52મો જન્મદિવસ: ‘મૈંને પ્યાર કિયા’માં ભાગ્યશ્રીને સલમાન કરતાં વધુ ફી મળી હતી, ફિલ્મ્સ ફ્લોપ જતાં પરિવારની મરજી વિરુદ્ધ જઈ લગ્ન કર્યાં હતાં


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈએક મિનિટ પહેલા

  • કૉપી લિંક

સલમાન ખાનની સાથે ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’થી ડેબ્યૂ કરનાર એક્ટ્રેસ ભાગ્યશ્રી 52 વર્ષની થઈ ગઈ છે. ફિલ્મ ઉપરાંત ટીવી શોમાં પણ જોવા મળેલી ભાગ્યશ્રીનો જન્મ 23 ફેબ્રુઆરી, 1969માં સાંગલીના રાજા વિજયસિંહ રાવ માધવન રાવ પટવર્ધનના ત્યાં થયો છે.

ફ્લોપ ફિલ્મ પછી લગ્ન કર્યા
1989માં આવેલી રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’થી ભાગ્યશ્રીએ સફળ ડેબ્યૂ કર્યું હતું. નવાઈની વાત એ છે કે આ ફિલ્મ માટે ભાગ્યશ્રીને 1 લાખ રૂપિયા ફી મળી હતી અને સલમાનને માત્ર 30 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. આ ફિલ્મ બાદ ‘ત્યાગી’, ‘પાયલ’, ‘ઘર આયા મેરા પરદેસી’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. જોકે, ભાગ્યશ્રીની આ તમામ ફિલ્મ ફ્લોપ રહી હતી.

19 વર્ષની ઉંમરમાં લગ્ન
ભાગ્યશ્રીએ માત્ર 19 વર્ષની ઉંમરમાં પોતાના નાનપણના મિત્ર હિમાલય દાસાની સાથે લગ્ન કર્યાં છે. ભાગ્યશ્રી તથા હિમાલય સ્કૂલમાં એકબીજાને મળ્યા હતા. બંનેના પેરેન્ટ્સ આ લગ્નના વિરોધમાં હતાં, પરંતુ બંનેએ આની પરવા કર્યા વગર લગ્ન કરી લીધા હતા. લગ્નમાં સૂરજ બરજાત્યા, સલમાન ખાન તથા નિકટના મિત્રોની હાજરીમાં મંદિરમાં લગ્ન કર્યાં હતાં.

દોઢ વર્ષ માટે પતિથી અલગ થઈ હતી
ભાગ્યશ્રીએ ગયા વર્ષે સો.મીડિયામાં એક વીડિયો શૅર કરીને કહ્યું હતું કે તે દોઢ વર્ષ માટે પતિથી અલગ થઈ ગઈ હતી. પછી તેમની વચ્ચે પેચઅપ થયું હતું. જોકે, તેને આજે પણ તે સમયને યાદ કરીને ડર લાગે છે.

ભાગ્યશ્રીએ કહ્યું હતું, ‘હા, હિમાલયજી મારો પહેલો પ્રેમ હતાં અને મેં તેમની સાથે લગ્ન કર્યા હતા. જોકે, અમારી વચ્ચે એક એવો સમય પણ આવ્યો હતો કે અમે અલગ થઈ ગયા હતા. પછી મને એ વાતનો અહેસાસ થયો કે જો જીવનમાં તે ના આવ્યા હોત તો મારા અન્ય કોઈ પણ સાથે લગ્ન થયા હોત તો શું થાત? ત્યારે મને આ સંબંધનું મહત્ત્વ સમજાયું. અમે દોઢ વર્ષ સુધી સાથે નહોતા. તે સમયને યાદ કરીને આજે પણ ડાર લાગે છે.’ ભાગ્યશ્રી તથા હિમાલયને દીકરો અભિમન્યુ તથા દીકરી અવંતિકા છે. અભિમન્યુએ માતાની જેમ બોલિવૂડમાં કરિયર બનાવી છે.

ફિલ્મમાં કિસિંગ સીન આપ્યા નથી
ભાગ્યશ્રીનો પરિવાર રૂઢીવાદી હતો, આથી તેણે પોતાની પહેલી ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’માં કોઈ પણ જાતના કિસિંગ સીન આપવાની ના પાડી દીધી હતી. ભાગ્યશ્રીના પિતાએ માત્ર ચૂડીદાર પહેરવાની પરવાનગી આપી હતી. ફિલ્મ માટે ભાગ્યશ્રીએ પહેલી જ વાર જીન્સ તથા વન પીસ ડ્રેસ પહેર્યો હતો. 2015માં એક ઈન્ટરવ્યૂમાં સલમાને કહ્યું હતું કે ભાગ્યશ્રીએ ના પાડ્યા બાદ સૂરજે કિસ સીનમાં બંને વચ્ચે કાચની દીવાલ બનાવી હતી. ફિલ્મ માટે ભાગ્યશ્રીને મનાવવા માટે સૂરજ બરજાત્યા અનેકવાર તેના ઘરે ગયો હતો.

Be the first to comment on "52મો જન્મદિવસ: ‘મૈંને પ્યાર કિયા’માં ભાગ્યશ્રીને સલમાન કરતાં વધુ ફી મળી હતી, ફિલ્મ્સ ફ્લોપ જતાં પરિવારની મરજી વિરુદ્ધ જઈ લગ્ન કર્યાં હતાં"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: