- Gujarati News
- Sports
- Cricketer India Star All Rounder Hardik Pandya Share Photo With Son Agastya While Both In Swimming Pool Picture Viral
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
35 મિનિટ પહેલા
- કૉપી લિંક
સ્વીમિંગ પુલમાં હાર્દિકની દીકરા સાથે મસ્તી
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડ હાર્દિક પંડ્યા અને તેમની વાઈફ નતાશા સ્ટેનકોવિકની તસવીરો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાઈરલ થઈ રહી છે. હાર્દિક તેમના 5 મહિનાના દીકરા અગસત્યા સાથે સ્વીમિંગ પુલમાં ફરી એક વાર મસ્તી કરતો જોવા મળ્યો છે. હાર્દિક પંડ્યાએ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તેની તસવીરો શેર કરી છે. નોંધનીય છે કે, 30 સપ્ટેમ્બર 2020માં હાર્દિક પિતા બન્યો હતો. હાર્દિક તેના ઈન્સ્ટાગ્રામ પર દીકરા અને પત્ની સાથેની તસવીરો શેર કરતાં રહે છે.
ટ્વિટર પર હાર્દિકે અગસ્ત્ય સાથે બે ફોટા શેર કર્યા છે. તેમાં હાર્દિક તેના દિકરાને ઉપરની તરફ ઉપાડી રહ્યા છે. અગસ્ત્ય પણ તેના પિતા સાથે પૂલમાં મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. પુલમાં દિકરા અગસ્ત્યા સાથે પુલમાં મસ્તી કરતો જોવા મળે છે. આ તસવીર લોકોએ ખૂબ પસંદ કરી છે અને તે ખૂબ ઝડપથી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.
આવું પહેલી વખત નથી જ્યારે હાર્દિકે અગસ્ત્યા સાથે પૂલની કોઈ તસવીર શેર કરી હોય. હમણાં થોડા સમય પહેલાં જ હાર્દિક અને તેમની પત્ની નતાશા સ્ટેનકોવિકે અમુક પુલ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને તેમાં કેપ્શનમાં નતાશાએ લખ્યું હતું કે, ‘અમારા દિકારનો પૂલમાં પહેલો દિવસ.’

હાર્દિક અત્યારે ભારતીય ટીમસાથે અમદાવાદમાં છે અને તે ટેસ્ટ ટીમનો હિસ્સો છે. હાર્દિક તે ખેલાડીઓમાંથી એક છે, જે ટેસ્ટ સિરિઝ દરમિયાન પોતાના પરિવાર સાથે ટ્રાવેલ કરી રહ્યો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમવામાં આવતી ચાર ટેસ્ટ મેચની સીરીઝની ત્રીજી મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીએ રમવામાં આવશે.

હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યાનું થોડા સમય પહેલાં જ નિધન થયું છે. હાર્દિકના પિતા હિમાંશુને 16 જાન્યુઆરીએ હાર્ટ એટેક આવ્યો હતો. હાર્દિક તેમના પિતાના મોત પછી ઘણાં ઈમોશનલ રહેતા હતા. તેઓ ઘણી વખત તેમના પિતાની સાથેની યાદો સોશિયલ મીડિયા પર શેર કરે છે.

Leave a comment