[:en]
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
7 મિનિટ પહેલા
બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા(BCCI)ની 89મી ઍન્યુઅલ જનરલ મીટિંગ (AGM)અમદાવાદ ખાતે થઈ હતી. આ AGMમાં બોર્ડે જાહેર કર્યું છે કે 2022થી IPLમાં 8ની જગ્યાએ 10 ટીમ ભાગ લેશે.
અદાણી ગ્રુપ અને ગોએન્કા ગ્રુપને અમદાવાદ ફ્રેન્ચાઇઝમાં રસ છે
- જે નવી 2 ટીમનો સમાવેશ થયો છે એમાંથી એક ટીમ ગુજરાતની હશે.
- ગુજરાતની ટીમ નવનિર્મિત મોટેરા સ્ટેડિયમને પોતાનું હોમગ્રાઉન્ડ બનાવશે.
- IPLની ગઈ સીઝનની જેમ 2021માં ફક્ત 8 ટીમ ભાગ લેશે. એટલું જ નહીં, મેગા ઓક્શનને બદલે આ વખતે પણ મિની ઓક્શન જ થશે.
- નવી ટીમોમાં અમદાવાદની ફ્રેન્ચાઇઝ માટે વાતચીત ચાલુ છે. અદાણી ગ્રુપ અને ગોએન્કા ગ્રુપ બંનેએ ફ્રેન્ચાઇઝ ખરીદવામાં રસ દાખવ્યો છે.
BCCI 2028માં ઓલિમ્પિકમાં ક્રિકેટના સમાવેશ માટે તૈયાર
- બોર્ડે કહ્યું હતું કે તેઓ 2028માં ઓલિમ્પિકમાં ક્રિકેટના સમાવેશ માટે તૈયાર છે અને આ બાબતે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને પૂરેપૂરો સપોર્ટ કરશે.
- જોકે આ પહેલાં બોર્ડ અમુક બાબતે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી પાસેથી સ્પષ્ટતા ઈચ્છે છે.
રાજીવ શુક્લા બોર્ડના નવા ઉપાધ્યક્ષ બન્યા
- કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજીવ શુક્લા BCCIના નવા ઉપાધ્યક્ષ બન્યા છે. મહિમ વર્માએ રાજીનામું આપ્યું એ પછી આ પદ ખાલી હતું.
ગાંગુલી ICC બોર્ડમાં ડાયરેક્ટર તરીકે કામગીરી યથાવત રાખશે
- સૂત્રો અનુસાર બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલી ICC બોર્ડમાં ડાયરેક્ટર તરીકે કામગીરી યથાવત રાખશે. તેમની ગેરહાજરીમાં સેક્રેટરી જય શાહ આ પદની જવાબદારી સંભાળશે.
- શાહ ICCમાં ભારતના રિપ્રેઝન્ટેટિવ પણ હશે. તે ICCની ચીફ એક્ઝિક્યુટિવ મીટિંગમાં બોર્ડનું પ્રતિનિધિત્વ કરશે.
વર્લ્ડ કપમાં ટેક્સમાં છૂટ આપવા બાબતે પણ કેન્દ્ર સરકાર સાથે થશે વાત
- BCCI સેક્રેટરી જય શાહ અને ટ્રેઝરર અરુણ ધૂમલ કેન્દ્ર સરકાર સાથે ICC T-20 વર્લ્ડ કપ 2021 અને 2023 વનડે વર્લ્ડ કપ માં ટેક્સમાં છૂટ આપવા બાબતે વાત કરશે. બંને વર્લ્ડ કપની યજમાની ભારત કરશે.
ક્રિકેટર્સનો ઇનશોયરન્સ કવર વધારીને 10 લાખ રૂપિયા સુધીનો કર્યો
- BCCIએ ક્રિકેટર્સનો ઇનશોયરન્સ કવર 5 લાખથી વધારીને 10 લાખ રૂપિયાનો કરી દીધો છે.
- સાથે જ બોર્ડે અમ્પાયર્સ, મેચ રેફરી અને સ્કોરર્સની રિટાયરમેન્ટ ઉંમર 55થી વધારીને 60 વર્ષની કરી દીધી છે.
ફર્સ્ટ ક્લાસ ખેલાડીઓને વળતર અપાશે, સૈયદ મુસ્તાક અલીથી ડોમેસ્ટિક સીઝન શરૂ
- બોર્ડે કહ્યું કે કોરોનાને કારણે આ વખતે ડોમેસ્ટિક સીઝનને અસર થઈ હતી. અમે તમામ ફર્સ્ટ ક્લાસ પ્લેયર્સને આ માટે વળતર આપીશું.
- જાન્યુઆરીમાં સૈયદ મુસ્તાક અલી T-20 ટૂર્નામેન્ટ દ્વારા ડોમેસ્ટિક સીઝન ફરીથી શરૂ થશે. આ ટૂર્નામેન્ટ બાયો-બબલમાં રમવામાં આવશે.
- અમદાવાદમાં સૈયદ મુસ્તાક અલી ટ્રોફી 2020-21ની નોકઆઉટ મેચો રમવામાં આવશે.
- જ્યારે આ ટૂર્નામેન્ટની ગ્રુપ મેચો બેંગલુરુ, કોલકાતા, વડોદરા, ઇન્દોર, મુંબઈ અને ચેન્નાઈ ખાતે રમવામાં આવશે.
- આ દરેક સ્થળોએ ટીમ બાયો-બબલમાં રહેશે. 38 ટીમોને 5 એલાઇટ ગ્રુપ અને એક પ્લેટ ગ્રુપમાં વહેંચવામાં આવી છે.
સૈયદ મુસ્તાક અલીનો શેડ્યૂલ
- સૈયદ મુસ્તાક અલી ટૂર્નામેન્ટની શરૂઆત 10 જાન્યુઆરીએ થશે.
- 26 અને 27 જાન્યુઆરીએ ક્વૉર્ટર-ફાઇનલ, 29 જાન્યુઆરીએ સેમી-ફાઇનલ અને 31 જાન્યુઆરીએ ફાઇનલ રમવામાં આવશે.
[:]
Be the first to comment on "[:en]BCCIની 89મી AGMમાં નિર્ણય: IPLમાં 2022થી ગુજરાતની ટીમ રમશે, ટૂર્નામેન્ટમાં 8ની જગ્યાએ 10 ટીમ ભાગ લેશે; બોર્ડ 2028માં ઓલિમ્પિકમાં ક્રિકેટના સમાવેશ માટે પણ સહમત[:]"