ICC ટેસ્ટ રેન્કિંગ: કોહલી 3 વર્ષ પછી પાંચમા નંબરે સરકી ગયો, શુભમન 7 સ્થાનના ફાયદા સાથે 40મા ક્રમે પહોંચ્યો

ICC ટેસ્ટ રેન્કિંગ: કોહલી 3 વર્ષ પછી પાંચમા નંબરે સરકી ગયો, શુભમન 7 સ્થાનના ફાયદા સાથે 40મા ક્રમે પહોંચ્યો


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેન્નઈ2 દિવસ પહેલા

  • કૉપી લિંક

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ચેન્નઈ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે પહેલી ઇનિંગ્સમાં 11 અને બીજી ઇનિંગ્સમાં 72 રન કર્યા હતા.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બુધવારે લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું. તેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી બેટ્સમેન રેન્કિંગમાં એક સ્થાનના નુકસાન સાથે પાંચમા ક્રમે આવી ગયો છે. નવેમ્બર 2017 પછી પહેલીવાર કોહલી આટલા નીચેના ક્રમે આવ્યો છે.

ચેન્નઈ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં 50 રનની ઇનિંગ્સ રમનાર ઓપનર શુભમન ગિલને 7 સ્થાનનો ફાયદો થયો છે. તે 40મા ક્રમે પહોંચી ગયો છે. જ્યારે અણનમ 85 રન બનાવનાર વોશિંગ્ટન સુંદરને 2 સ્થાનનો ફાયદો થયો છે. તે 81મા ક્રમે પહોંચી ગયો છે.

ટોપ-10માં 2 ભારતીય બેટ્સમેન
કોહલી સિવાય ટીમ ઇન્ડિયાની નવી વોલ ચેતેશ્વર પૂજારા પણ ટોપ-10માં છે. પ્રથમ ટેસ્ટ પછી તે સાતમા ક્રમે યથાવત રહ્યો છે. ચેન્નઈ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં 91 રનની ઇનિંગ્સ રમનાર ઋષભ પંતે 13મો ક્રમ જાળવી રાખ્યો છે.

રૂટને ડબલ સેન્ચુરીનો ફાયદો
જ્યારે ટીમ ઇન્ડિયા સામે ચેન્નઈમાં ડબલ સેન્ચુરી મારનાર ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટને 2 સ્થાનનો ફાયદો થયો છે. તે ત્રીજા ક્રમે પહોંચી ગયો છે. ન્યૂઝીલેન્ડ નો કેપ્ટન કેન વિલિયમ્સન 919 પોઈન્ટ્સ સાથે ટોપ પર છે, જ્યારે સ્ટીવ સ્મિથ 891 પોઈન્ટ્સ સાથે બીજા ક્રમે છે.

ટોપ-10 બેટ્સમેન:

રેન્ક પ્લેયર દેશ પોઈન્ટ્સ
1 કેન વિલિયમ્સન ન્યૂઝીલેન્ડ 919
2 સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયા 891
3 જો રૂટ ઇંગ્લેન્ડ 883
4 માર્નસ લબુશેન ઓસ્ટ્રેલિયા 878
5 વિરાટ કોહલી ભારત 852
6 બાબર આઝમ પાકિસ્તાન 760
7 ચેતેશ્વર પૂજારા ભારત 754
8 હેનરી નિકોલસ ન્યૂઝીલેન્ડ 747
9 બેન સ્ટોક્સ ઇંગ્લેન્ડ 746
10 ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયા 724

ટોપ-10 બોલર્સ

રેન્ક પ્લેયર દેશ પોઈન્ટ્સ
1 પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયા 908
2 સ્ટુઅર્ટ બ્રોડ ઇંગ્લેન્ડ 830
3 જેમ્સ એન્ડરસન ઇંગ્લેન્ડ 826
4 નીલ વેગનર ન્યૂઝીલેન્ડ 825
5 જોશ હેઝલવુડ ઓસ્ટ્રેલિયા 816
6 ટિમ સાઉથી ન્યૂઝીલેન્ડ 811
7 આર. અશ્વિન ભારત 771
8 જસપ્રીત બુમરાહ ભારત 769
9 કે. રબાડા સાઉથ આફ્રિકા 753
10 જેસન હોલ્ડર વેસ્ટ ઇન્ડિઝ 745

ટોપ-10 ઓલરાઉન્ડર્સ

રેન્ક પ્લેયર દેશ પોઈન્ટ્સ
1 બેન સ્ટોક્સ ઇંગ્લેન્ડ 428
2 જેસન હોલ્ડર વેસ્ટ ઇન્ડિઝ 414
3 રવિન્દ્ર જાડેજા ભારત 410
4 શાકિબ અલ હસન બાંગ્લાદેશ 359
5 કાઈલ જેમિસન ન્યૂઝીલેન્ડ 293
6 આર. અશ્વિન ભારત 282
7 મિચેલ સ્ટાર્ક ઓસ્ટ્રેલિયા 275
8 કોલિન ડી ગ્રાન્ડહોમ ન્યૂઝીલેન્ડ 258
9 ક્રિસ વોક્સ ઇંગ્લેન્ડ 253
10 પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયા 249

ટોપ રેન્ક ટીમ:

રેન્ક દેશ રેટિંગ
1 ન્યૂઝીલેન્ડ 118
2 ભારત 118
3 ઓસ્ટ્રેલિયા 113
4 ઇંગ્લેન્ડ 108
5 પાકિસ્તાન 90
6 સાઉથ આફ્રિકા 89
7 શ્રીલંકા 83
8 વેસ્ટ ઇન્ડિઝ 77
9 બાંગ્લાદેશ 55

Be the first to comment on "ICC ટેસ્ટ રેન્કિંગ: કોહલી 3 વર્ષ પછી પાંચમા નંબરે સરકી ગયો, શુભમન 7 સ્થાનના ફાયદા સાથે 40મા ક્રમે પહોંચ્યો"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: