[:en]3000થી વધુ જજ અને વકીલોનું સુચન- પ્રશાંત ભૂષણને કોર્ટની અવગણના કરવાના કેસમાં થનારી સજાનો અમલ લાર્જર બેન્ચના રિવ્યુ પહેલ ન કરવામાં આવે[:]

[:en]

  • પ્રશાંતના સમર્થકોની માંગ- કોરોના મહામારી પછી નિયમિત સુનાવણીમાં લાર્જર બેન્ચ રિવ્યુ કરે, ત્યાં સુધી સજાનો અમલ ન કરવામાં આવે
  • પ્રશાંતે જ્યુડિશિયરી પર 2 ટિપ્પણી કરી હતી, આ કેસમાં તેમને ક્રિમિનલ કન્ટેમ્પ્ટના દોષી ઠેરવવામાં આવ્યા છે

દિવ્ય ભાસ્કર

Aug 18, 2020, 11:16 AM IST

નવી દિલ્હી. કોર્ટની અવગણના કરવા બદલ દોષી ઠેરવવામાં આવેલા સિનિયર એડવોકેટ પ્રશાંત ભૂષણના સમર્થનમાં ઘણા જજ અને વકીલો આગળ આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમની સંખ્યા 3000થી વધુ છે. તેમણે સુચન કર્યું છે આ ચુકાદાનો ત્યાં સુધી અમલ ન થવો જોઈએ, જ્યાં સુધી કોરોના મહામારી પછી શરૂ થનારી કોર્ટની નિયમિત સુનાવણીમાં લાર્જર બેન્ચ તેનો રિવ્યું ન કરે.

પ્રશાંતના સમર્થનમાં આવેલા જજ અને વકીલોએ તેમના સુચનમાં કહ્યું છે કે અમને આશા છે કે સુપ્રીમ કોર્ટે છેલ્લા 72 કલાકમાં ઉઠેલા તમામ અવાજોને સાંભળ્યાં હશે અને ન્યાયને ખ્તમ થવાથી રોકવા માટે સુધારાના પગલા ઉઠાવવામાં આવશે. જેથી સામાન્ય લોકોમાં ફરીથી કોર્ટ માટે સન્માન અને વિશ્વાસ પેદા થઈ શકે.

3000થી વધુ જજ અને વકીલોના સમર્થનમાં આવ્યા હોવાનો દાવો
પ્રશાંત ભૂષણના પક્ષમાં હસ્તાક્ષર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તેની સાથે સંબધિત એપ્લિકેશન પર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના 13 જજ સહિત 3000થી વધુ વકીલ હસ્તાક્ષર કરી ચૂક્યા છે. જોકે ન્યુઝ એજન્સી પીટીઆઈએ તેની સંખ્યા 41 જણાવી છે.

આ વકીલ પ્રશાંતના સમર્થનમાં
પ્રશાંત ભૂષણના સમર્થનમાં આવેલા વકીલમાં જનક દ્વારકાધીશ, નવરોજ એચ સીરવઈ, દાઈરસ જે ખંભાતા, જયંત ભૂષણ, અરવિંદ પી દાતાર, હુફેજા અહમદી, સી યૂ સિંહ, શ્યામ દીવાન, સંજય હેગડે, મિહિર દેસાઈ અને મેનકા ગુરસ્વામીના નામ પ્રકાશમાં આવ્યા છે.

[:]

1 Trackbacks & Pingbacks

  1. 3000થી વધુ જજ અને વકીલોનું સુચન- પ્રશાંત ભૂષણને કોર્ટની અવગણના કરવાના કેસમાં થનારી સજાનો અમલ લાર્જ

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: