4 રાજ્યોમાં બજેટ સત્ર: UP- બિહારમાં કવિતા સાથે બજેટની શરૂઆત થઈ; અયોધ્યા માટે 300 કરોડ અને કાશી માટે 100 કરોડના ખર્ચની જોગવાઈ


  • Gujarati News
  • National
  • UP The Budget Started With Poetry In Bihar; 300 Crore For Ayodhya And Rs. 100 Crore For Kashi

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લખનઉ/પટના/ભોપાલ/રાયપુર9 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ઉત્તરપ્રદેશ સરકારના નાણાં મંત્રી સુરેશ ખન્નાએ વિધાનસભામાં પોતાની સરકારનું 5મું પૂર્ણ બજેટ 2021-22 રજૂ કર્યું. આ સત્રનું કુલ બજેટ 5 લાખ 50 હજાર 270 કરોડનું છે.

મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર અને છત્તીસગઢમાં બજેટ સત્ર શરૂ થઈ ગયું છે. દેશના સૌથી મોટા રાજ્ય UPમાં નાણાં મંત્રી સુરેશ ખન્નાએ 5.50 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું. તો આ તરફ બિહારમાં બજેટ સત્રની કાર્યવાહી શરૂ થતાં જ હોબાળો મચ્યો હતો. નેતા તેજસ્વી યાદેવે વિધાનસભામાં પેપર લીકનો મામલો ઉઠાવ્યો હતો.

જ્યારે, મધ્યપ્રદેશમાં ગૃહની કાર્યવાહી શરૂ થયા પહેલા કોંગ્રેસના ધારાસભ્યો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાના વિરોધમાં સાયકલ દ્વારા વિધાનસભા પહોંચ્યા હતા. છત્તીસગઢમાં સવારે 11 વાગ્યે બજેટ સત્ર શરૂ થયું હતુ. રાજ્યપાલ અનુસુયા ઉઇકે અભિભાષણમાં કોરોના દરમિયાન સરકારની સિધ્ધિ અને નવા નાણાકીય વર્ષમાં સરકારની દશા-દિશા અંગેની વાત કરી હતી.

ચાર રાજ્યોમાં બજેટ સત્ર

1. ઉત્તરપ્રદેશ : ગત વખત કરતાં આ વખતનું બજેટ 38 હજાર કરોડ વધુ
વિશ્વાસ હોય તો જરૂરથી રસ્તો નીકળે છે, પવન સાથે પણ ચિરાગ પ્રજ્વલિત થાય છે… આ લાઇનો પરથી યોગી સરકારના નાણાં પ્રધાન સુરેશ ખન્નાએ વિધાનસભામાં તેમની સરકારનું 5મું બજેટ 2021-22 રજૂ કર્યું. આ સત્રનું કુલ બજેટ 5 લાખ 50 હજાર 270 કરોડનું છે. જ્યારે 2020-21માં બજેટ રૂ. 5.12 લાખ કરોડનું હતું. આ વર્ષે બજેટ 38 હજાર કરોડ વધુ છે. શ્રીરામ જન્મભૂમિ મંદિર (અયોધ્યા ધામ) સુધી પહોંચવાના માર્ગ બનાવવા માટે 300 કરોડ રૂપિયાની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. જ્યારે, અયોધ્યામાં પર્યટન સુવિધાઓના વિકાસ માટે 100 કરોડ રૂપિયા આપવામાં આવશે. વારાણસીમાં પર્યટન સુવિધાઓનો વિકાસ કરવા માટે 100 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરવા માટે 2021-22 આત્મનિર્ભર ખેડૂત એકીકૃત વિકાસ યોજના ચલાવવામાં આવશે. આ યોજના માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ખેડૂત દુર્ઘટના કલ્યાણ યોજના હેઠળ 600 કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતોને મફત પીવાના પાણી માટે 700 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.

ખેડુતોને રાહત દરે પાક લોન આપવા માટે 400 કરોડની ગ્રાન્ટની જોગવાઈ છે. વડાપ્રધાન કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાઅભિયાન અંતર્ગત 2021-22માં 15હજાર સોલર પમ્પ સ્થાપિત કરવાનું લક્ષ્યાંક છે. આવતા વર્ષે યુપીમાં ચૂંટણી છે. તો સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે.

2. મધ્યપ્રદેશ : BJPના ગિરીશ ગૌતમ બિનહરીફ વિધાનસભા અધ્યક્ષ ચૂંટાયા
પ્રોટેમ સ્પીકર રામેશ્વર શર્માએ સૌ પ્રથમ સ્પીકરની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરી હતી. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૈહાણે રીવાના દેવતળાવથી 4 વખત ભાજપના ધારાસભ્ય ગિરીશે સ્પીકર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ ટેકો આપ્યો હતો. અગાઉ કોંગ્રેસના ધારાસભ્યો પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોના વિરોધમાં સાયકલ લઈને ગૃહમાં પહોંચ્યા હતા. વિધાનસભા ઊંચાઈ પર છે, તેથી કોંગ્રેસના ઘણા ધારાસભ્યોને રસ્તાની વચ્ચે સાયકલ પરથી ઉતરવું પડ્યું હતું. પૂર્વ મંત્રી પી.સી. શર્મા, જીતુ પટવારી સાયકલ પરથી ઉતરીને વાહન દ્વારા ગૃહ પહોંચ્યા હતા.

3. બિહાર : તેજસ્વી ઉઠાવ્યો મેટ્રિકની પરીક્ષામાં પેપર લીકનો મામલો
નાણામંત્રી તારકિશોર પ્રસાદે- નજરને બદલો, તો નજારો પણ બદલાઈ જાય છે. વિચાર બદલો તો સિતારા પણ બદલાઈ જાય છે…આ પંક્તિઓ સાથે બજેટ ભાષણ શરૂ કર્યું હતુ. વિધાનસભામાં કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષી નેતા તેજસ્વી યાદવે મેટ્રિકની પરીક્ષામાં પેપર લીક થવાનો મુદ્દો ઉઠાવ્યો ઉપરાંત મોંઘવારી, બેરોજગારી પર પણ સવાલો ઉઠાવ્યા હતા. આ દરમિયાન અન્ય વિપક્ષી ધારાસભ્યોએ પણ હોબાળો કર્યો હતો. વિપક્ષની મુલતવી દરખાસ્ત પણ લાવવામાં આવી હતી. અગાઉ વિપક્ષી નેતા તેજસ્વી યાદવ ટ્રેક્ટર દ્વારા વિધાનસભા પાસે પહોંચ્યા હતા, પરંતુ ટ્રેક્ટરને અંદર જવાની પરવાનગી મળી ન હતી. થોડે દૂર પગપાળા ચાલ્યા પછી, તેજસ્વી યાદવ તેમની કારમાં વિધાનસભા પરિસરમાં પહોંચ્યા.

4. છત્તીસગઢ : રાજ્યપાલે અભિભાષણમાં સરકારની ઉપલબ્ધીઓ અને નવા નાણાંકીય વર્ષમાં સરકારની દશા-દિશા પર વાત કરી
રાજ્ય ગીત સાથે વિધાનસભા સત્રની શરૂઆત થઈ હતી. વિધાનસભા અધ્યક્ષ ડો.ચરણદાસ મહંત, મુખ્યમંત્રી ભૂપેશ બધેલ અને વિપક્ષી નેતા ધરમલાલ કૌશિકે વિધાનસભા પરિસરમાં રાજ્યપાલ અનુસુયા ઉઇકેનું સ્વાગત કર્યું હતુ. તેમને ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું હતું. રાજ્યપાલના સંબોધનમાં રાજ્યપાલે કોરોના સમયગાળા દરમિયાન છત્તીસગઢ સરકારની સિદ્ધિઓ અને નવી નાણાકીય વર્ષમાં સરકારની દશા-દિશા પર વાત કરી હતી.

1 Trackbacks & Pingbacks

  1. UP- બિહારમાં કવિતા સાથે બજેટની શરૂઆત થઈ; અયોધ્યા માટે 300 કરોડ અને કાશી માટે 100 કરોડના ખર્ચની જોગવાઈ – G

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: