[:en]
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
12 મિનિટ પહેલા
- કૉપી લિંક
સિંગર અને એક્ટર દિલજિત દોસાંજ 37 વર્ષનો થઈ ગયો છે. 6 જાન્યુઆરી, 1984ના રોજ દોસાંજ કલાં ગામ, જલંધર પંજાબમાં જન્મેલા દિલજિતનું સાચું નામ દલજીત છે. પિતા બલબીર સિંહ પંજાબ રોડવેઝમાં કર્મચારી હતા, માતા સુખવિન્દર ગૃહિણી હતા.
પરિવારની આર્થિક સ્થિતિ કઈ ખાસ ન હતી. દિલજિત ભણવામાં પણ એટલો હોશિયાર ન હતો, તો સિંગિંગમાં રસ વધુ પડ્યો. તેણે લુધિયાણામાં રહીને દસ ધોરણ સુધી ભણ્યું. સ્થાનીય ગુરુદ્વારામાં ભારતીય શાસ્ત્રીય સંગીતની ટ્રેનિંગ લીધી અને કીર્તન કરવા લાગ્યો.

‘ઉડતા પંજાબ’થી બોલિવૂડમાં થઇ એન્ટ્રી
2004માં દલજીતે તેનો પહેલો આલ્બમ ‘ઇશ્ક દા ઉડા અડ્ડા’ રિલીઝ કર્યું. આ દરમ્યાન નામ દલજીતથી દિલજિત કરી લીધું. 2011માં ‘ધ લાયન ઓફ પંજાબ’ ફિલ્મથી ડેબ્યુ કર્યું, પણ ફિલ્મ ફ્લોપ રહી પરંતુ તેનું એક સોન્ગ સુપરહિટ રહ્યું અને પહેલીવાર બીબીસી એશિયન ડાઉનલોડ ચેટમાં નોન બોલિવૂડ સિંગરનું સોન્ગ ટોપ પર પહોંચ્યું. 2016માં ફિલ્મ ‘ઉડતા પંજાબ’થી બોલિવૂડમાં એન્ટ્રી લીધી. ત્યારબાદ ‘ફિલ્લૌરી’, ‘સૂરમા’, ‘અર્જુન પટિયાલા’,’ગુડ ન્યૂઝ’ અને ‘સૂરજ પે મંગલ ભારી’માં એક્ટિંગ કરી. લોકડાઉન દરમ્યાન તેણે પોતાનો મ્યુઝિક આલ્બમ ‘G.O.A.T’ રિલીઝ કર્યો છે.

પાઘડીને લઈને પઝેસિવ
દિલજિત વિશે કહેવામાં આવે છે કે તે પહેલા સરદાર છે, જેણે પોતાની ઓળખ છોડ્યા વગર બોલિવૂડમાં કામ શરૂ કર્યું છે. લોકો તેને સલાહ આપતા હતા કે પાઘડીને કારણે તેને રોલ નહીં મળે. આના પર તે કહે છે કે કોઈ રોલ મળે ન મળે, પણ તે પાઘડી નહીં ઉતારે. દિલજિત વિશે કહેવામાં આવે છે કે તે તેના રોલ માટે ઓડિશન આપવાનું પસંદ નથી કરતો. યુટ્યુબ પર પોતાની પાઘડીના ગમતા કલર વિશે વાત કરે છે, તો ઘણા ફેન્સને તેના જેવી પાઘડી પહેરતા શીખવવા માટે વીડિયો પણ બનાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિલજિતની કુલ સંપત્તિ 185 કરોડ રૂપિયા છે.

દિલજિતને અંગ્રેજી નથી આવડતું
દિલજિતને તેના ફેન્સ અર્બન પેન્ડુ કહે છે. અર્બન મતલબ શહેરી અને પેન્ડુનો અર્થ પિંડ એટલે કે ગામડું થાય છે. ફેન્સ તેને શહેર અને ગામડાનું મિશ્રણ માને છે. દિલજિતને અંગ્રેજી નથી આવડતું. એકવાર લંડનમાં વોગ મેગેઝીનમાં ઇન્ટરવ્યૂ આ કારણે આપી શક્યો ન હતો. 2017માં તેણે પ્રાઇવેટ જેટ ખરીદ્યું એવી વાત સામે આવી હતી પરંતુ દિલજિતે આ વાત નકારી દીધી હતી.
[:]
Be the first to comment on "[:en]37નો થયો દિલજિત દોસાંજ: દસ પાસ છે દિલજિત, એક સમયે પરિવારની ખરાબ આર્થિક સ્થિતિને કારણે ગુરુદ્વારામાં કીર્તન ગાઈને ગુજરાન ચલાવતો હતો, હવે 185 કરોડ રૂપિયાનો માલિક[:]"