેલબોર્ન ટેસ્ટમાં સદી ફટકારીને ટીમમાં જીત મેળવનાર અજિંક્ય રહાણે ICCટેસ્ટ રેન્કિંગની ટોપ-10ની યાદીમાં પહોંચી ગયો છે. રહાણે 5માં ક્રમેથી છઠ્ઠા નંબર પર રહ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામેની બોક્સીંગ-ડે ટેસ્ટમાં 112 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના નિયમિત કેપ્ટન આ ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલી નંબર-2 પર બની રહ્યો છે. પ્રથમ નંબર પર ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન છે.

રહાણે તેની ટેસ્ટ કારકિર્દીમાં ત્રીજી વખત છઠ્ઠા સ્થાને પહોંચ્યો છે. તેની શ્રેષ્ઠ ટેસ્ટ રેન્કિંગ 5 છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં આ હાંસલ કરાયું હતું. કોહલીની પેટરનિટીની રજા પર ગયા બાદ રહાણે જ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ સાંભળી રહ્યો છે. તેની કેપ્ટનશીપ હેઠળ મેલબોર્નમાં પણ ભારતે જીત મેળવી.

કોહલી-સ્મિથને પાછળ રાખીને વિલિયમ્સન નંબર-1
બેટ્સમેન રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન પ્રથમ ક્રમે છે. તેણે કોહલી અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથને પાછળ છોડી દીધા છે. વિલિયમ્સને પાકિસ્તાન સામે છેલ્લી ટેસ્ટમાં 129 રન બનાવ્યા હતા. આ ઇનિંગ્સથી તેને બે સ્થાનનો ફાયદો થયો. તેઓ ત્રીજા ક્રમેથી પ્રથમ સ્થાને પહોંચી ગયા. તે પહેલાં તેણે 3 ડિસેમ્બરે વેસ્ટઇન્ડીઝ સામેની હેમિલ્ટન ટેસ્ટમાં 251 રન બનાવ્યા હતા.

રેન્કિંગ

બેટ્સમેન

દેશ

પોઈન્ટ

1

કેન વિલિયમસન

ન્યૂઝીલેન્ડ

890

2

વિરાટ કોહલી

ભારત

879

3

સ્ટીવ સ્મિથ

ઓસ્ટ્રેલિયા

877

4

માર્નસ લાબુશેન

ઓસ્ટ્રેલિયા

850

5

બાબર આઝમ

પાકિસ્તાન

789

6

અજિંક્ય રહાણે

ભારત

784

7

ડેવિડ વોર્નર

ઓસ્ટ્રેલિયા

777

8

બેન સ્ટોક્સ

ઈંગ્લેન્ડ

760

9

જો રુટ

ઈંગ્લેન્ડ

738

10

ચેતેશ્વર પૂજારા

ભારત

728

બોલિંગનાં ટોપ -10માં બુમરાહ અને અશ્વિન
ICCની બોલિંગ રેન્કિંગમાં ટોપ-10 માં ફક્ત બે ભારતીય છે. પેસર જસપ્રિત બુમરાહ અને ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન. બુમરાહ એક ક્રમની છલાંગ સાથે 9 નંબર પર પહોંચી ગયો છે. અશ્વિને 2 સ્થાનનો ફાયદો થયો છે અને તે નંબર-7 પર પહોંચી ગયો છે. પ્રથમ ક્રમે ઓસ્ટ્રેલિયન પેસર પેટ કમિન્સ છે.

રેન્કિંગ

બોલર

દેશ

પોઈન્ટ

1

પેટ કમિન્સ

ઓસ્ટ્રેલિયા

906

2

સ્ટુઅર્ટ બ્રોડ

ઈંગ્લેન્ડ

845

3

નીલ વેગનર

ન્યૂઝીલેન્ડ

833

4

ટિમ સાઉદી

ન્યૂઝીલેન્ડ

826

5

મિશેલ સ્ટાર્ક

ઓસ્ટ્રેલિયા

804

6

કગિસો રબાડા

સાઉથ આફ્રિકા

794

7

રવિચંદ્રન અશ્વિન

ભારત

793

8

જોશ હેઝલવુડ

ઓસ્ટ્રેલિયા

790

9

જસપ્રીત બુમરાહ

ભારત

783

10

જેમ્સ એન્ડરસન

ઈંગ્લેન્ડ

781

ઓલરાઉન્ડરોના ટોપ-10 માં 2 ભારતીય

ઓલરાઉન્ડરોના ટોપ-10 માં રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનનો સમાવેશ થાય છે. જાડેજા 416 પોઇન્ટ સાથે ત્રીજા અને અશ્વિન ૨85 પોઇન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે.બંનેએ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની પ્રથમ બે ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.

રેન્કિંગ

ઓલરાઉન્ડર

દેશ

પોઈન્ટ

1

બેન સ્ટોક્સ

ઈંગ્લેન્ડ

446

2

જેસન હોલ્ડર

વેસ્ટઈન્ડિઝ

423

3

રવિન્દ્ર જાડેજા

ભારત

416

4

શાકિબ અલ હસન

બાંગ્લાદેશ

366

5

મિશેલ સ્ટાર્ક

ઓસ્ટ્રેલિયા

301

6

રવિચંદ્રન અશ્વિન

ભારત

285

7

ક્રિસ વોક્સ

ઈંગ્લેન્ડ

269

8

કોલિન ડી ગ્રેંડહોમ

ન્યૂઝીલેન્ડ

264

9

પેટ કમિન્સ

ઓસ્ટ્રેલિયા

260

10

કાઇલ જેમિન્સન

ન્યૂઝીલેન્ડ

239

[:]

Be the first to comment on "[:en]ICC ટેસ્ટ રેન્કિંગ: રહાણે 5 સ્થાનની છલાંગ સાથે ટોપ-10માં, કોહલી નંબર-2 પર યથાવત; બુમરાહ-અશ્વિનને પણ ફાયદો[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: