દિવ્ય ભાસ્કર
Jul 14, 2020, 12:05 PM IST
મુંબઈ. અનલૉક બાદથી દેશમાં 24 જૂનથી મોટાભાગની સિરિયલના શૂટિંગ શરૂ કરી દેવામાં આવ્યા હતાં. હવે ચેનલ પાસે પણ એપિસોડ બેંક બની ગઈ છે. આથી જ 13 જુલાઈથી નવા એપિસોડ ટેલિકાસ્ટ કરી દેવામાં આવ્યા છે. જોકે, કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું શૂટિંગ 10 જુલાઈથી શરૂ કરવામાં આવ્યું હતું અને આ શોના નવા એપિસોડ 22 જુલાઈથી શરૂ થશે.
‘તારક મહેતા’ના શોની કાસ્ટ તથા ટીમ મોટી છે. પ્રોડ્યૂસર્સ તથા ડિરેક્ટર્સ કલાકારો તથા ક્રૂની સલામતીને લઈ ચિંતામાં હતાં. આથી જ શૂટિંગ શરૂ કર્યાં પહેલાં શોના ચીફ ડિરેક્ટર માલવ રાજડાએ એક મૉક ટેસ્ટ પણ કરી હતી. 115 દિવસ બાદ આ સિરિયલનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું.
આ વાતની માહિતી સબ ટીવી ચેનલના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં આપવામાં આવી છે. દિલીપ જોષીની તસવીર શૅર કરીને પોસ્ટ કરવામાં આવ્યું હતું, 22 જુલાઈથી ઈન્ડિયા મળશે નવા હિંદુસ્તાનને.
ઉલ્લેખનીય છે કે 13 જુલાઈથી ‘યે રિશ્તે હૈં પ્યાર કે’, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’, ‘કસૌટી જિંદગી કે’ના નવા એપિસોડ બતાવવામાં આવ્યા હતાં. જોકે, કેટલાંક ટીવી સેટ પર કોરોનાના કેસ આવતા શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે ‘ભાભીજી ઘર પર હૈં’, ‘કસૌટી જિંદગી કે’, ‘મેરે સાંઈ’ તથા ‘ડૉ. બી આર આમ્બેડકર’ના સેટ પર ક્રૂ અથવા કલાકાર પોઝિટિવ આવતા શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે.
Be the first to comment on "22 જુલાઈથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નવા એપિસોડ જોવા મળશે"