7 વર્ષ નાના રોહનપ્રીતને નેહા કક્કરે લાઈફ પાર્ટનર બનાવ્યો, આ સેલેબ્સ કપલ વચ્ચે પણ 25થી 15 વર્ષનો એજ ગેપ છે


17 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પ્લેબેક સિંગર નેહા કક્કરે સિંગર રોહનપ્રીત સાથે દિલ્લીમાં લગ્ન કરી લીધા છે. છેલ્લા ઘણા સમયથી બંને લગ્નને કારણે ચર્ચામાં હતા. નેહા અને રોહનપ્રીતની ઉંમરમાં 7 વર્ષનો એજ ડિફરન્સ છે. નેહાની ઉંમર 32 વર્ષ છે અને રોહનપ્રીત 25 વર્ષનો છે. બંને વચ્ચેના આ એજ ગેપને લઈને સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચા થઇ રહી છે.

જોકે, નેહા- રોહનપ્રીત પહેલાં પણ ઘણા બોલિવૂડ કપલ્સ છે જે એજ ગેપને કારણે ચર્ચામાં રહ્યા. નજર કરીએ આવા કપલ્સ પર..

મિલિન્દ સોમણ- અંકિતા કુંવર

55 વર્ષીય એક્ટર મિલિન્દ સોમણે 21 એપ્રિલ, 2017ના રોજ પોતાનાથી 25 વર્ષ નાની ગર્લફ્રેન્ડ અંકિતા કુંવર સાથે લગ્ન કર્યાં. અંકિતા મિલિન્દની બીજી પત્ની છે. મિલિન્દે જુલાઈ 2006માં ફ્રેન્ચ એક્ટ્રેસ માયલેન જમ્પાનોઇ સાથે લગ્ન કર્યાં હતાં. ત્રણ વર્ષ સાથે રહ્યા બાદ કપલે 2009માં ડિવોર્સ લઇ લીધા. મિલિન્દ દોઢ વર્ષથી અંકિતાને ડેટ કરી રહ્યા હતા. અંકિતા સાથે તેની મુલાકાત એક નાઈટ ક્લબમાં થઇ હતી.

કરીના કપૂર અને સૈફ અલી ખાન

કરીનાથી 10 વર્ષ મોટા સૈફે તેની સાથે 2012માં કોર્ટ મેરેજ કર્યાં હતાં. કરીના 40 વર્ષની છે અને સૈફ 50 વર્ષનો છે. એક ઇન્ટરવ્યૂમાં સૈફ-કરીનાએ એજ ગેપ પર કહ્યું હતું કે તેમને આનાથી કોઈ ફરક પડતો નથી કારણકે તેમનું બોન્ડિંગ સ્ટ્રોંગ છે. બંને ટૂંક સમયમાં બીજીવાર માતાપિતા બનવાના છે. આ પહેલાં 2016માં બંને તૈમુરના પેરેન્ટ્સ બન્યા હતા જે ડિસેમ્બરમાં 4 વર્ષનો થઇ જશે.

પ્રિયંકા ચોપરા- નિક જોનસ

પ્રિયંકાએ ઇન્ટરનેશનલ સિંગર નિક જોનસ સાથે 2018માં લગ્ન કર્યાં અને બધાને ચકિત કરી દીધા હતા. 37 વર્ષીય પ્રિયંકાએ જ્યારે 10 વર્ષ નાના નિકને લાઈફ પાર્ટનર બનાવ્યો તો તેને ઘણી નિંદાનો પણ સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયા પર તેને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો હતો પરંતુ આ બધી વાતોને ગણકાર્યા વગર હાલ પ્રિયંકા અમેરિકામાં નિક સાથે સુંદર લગ્નજીવન પસાર કરી રહી છે.

શાહિદ કપૂર- મીરા રાજપૂત

39 વર્ષીય શાહિદ કપૂરની પત્ની મીરા તેનાથી 14 વર્ષ નાની છે. મીરા 25 વર્ષની છે. બંનેનાં 2015માં અરેન્જ મેરેજ થયાં હતાં. હાલ બંને બે બાળકોનાં પેરેન્ટ્સ બની ચૂક્યા છે.

સુષ્મિતા સેન- રોહમન શોલ

44 વર્ષીય એક્ટ્રેસ સુષ્મિતા સેન એક્ટિંગથી વધુ તેના લવ અફેરને કારણે ચર્ચામાં રહી છે. તે 15 વર્ષ નાના મોડલ રોહમન શોલને ડેટ કરી રહી છે. 29 વર્ષીય રોહમન અને સુષ્મિતા લિવ ઈનમાં રહે છે. બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર વર્કઆઉટ કરતા ફોટો- વીડિયો શેર કરતા રહે છે.

રણબીર કપૂર- આલિયા ભટ્ટ

38 વર્ષીય રણબીર કપૂર 10 વર્ષ નાની આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યો છે. બંને પહેલીવાર સોનમ કપૂરનાં લગ્નમાં એકસાથે દેખાયાં હતાં. ત્યારબાદ તેઓ અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે કામ કરતા ક્લોઝ થયા.

1 Trackbacks & Pingbacks

  1. 7 વર્ષ નાના રોહનપ્રીતને નેહા કક્કરે લાઈફ પાર્ટનર બનાવ્યો, આ સેલેબ્સ કપલ વચ્ચે પણ 25થી 15 વર્ષનો એજ ગે

Leave a comment

Your email address will not be published.


*