[:en]404 – Page not found – Divya Bhaskar[:]

[:en]કોરોના પછી દેશમાં હાલત હવે ઝડપથી સામાન્ય થઈ રહી છે. નિર્માણ કાર્યથી લઈ નાના ઉદ્યોગ સુધી તમામ ઝડપથી પૂર્વવત બની રહ્યાં છે. ઇનોવેશન અને કામમાં ઝડપ માટે પ્રખ્યાત ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ અને કેન્દ્રીય માર્ગ પરિવહન તથા એમએસએમઈ મંત્રી નીતિન ગડકરીએ ભાસ્કર સાથે વિશેષ વાતચીત કરી. 2021ના લક્ષ્ય અને સરકારના વિશેષ પ્રોજેક્ટ અંગે પણ વાત કરી. તેમનો ઇરાદો પ્રતિદિન 40 કિમી નેશનલ હાઈવે નિર્માણ કરવાનો છે. ગડકરી સાથે થયેલી વાતચીતના મુખ્ય અંશ-

પ્રશ્નઃ કૃષિ બિલ અંગે ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. એ અંગે તમારા મતે શું ઉકેલ હોઈ શકે?
જવાબઃ વિમાનમાં જશો તો એરલાઈન્સ કંપની ટિકિટની કિંમત નક્કી કરે છે. એ સ્થિતિમાં ખેડૂતને પાકની કિંમત અને સ્થળ નક્કી કરવાનો હક કેમ ના હોય? બીજી વાત છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગની. કોઈ આવીને કહે કે હું જમીન પણ તૈયાર કરીશ, બીજ પણ લાવીશ, ખાતર પણ નાંખીશ, તેમાંથી જે પણ મળશે તેમાંથી ખર્ચા બાદ કરી એક રકમ આપીશ.તેમાં અંબાણી કે અદાણીને જમીન વેચી કહેવાય? કોઈ રેવન્યુ રેકોર્ડ બદલાશે નહીં.

પ્રશ્નઃ ખેડૂતોને કેમ સમજાવી શકતા નથી?
જવાબઃ અમારે કારણે રાજકારણમાં ઘણા લોકો બેકાર પણ થયા છે. તેઓ ભ્રમિત કરી રહ્યાં છે. હું પૂછું છું કે કાયદામાં ખેડૂત વિરુદ્ધનું શું છે તે જણાવો તો કોઈ કશું બોલતું નથી. ક્યાંક મુશ્કેલી હોય તો તેને ઠીક કરવા તૈયાર છીએ.

પ્રશ્નઃ સરકારની દેખરેખમાં જેમ દૂધની સિસ્ટમ છે તેવી શાકભાજી-ફળો માટે કેમ બની શકતી નથી?
જવાબઃ આ એક મોડલ છે. સંતરા 12 રૂપિયે કિલો હતા ત્યારે મેં ફાર્મર પ્રોડ્યુસિંગ સોસાયટી બનાવી 6 કન્ટેનર 30 રૂપિયે કિલોના ભાવે દુબઈ મોકલ્યા હતા અને હજુ વધુ 20 કન્ટેઈનર મોકલી રહ્યાં છીએ. જો તમે અધિકાર આપશો તો ખેડૂત આ કામ કરી શકે છે. સરકાર સહયોગ આપવા તૈયાર છે. એ જ રીતે શેરડીના રસમાંથી સીધો જ ઇથિનોલ બનશે. મોલાસિસમાંથી ઇથિનોલ બનશે. આપણા દેશમાં આપણે પેટ્રોલમાં 22 ટકા ઇથિનોલ નાંખી શકીએ છીએ. આ માટે 1600 કરોડ લિટર ઇથિનોલ જોઈએ. તે પ્રતિ લિટર 65 રૂપિયાના ભાવે મળશે. આ પેટ્રોલથી પણ સસ્તું હશું.

પ્રશ્નઃ વાહન સ્ક્રેપ્ટ નીતિ ક્યાં સુધીમાં આવશે?
જવાબઃ મારા વિભાગમાંથી સ્ક્રેપ્ટ પોલિસી ક્લિયર કરી દેવાઈ છે, મને લાગે છે કે બહુ જલ્દી મંજૂરી મળી જશે અને આગામી વર્ષ એટલે કે એપ્રિલ-મેમાંથી તે આવી શકે છે.

પ્રશ્નઃ મારી કાર 20 વર્ષ જૂની છે તો શું મળશે?
જવાબઃ આગામી 5 વર્ષમાં દેશમાં વિશ્વની દરેક બ્રાન્ડ આપણે ત્યાં હશે. આપણે ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ હબ બનીશું. તેમાં જૂની કારના એલ્યુમિનિયમ, સ્ટીલ, રબર અને કોપર વગેરે રિસાઈકલ થશે. સામાન્ય વ્યક્તિને જૂની કારના બદલામાં સ્ક્રેપ્ટની વેલ્યુ મળશે.

પ્રશ્નઃ જૂનના ત્રિમાસિક ગાળામાં નેશનલ હાઈવે નિર્માણની ઝડપ પ્રતિ દિન 18 કિમીની હતી, લક્ષ્ય કરતા ઓછી છે…
જવાબઃ નેશનલ હાઈવે નિર્માણ મામલે અમે પાછળ નથી, કોવિડ જેવી વિકટ પરિસ્થિતિમાં પણ અમારી ઝડપ ઠીક હતી. ચાલુ વર્ષે માર્ચના અંતમાં અમે 30 કિમી આગળ જઈશું અને આગામી વર્ષે પ્રતિ દિન 40 કિમીની ઝડપ પકડી લઈશું. આપણા દેશમાં 5 વર્ષમાં 30 લાખ કરોડ રૂપિયાના રસ્તા બનશે. અમે 60 હજાર કિમીના હાઈવેનું નિર્માણ પાંચ વર્ષમાં પૂરું કરીશું. દિલ્હી-મુંબઈ 12 લેન્ડનો હાઈવે બની રહ્યો છે જે આગામી બે વર્ષમાં પૂરો થશે.

પ્રશ્નઃ ચારધામ પ્રોજેક્ટનો પ્રોગ્રેસ કયા સ્તરે છે, પર્યાવરણ, ભૂમિ સંપાદન વગેરે સંબંધિત કઈ મુશ્કેલી હજુ છે?
જવાબઃ 826 કિમીની યોજનામાં લગભગ 25 પ્રોજેક્ટ પૂરા થઈ ગયા છે. 15 પ્રોજેક્ટ 4થી 6 મહિનામાં પૂરા થઈ જશે. કેટલાક પ્રોજેક્ટમાં હજુ કામ શરૂ થયું નથી. સુપ્રીમકોર્ટમાં કેસ ચાલે છે. આશા છે કે આગામી 10 દિવસમાં અંતિમ ચુકાદો આવી જશે અને અમે કામ શરૂ કરી શકીશું. આજથી 1 વર્ષની અંદર ચારધામ પ્રોજેક્ટ પૂરો કરીશું. ત્યારપછી પિથૌરાગઢથી માનસરોવર સુધી જઈ શકાશે.

પ્રશ્નઃ હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ સમગ્ર દેશમાં ક્યાં સુધીમાં લાગુ થશે?
જવાબઃ તેને સુપ્રીમકોર્ટે અનિવાર્ય જાહેર કરી છે અને તમામ રાજ્યોએ પૂરું કરવાનું છે. હું આશા રાખું છું કે રાજ્ય સરકારો તે જલ્દી કરશે. જેટલું જલ્દી પૂરું થશે તેટલું દેશની સુરક્ષા માટે સારું થશે.

પ્રશ્નઃ ઇ-વ્હિકલ માટે બેટરી અને ચાર્જિંગ સ્ટેશન પડકારરૂપ છે, હાલમાં તો આ વાહન બહુ મોંઘા મળી રહ્યાં છે?
જવાબઃ આ બહુ લોકપ્રિય બની રહ્યાં છે, ઈ-બાઈક, ઈ-રિક્શા, ઈ-બસ, ઈ-કાર વધી રહી છે. તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકાર ઝડપથી કાર્ય કરી રહી છે.

પ્રશ્નઃ તમે કહ્યું હતું કે આરટીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો છે, સમગ્ર દેશમાં આરટીઓ કેવી રીતે સુધરી શકશે?
જવાબઃ અમે હમણા મોટર વાહનધારો પસાર કર્યો. જો રાજ્ય સરકારો તેને લાગુ કરશે તો પરિવહન ક્ષેત્ર ભ્રષ્ટાચારથી મુક્ત બનશે. પારદર્શકતા આવશે. લોકોને ઘર પર જ લાઈસન્સ મળશે, હવે ડ્રાઈવિંગ લાઈસન્સ પણ કોમ્પ્યુટરથી મળી શકે છે.

પ્રશ્નઃ એમએસએમઈ સેક્ટરમાં કોરોના દરમિયાન લાખો નોકરીઓ ગઈ, સરકાર ફરી રોજગારી આપવા શું કરી રહી છે?
જવાબઃ કોરોનાનું સંકટ સમગ્ર વિશ્વમાં આવ્યું છે. એમએસએમઈ માટે સરકારે સહાયતા માટે ઘણું મોટું પેકેજ આપ્યું છે. છેલ્લા ત્રણ મહિનામાં ગ્રોથ પણ સારો થયો છે. હવે જીડીપી ગ્રોથમાં એમએસએમઈ સેક્ટરનું યોગદાન 30 ટકા છે જે વધીને 40 ટકા કરવાની અમારી યોજના છે. અત્યારે 11 કરોડ જોબ એમએસએમઈ ક્ષેત્રમાં છે, આગામી 5 વર્ષમાં તેને 5 કરોડ કરવાની યોજના પર અમે કામ કરી રહ્યાં છીએ. ગ્રામોદ્યોગ જેમ કે હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ, ખાદી, મધ, વાંસ તેને પ્રોત્સાહન આપીશું. અમારો પ્રયાસ છે કે ગ્રામોદ્યોગનું ટર્નઓવર 80 હજાર કરોડથી વધારી આગામી 2 વર્ષમાં 5 લાખ કરોડનું કરવું.

પ્રશ્નઃ સરકારી કામધેનુ આયોગની ગાયના છાણની એન્ટી રેડિએશન ચીપ જેવી જાહેરાતથી સરકારની હાંસી પણ થઈ શકે છે?
જવાબઃ (વચમાં રોકતા) હું આ અંગે કશું કહી શકું નહીં. પશુપાલન મંત્રાલય અનેક નવા કાર્ય કરી રહ્યું છે, તમે તે વિભાગના મંત્રીને મળો, કેટલીક જાણકારી મને પણ છે. અમે દેશી ગાયની સારી જાતને બચાવવા કામ કરી રહ્યાં છીએ.

પ્રશ્નઃ મહારાષ્ટ્રમાં થોડા-થોડા સમયે ભાજપ દ્વારા સરકાર રચવાની વાતો આવતી રહે છે, ભાજપ રાજ્યમાં હાલની સ્થિતિમાં સરકાર બનાવવા માંગે છે?
જવાબઃ મને તેની જાણકારી નથી, હું સાત-આઠ મહિનાથી મુંબઈ પણ ગયો નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


નીતિન ગડકરી – ફાઇલ તસવીર

[:]

Be the first to comment on "[:en]404 – Page not found – Divya Bhaskar[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: