9.37 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં 29 હજાર 917 દર્દી વધ્યા, આ એક દિવસનો સૌથી મોટો આંકડો


  • મંગળવારે કોરોનાનાથી 587 લોકોના મોત થયા, અત્યાર સુધી 24,315 લોકોના મોત
  • મહારાષ્ટ્રમાં સૌથી વધુ 6741 દર્દી વધ્યા અને 213 લોકોના મોત

દિવ્ય ભાસ્કર

Jul 15, 2020, 09:46 AM IST

નવી દિલ્હી. દેશમાં સંક્રમિતોની સંખ્યા 9 લાખ 37 હજાર 487 થઈ ગઈ છે. અત્યાર સુધી 5 લાખ 93 હજાર 80 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 3 લાખ 19 હજાર 703 લોકોની સારવાર ચાલી રહી છે. 24 હજાર 315 લોકોના મોત થયા છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે.
મંગળવારે દેશમાં 29 હજાર 917 દર્દી વધ્યા હતા. જે એક દિવસનો સૌથી મોટો આંકડો છે. આ પહેલા 13 જુલાઈ સૌથી વધુ 28 હજાર 178 કેસ સામે આવ્યા હતા. તો આ તરફ દિલ્હીમાં સ્થિતિ સારી થઈ રહી છે. એક મહિનામાં દિલ્હીમાં સાજા થતા દર્દીઓ 44% વધી ગયા છે. 

રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃ રાજ્યમાં મંગળવારે એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 798 સંક્રમિત મળ્યા હતા. પહેલી જુલાઈએ અહીંયા 268 સંક્રમિત મળ્યા હતા. હવે આ સંખ્યા લગભગ ત્રણ ગણી થઈ ગઈ છે. ભોપાલમાં પણ હાલાત ઠીક નથી. હવે અહીંયા કુલ સંક્રમિતોની સંખ્યા 3693 થઈ ગઈ છે. એટલે કે પહેલા 2 હજાર દર્દી 80 દિવસમાં મળ્યા તો તેના પછી 2 હજાર દર્દી માત્ર 35 દિવસમાં મળ્યા.

મહારાષ્ટ્રઃ મુંબઈમાં મંગળવારે 954 કેસ નોંધાયા હતા. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા 22 હજાર 828 થઈ ગઈ છે. મુંબઈમાં છેલ્લા 48 કલાકમાં 70થી વધુ દર્દીઓના મોત થયા હતા આ સાથે મૃતકોનો આંકડો 5402 પર પહોંચી ગયો છે.

ઉત્તરપ્રદેશઃ રાજ્યમાં સૌથી વધુ 1591 કોરોના એક્ટિવ દર્દી રાજધાની લખનઉમાં છે. ગાઝિયાબાદ બીજા નંબરે છે. અહીંયા 1295 એક્ટિવ દર્દી છે. નોઈડા 851 દર્દી સાથે ત્રીજા નંબરે છે. કાનપુર નગરમાં 687, ઝાંસીમાં 496, મેરઠમાં 474, વારાણસીમાં 451 એક્ટિવ દર્દી છે.

રાજસ્થાનઃ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 25 હજાર પાર કરી ગયો છે. જયપુર અને જોધપુરમાં કુલ દર્દીઓની સંખ્યા 4 હજારથી વધુ થઈ ગઈ છે. જયપુરમાં 4002 તો જોધપુરમાં 4052 દર્દી થયા છે. જોધપુરમાં મંગળવારે સૌથી વધુ 128 નવા કેસ આવ્યા છે. રાજસમંદમાં બે, અજમેર, અલવર, જયપુરમાં એક એક દર્દીના મોત થયા છે. જ્યારે એક અન્ય રાજ્યનો હતો.
બિહારઃ રાજ્યમાં મંગળવારે પહેલી વખત 10 હજારથી વધુ ટેસ્ટ કરાયા. 1400થી વધુ દર્દી મળ્યા એટલે કે પોઝિટિવ રેટ 14%ની આસપાસ રહ્યો. પટનાની ભાજપ ઓફિસમાં એક સાથે 24 લોકો પોઝિટિવ મળ્યા હતા. અહીંયા 110 લોકોના ટેસ્ટ કરાયા હતા. તો આ તરફ ગૃહ વિભાગના મુખ્ય સચિવ આમિર સુબહાની પોઝિટિવ મળી આવ્યા છે.

1 Trackbacks & Pingbacks

  1. 9.37 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં 29 હજાર 917 દર્દી વધ્યા, આ એક દિવસનો સૌથી મોટો આંકડો -

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: