[:en]
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈ8 મિનિટ પહેલા
- કૉપી લિંક
અનિલ કપૂર 24 ડિસેમ્બરના રોજ 64 વર્ષના થયા. અનેક હિટ ફિલ્મમાં કામ કરનાર અનિલની લવ સ્ટોરી ઘણી જ ઈન્ટરેસ્ટિંગ છે. તેમણે સુનીતા સાથે 19 મે, 1984માં લગ્ન કર્યાં હતાં. આ વર્ષે અનિલ કપૂરે 36મી વેડિંગ એનિવર્સરી પર લવસ્ટોરી શૅર કરી હતી. અનિલ કપૂરે લગ્નની કેટલીક તસવીર પણ શૅર કરી હતી.
લગ્ન ટાળતો હતો

અનિલ કપૂરે કહ્યું હતું, ‘મેં મારી પ્રેમિકા સુનીતાને પ્રપોઝ કર્યું હતું અને મારી પત્ની બનવા અંગે પૂછ્યું હતું. અમારા લગ્નમાં ઘણી અડચણો આવી હતી, કારણ કે મારે ખાતરી કરવી હતી કે હું તેની પૂરતી કાળજી લઈ શકું. તેણે જે સપનાઓ જોયા છે, તે તમામ પૂરા કરી શકું. મારે ઘર ખરીદવું હતું અને તેને માટે રસોઈયો પણ રાખવો હતો. હું બસ તેના માટે કાબેલ થવા ઈચ્છતો હતો.’
દુલ્હન બનેલી સુનીતાને જોઈ અનિલ કપૂરની આંખોમાંથી અશ્રુ આવ્યા

‘તમામ વિષમતાઓની વચ્ચે 19મેના રોજ અમારા લગ્ન થયા. મને હજી પણ યાદ છે કે જ્યારે હું લગ્નના દિવસે તેના ઘરમાં પ્રવેશ્યો ત્યારે મેં મારી દુલ્હને જોઈ. તે હસી રહી હતી અને મારી આંખમાં આંસુ હતાં. ખુશીના આંસુ હતાં પરંતુ હું નર્વસ પણ બહુ જ હતો. મારા લગ્નનો દિવસ હતો. અમારા લગ્નનું આયોજન થયું અને તરત જ બીજા દિવસે લગ્ન કરવાનું નક્કી થયું. અમારા લગ્ન કંઈ ભવ્ય રીતે નહોતા થયાં અને અમે હનીમૂન મનાવવા માટે પણ જઈ શક્યા નહોતાં. આ વાત પર તે હજી પણ મારી મજાક કરે છે. જોકે, મારા જીવનની આ સૌથી સારી બાબત હતી. અમે લગ્ન કર્યાં અને અમારું સહજીવન શરૂ થયું.’
અનેક લોકોએ લગ્નના નિર્ણયને ખોટો ગણાવ્યો હતો
‘મને અનેક લોકોએ સમજાવ્યો હતો કે આટલી જલ્દી લગ્ન કરી લેવાથી મારી કરિયરનો અંત આવી જશે પરંતુ મને ખબર હતી કે હું તેના વગરનો એક દિવસ પણ બરબાદ કરવા માગતો નહોતો અને તેને મારા જીવનમાં ઈચ્છતો હતો. અમારા માટે ક્યારેય કરિયર અને પ્રેમ નહોતું પરંતુ અમારા માટે હંમેશાં પ્રેમ અને કરિયરને સ્થાન હતું.’

સુનીતા ખર્ચ ઉઠાવતી
સંઘર્ષના દિવસોમાં અનિલ કપૂરની પૈસા પૈસા નહોતા ત્યારે સુનીતા જ પૈસા ખર્ચ કરતી. જ્યારે બંનેની પહેલી મુલાકાત થઈ ત્યારે અનિલ કપૂર સ્ટ્રગલિંગ એક્ટર હતા તો સુનીતા જાણીતી મોડલ. સુનીતાને જોતા જ અનિલને પહેલી નજરમાં પ્રેમ થયો હતો. જોકે, અનિલને ખબર નહોતી પડતી કે તે કેવી રીતે સુનીતા પાસે પહોંચે. અંતે, મિત્રોએ અનિલ કપૂરને ટેલિફોન નંબર લઈ આપ્યો હતો. બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી.
[:]
Be the first to comment on "[:en]64મો જન્મદિવસ: અનિલ કપૂરના લગ્નમાં અડચણો આવી હતી, લગ્નના દિવસે દુલ્હનને જોઈ રડી પડ્યા હતા[:]"