[:en]7 રાજ્યોના ખેડૂતો સાથે મોદીની ચર્ચા: PMએ પૂછ્યું- કંપનીઓ આદુ લે છે કે જમીન પણ લઈ લે છે, ખેડૂતોએ કહ્યું- જમીન જવા જેવી કોઈ વાત જ નથી[:]

[:en]

  • Gujarati News
  • National
  • PM Asked Companies Take Ginger Or Even Land, Farmers Said There Is No Such Thing As Land

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હીએક મિનિટ પહેલા

  • કૉપી લિંક

દિલ્હી બોર્ડર પર 30 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશના 7 રાજ્યોના ખેડૂતો સાથે ચર્ચા કરી. તેમણે ખેડૂતો સાથે કૃષિ કાયદા, ખેતીની રીત, તેના ફાયદા-નુકસાન, કંપનીઓના એગ્રીમેન્ટ જેવા ઘણા મુદ્દાઓ પર વાત કરી. ખેડૂતોને પુછ્યું કે કંપનીઓ તેમની પાસેથી ચીજો લઈ જાય છે કે જમીન પણ લઈ જાય છે. જવાબમાં ખેડૂતોએ કહ્યું કે જમીનની તો કોઈ ચર્ચા જ થતી નથી. એગ્રીમેન્ટથી અમને ફાયદો થઈ રહ્યો છે. વાંચો મોદીની 7 ખેડૂતો સાથેની વાતચીત…

1. ગગન પેરિંગ(અરુણાચલ પ્રદેશ)
મોદીઃ જય હિંદ, તમને આટલે દૂર જે કિસાન સમ્માન નિધીના પૈસા મળે છે, તેનો તમે કઈ રીતે ઉપયોગ કરો છો?
ખેડૂતઃ પીએમ ફન્ડમાંથી મળેલા પૈસામાંથી ઓર્ગેનિક ફાર્મિંગ શરૂ કર્યું અને ફાર્મિંગ પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન બનાવ્યું. મારી સાથે 446 ખેડૂતો જોડાયા છે. ઓર્ગેનિક આદુ ઉગાડીએ છીએ.
મોદીઃ તેના માટે માર્કેટ મળી જાય છે?
ખેડૂતઃ દિલ્હી, બેંગલુરુમાં વેપાર કરી રહ્યાં છીએ.
મોદીઃ તમે જે કંપની સાથે જોડાયા છો, તે આદુ જ ખરીદે છે કે જમીન પણ ઉઠાવીને લઈ જાય છે?
ખેડૂતઃ એવું બનતુ નથી. અમે કંપની સાથે પ્રોડક્ટ લઈ જવા અંગેના એગ્રીમેન્ટ કર્યા છે. જમીન વિશે કોઈ જ વાત હોતી નથી.
મોદીઃ આજે તમે આટલે દૂર અરુણાચલથી કહી રહ્યાં છો કે તમારી જમીન સુરક્ષિત છે. જોકે કેટલાક લોકો અહીં ભ્રમ ફેલાવી રહ્યાં છે કે કોન્ટ્રાક્ટ કરનારા ખેડૂતોની જમીન લઈ લેવામાં આવશે. જુવો લોકો કેટલું જુઠ્ઠાણું ફેલાવી રહ્યાં છે.

2. નવીન ઠાકુર(ઓરિસ્સા)
મોદીઃ નવીનજી, જય જગન્નાથ. તમને કઈ રીતે આ યોજનાથી લાભ થયો એ વિશે જણાવો?
ખેડૂતઃ મેં આ પૈસા ખાતર, વીજળી, જતુંનાશકમાં વાપર્યા હતા. પશુપાલન માટે પણ યોજના બનાવી રહ્યો છું.
મોદીઃ ભારત સરકાર એક કિસાન ક્રેડિત કાર્ડ આપે છે? તે વિશે જાણો છો? શું તમને કિસાન ક્રેડિટ કાર્ડ મળ્યું?
ખેડૂતઃ 12 માર્ચ 2019ના રોજ કિસાન ક્રેડિટ કાર્ડ મળ્યું. મેં 4 ટકા પર 27 હજારની બેન્કમાંથી લોન લીધી છે. સાહુકાર પાસેથી 20 ટકા પર લોન મળતી હતી. લોનના પૈસાના કારણે મારા જીવનમાં સુધારો થયો છે.
મોદીઃ તમારી પાસે કેટલી જમીન છે ?
ખેડૂતઃ મારી પાસે એક એકર જમીન છે. તેમા અનાજ ઉગાડી રહ્યો છું. બીજું પણ કેટલુંક ઉગાડવા માંગુ છું.
મોદીઃ આપણે હિમ્મતથી કામ શરૂ કરવું જોઈએ. અટલજીની સરકારે ખેડૂતોને સસ્તી લોન આપવાની શરૂઆત કરી હતી, અમે આ કામને આગળ વધારી રહ્યાં છીએ. નાના ખેડૂતોની મદદ માટે કામ કરી રહ્યાં છીએ. નાના ખેડૂતોને સમજાવો ક્રેડિટ કાર્ડ લઈને સસ્તી લોન લો. પરિવાર અને ખેતી માટે કામ કરો.

3. હરિ સિંહ(હરિયાણા)
મોદીઃ તમારી ખેતી વિશે જણાવો ?
ખેડૂતઃ હું ફતેહાબાદના નાઢુડીનો રહેવાસી છું. અમે ચાર ભાઈઓ 40 એકરમાં ખેતી કરીએ છીએ. પરિવારમાં 15 લોકો છે. 35 વર્ષથી ખેતી કરી રહ્યો છું.
મોદીઃ પિતાજીની પાસે તો ઘણી જમીન હશે, જે હવે ભાઈઓમાં વહેંચાઈ ગઈ હશે ? હવે શું સ્થિતિ છે ?
ખેડૂતઃ ના કોઈ વહેંચણી થઈ નથી. બધા એક સાથે જ રહીએ છીએ.
મોદીઃ આ તમે સારો રસ્તો કાઢ્યો છે. મોટાભાગના ઘરોમાં એકથી બીજી, બીજીમાંથી ત્રીજી પેઢી આવતા-આવતા તો જમીન ખૂબ જ ઓછી થઈ જાય છે. તમે આટલા વર્ષોથી ખેતીમાં છો. દેશના ખેડૂતોને જણાવો કે તમે શું નવું કરી રહ્યાં છો.
ખેડૂતઃ પહેલા હું માત્ર ચોખાની જ ખેતી કરતો હતો, જોકે હવે હું શાકભાજી પણ કરું છું. પહેલા 2 એકરમાં શાકભાજી કર્યા, પછી 2 એકરમાં કર્યા, હવે 10 એકરમાં શાકભાજી કરું છું. મેં 3 એકરમાં લીંબુ અને 7 એકરમાં જામફળ વાવ્યા છે.
મોદીઃ તમારો તમામ સામાન દિલ્હીમાં વેચાઈ જાય છે?
ખેડૂતઃ અમે સામાનને લોકલ મંડી, નાની-નાની મંડીઓમાં વેચીએ છીએ.
મોદીઃ તમને પુરા પૈસા મળે છે?
ખેડૂતઃ પહેલા કરતા સારા પૈસા મળે છે.
મોદીઃ નવી-નવી ચીજો લાવીને સારુ યોગદાન આપશો. જમીનમાં અલગ-અલગ પાકો લેવાથી તમારી તાકાત પણ વધશે.

4. ગણેશ ભોંસલે(મહારાષ્ટ્ર)
મોદીઃ ગણેશજી, તમારી પાસે કેટલી જમીન છે?
ખેડૂતઃ હું લાતૂરના માતુલાનો રહેવાસી છું. 3 હેકટ્ર જમીન છે. તેમાં તુવેર, સોયાબીન ઉગાડું છું.
મોદીઃ પહેલા શું કરતા હતા?
ખેડૂતઃ ખેતીનું જ કામ કરતો હતો, સોયાબીન, તુવેર, ચણા.
મોદીઃ ખેતી સિવાય પણ કઈ કરો છો?
ખેડૂતઃ 9 ગાય અને 13 ભેંસ છે. દૂધ વેચીને પૈસા મળે છે, તેના પૈસા પણ ખેતીમાં વાપરું છું.
મોદીઃ સાચું કહેજો ખેતીમાં વધુ કમાણી થાય છે કે પશુપાલનમાં?
ખેડૂતઃ ખેતી અને પશુપાલન બંનેથી કમાણી થાય છે. પશુપાલનથી મળતા દૂધનો ઉપયોગ પોતે પણ કરીએ છીએ અને તેનું વેચાણ પણ કરીએ છીએ.
મોદીઃ પાક વીમા યોજનાનો લાભ લીધો છે?
ખેડૂતઃ ઘણા વર્ષોથી આ યોજના સાથે જોડાયેલો છું. 2019માં પીએમ પાક યોજનાનો લાભ લીધો. 2580 રૂપિયા પ્રીમયમ ભર્યું. વરસાદમાં સોયાબીન ખરાબ થઈ ગયું હતું, યાજનાના કારણે મને 54 હજાર 315 રૂપિયા મળ્યા. મારા જેવા ઘણા ખેડૂતો પાક વીમા યોજના સાથે જોડાયેલા છે.
મોદીઃ મને ખૂબ આનંદ થયો. તમને અભિનંદન આપું છું.

5. મનોજ પાટીદાર(મધ્યપ્રદેશ)
મોદીઃ મનોજજી, તમારા વિશે જણાવો?
ખેડૂતઃ હું ધારના ચિકલિયાનો રહેવાસી છું. મારા પરિવારામાં 6 લોકો છે. હું 10 સુધી ભણ્યો છું. અમદાવાદ અને મુંબઈમાં પણ ભણ્યો છું. 6 હેક્ટરમાં ખેતી કરું છું. ઘઉં, ચણા, વટાણા, સોયાબીનની ખેતી કરું છું.
મોદીઃ સરકારની કઈ યોજનાનો લાભ મળ્યો?
ખેડૂતઃ 5 વખત કિસાન સમ્માન નિધિથી 10 હજાર રૂપિયાની રકમ મળી, જેનો ખેતીમાં ઉપયોગ કર્યો. ટાઈમે-ટાઈમે પેમેન્ટ આવ્યું, તેનો ફાયદો થયો.
મોદીઃ નવો કાયદો આવ્યા પછી ખેતીમાં જે ફેરફાર આવશે, તેને તમે સમજી શકો છો?
ખેડૂતઃ નવા કૃષિ કાયદાના કારણે અમને નવો વિકલ્પ મળ્યો. પહેલા મંડીનો જ વિકલ્પ હતો, હવે ખાનગી વેપારી કે અન્ય સંસ્થાનને પણ માલ વેચી શકીશું. મેં સોયા ચૌપાલને સોયાબીન વેચ્યું છે. તેની ખાસયિત એ છે કે એક દિવસ પહેલા જ તેનો ભાવ જાણવા મળી જાય છે. કાંટાની સામે જ ખબર પડે છે. પેમેન્ટ તાત્કાલિક મળી જાય છે. નવા કાયદાથી હું સંતુષ્ટ છું. મારા વિસ્તારમાં ઘણા ખેડૂતો તેનો ફાયદો ઉઠાવી રહ્યાં છે.
મોદીઃ કેટલાક નેતાઓ પોતાનો એજન્ડા બીજા પર થોપી રહ્યાં છે. તેમનું કહેવું છે કે કંપની વાળા દંગો આપી શકે છે. તે વિશે શું કહેશો ?
કિસાનઃ કંપનીઓ વાળા બધું જ સામે કરે છે. તેઓ સામે જ કહે છે કે આમાં આટલી માટી છે. આ બધુ કાઢીને લઈ આવો. જંગલી પશુઓ અમારી ખેતીને નુકસાન કરે છે. તેનો પણ હલ શોધો.

6. એસ સુબ્રમણિ(તમિલનાડુ)
મોદીઃ તમારી ખેતી વિશે જણાવો.
ખેડૂતઃ મારું નામ સુબ્રમણિ છે. પરિવારમાં 4 સભ્યો છે, બે પુત્ર અને પત્ની ભેગા થઈને 4 એકરમાં ખેતી કરીએ છીએ.
મોદીઃ પાણીની ત્યાં સ્થિતિ ખરાબ છે?
ખેડૂતઃ પહેલા પાણીની અછતના કારણે એક એકરમાં જ ખેતી કરી શકતો હતો. તે પછી મને કૃષિ અધિકારીઓએ ડ્રિપ ઈરિગેશનની સલાહ આપી. 1.33 લાખની સહાયતા મળી. તેનાથી ઘણો ફાયદો થયો. સમગ્ર જમીન પર સિંચાઈ કરી શકું છું. 1.4 લાખ કમાઈ શકું છું.
મોદીઃ તમે કમાણી તો કરી, સાથે જ પાણી બચાવીને માનવ સેવા પણ કરી. તમારી આવક પણ વધી અને જમીનનો ઉપયોગ પણ થયો.

7. રામગુલાબ(ઉતરપ્રદેશ)
ખેડૂતઃ મહારાજગંજમાં દોઢ એકરમાં ખેતી કરું છું. અનાજ, શાકભાજી ઉગાડું છું. 10 સભ્યોનો પરિવાર છે.
મોદીઃ નાની જમીનમાંથી આટલા મોટા પરિવારનું ભરણપોષણ કરી રીતે કરો છો?
ખેડૂતઃ અમે FPOની રચના કરી છે. તેમાં 100 ખેડૂત છે. ખેતી બધાની સાથે મળીને કરીએ છીએ. હાલ શંક્કરીયાની ખેતી કરી રહ્યાં છીએ. અમદાવાની કંપનીને 10 ટન આપવાનો એગ્રીમેન્ટ કર્યો છે.
મોદીઃ FPOમાં નાના ખેડૂતો છે કે મોટા ?
ખેડૂતઃ બધા નાના-નાના ખેડૂતો છે.
મોદીઃ અમદાવાદની કંપની તમારી પાસેથી માલ ખરીદી રહી છે, તો શું તમને ફાયદો થઈ રહ્યો છે ?
કિસાનઃ લોકલ બજારમાં મને 15 રૂપિયા મળતા હતા, આ કંપની અમને કિલોના 25 રૂપિયા આપશે. કંપની અમારા ઘરેથી લઈ જશે. અમારે ભાડું પણ આપવાનું નથી.
મોદીઃ તેનાથી જમીન તો જશે નહિને ?
ખેડૂતઃ જમીન જવા જેવી કોઈ વાત જ નથી.
મોદીઃ અહીં તો જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું, જોકે જ્યારે તમારા જેવા લોકો સાથે વાત કરીએ છે તો ભરોસો વધે છે.

[:]

Be the first to comment on "[:en]7 રાજ્યોના ખેડૂતો સાથે મોદીની ચર્ચા: PMએ પૂછ્યું- કંપનીઓ આદુ લે છે કે જમીન પણ લઈ લે છે, ખેડૂતોએ કહ્યું- જમીન જવા જેવી કોઈ વાત જ નથી[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: