[:en]64મો જન્મદિવસ: રીના રોયનું શત્રુધ્ન સિંહા સાથે 7 વર્ષ સુધી અફેર ચાલ્યું હતું, બ્રેકઅપ પછી પાકિસ્તાની ક્રિકેટર સાથે લગ્ન કર્યાં હતાં[:]

[:en]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ18 મિનિટ પહેલા

  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ રીના રોય 64 વર્ષના થયા છે. તેમનો જન્મ સાત જાન્યુઆરી, 1957માં મુંબઈમાં થયો હતો. રીનાનું સાચું નામ સાયરા અલી હતું. 1972થી 1985 સુધી તેઓ બોલિવૂડમાં એક્ટિવ રહ્યાં હતાં.

રીનાએ ફિલ્મી કરિયરમાં ‘જાની દુશ્મન’, ‘નાગિન’, ‘કાલીચરણ’, ‘વિશ્વનાથ’, ‘આશા’ સહિત ઘણી ફિલ્મમાં કામ કર્યું છે. રીનાની પ્રોફેશનલ લાઈફને બદલે અંગત જીવનની ચર્ચા વધુ થતી હતી. બોલિવૂડમાં જે સમયે રીના કરિયરની ટોચ પર હતાં તે જ સમયે તેમનું અફેર શત્રુધ્ન સિંહા સાથે ચાલતું હતું.

શત્રુધ્નની પત્નીને અફેર અંગે ખબર હતી
9 જુલાઈ, 1980ના રોજ શત્રુધ્ન સિંહાએ પૂનમ સાથે લગ્ન કર્યાં હતાં. આ સમયે શત્રુધ્નનું નામ રીના રોય સાથે ચર્ચાતુ હતું. એક ઈન્ટરવ્યૂમાં શત્રુધ્ને કહ્યું હતું કે રીના સાથે તેમના સંબંધો સાત વર્ષ સુધી રહ્યાં હતાં. બંનેએ આ સમયે ઘણી ફિલ્મમાં કામ કર્યું હતું અને તેમની જોડી ચાહકોને ઘણી જ પસંદ હતી.

અન્ય એક ઈન્ટરવ્યૂમાં શત્રુધ્ન સિંહાની પત્ની પૂનમે એવો ઘટસ્ફોટ કર્યો હતો કે તેને પતિ તથા રીના વચ્ચેના અફેર અંગેની બધી જ ખબર હતી. જ્યારે તેને અફેર અંગે ખબર પડી ત્યારે તે બંનેના જીવનથી દૂર થઈ ગયા હતા. જોકે, શત્રુધ્ન એવી યુવતી સાથે લગ્ન કરવા નહોતા માગતા, જેના પર તે વિશ્વાસ ના કરતા હોય. તેને ખ્યાલ હતો કે લગ્ન બાદ પણ બંને વચ્ચે અફેર રહ્યું હતું.

ન્યૂઝપેપર તથા મેગેઝિનમાં શત્રુધ્ન તથા રીનાના અફેર અંગેના સમાચારો છપાય ત્યારે પૂનમને ઘણું જ દુઃખ થતું હતું. શત્રુધ્ન સામે એ મુશ્કેલી હતી કે તે પ્રેમ કે લગ્નમાંથી કોની પસંદગી કરે. શત્રુધ્ન તથા પૂનમના પરિવારે એક્ટરને સમજાવ્યો હતો અને પછી શત્રુધ્ને રીનાનો સાથ છોડ્યો હતો.

એક ઈન્ટરવ્યૂમાં શત્રુધ્ને કહ્યું હતું, ‘રીના સાથે મારો અંગત સંબંધ રહ્યો હતો. લોકો કહે છે કે લગ્ન બાદ રીના પ્રત્યેની મારી ફીલિંગ બદલાઈ ગઈ હતી. જોકે, મારા મતે તો તે વધી ગઈ હતી. હું નસીબદાર છું કે તેમણે તેમના જીવનના સાત વર્ષ મને આપ્યા હતા.’ ઉલ્લેખનીય છે કે પૂનમ તથા શત્રુને બે દીકરાઓ લવ-કુશ તથા દીકરી સોનાક્ષી છે.

સોનાક્ષીની તુલના રીના રોય સાથે કરવામાં આવતી હતી
સોનાક્ષીએ ફિલ્મ ‘દબંગ’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ સમયે એવી ચર્ચા થતી હતી કે સોનાક્ષીનો ચહેરો શત્રુધ્ન સિંહાની પૂર્વ પ્રેમિકા રીના રોય સાથે મળતો આવે છે.

સોનાક્ષીનો ચહેરો પોતાના ચહેરા સાથે મળતો આવતો હોવાની ચર્ચાથી રીના રોયે એક પ્રેસ કોન્ફરન્સમાં આ વાતોને પાયાવિહોણી ગણાવી હતી અને કહ્યું હતું કે સોનાક્ષીનો ચહેરો તેની માતા પૂનમ સાથે મળતો આવે છે. રીના રોયે પાકિસ્તાની ક્રિકેટર મોહસિન ખાન સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નથી દીકરી સનમ જન્મી હતી. જોકે, રીના રોયે મોહસિન ખાનને ડિવોર્સ આપી દીધા હતા.

[:]

Be the first to comment on "[:en]64મો જન્મદિવસ: રીના રોયનું શત્રુધ્ન સિંહા સાથે 7 વર્ષ સુધી અફેર ચાલ્યું હતું, બ્રેકઅપ પછી પાકિસ્તાની ક્રિકેટર સાથે લગ્ન કર્યાં હતાં[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: