- દેશમાં 24 કલાકમાં રેકોર્ડ 29 હજાર મામલાઓ પ્રકાશમાં આવ્યા, 3.10 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે
- દેશમાં સરેરાશ મૃત્યુદરની તુલનામાં દેશના 30 રાજ્યમાં ઓછા લોકોએ જીવ ગુમાવ્યા
- મહારાષ્ટ્રમાં 7817 કેસ પ્રકાશમાં આવ્યા, તમિલનાડુમાં સૌથી વધુ 3617 દર્દીઓ સાજા થયા
દિવ્ય ભાસ્કર
Jul 13, 2020, 11:43 PM IST
નવી દિલ્હી. દેશમાં કોરોનાવાઈરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 9 લાખને પાર થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 9 લાખ 4 હજાર 225 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. આ પૈકી 5 લાખ 69 હજાર 753 દર્દીને સારું થયુ છે. જ્યારે 3 લાખ 10 હજાર 377 લોકોનો ઈલાજ થઈ રહ્યો છે. 23 હજાર 711 દર્દીના મોત થયા છે. આ આંકડો covid19india.org મુજબનો છે.દેશમાં ગત રવિવારે 29 હજાર 105 કોરોના પોઝિટિવ કેસ મળ્યા હતા. 18 હજાર 139 દર્દીઓ સાજા થયા હતા. 500 સંક્રમિતોના મોત થયા હતા. રવિવારે સૌથી વધુ 7827 પોઝિટિવ કેસ મહારાષ્ટ્રમાં વધ્યા. 4244 કેસની સાથે બીજા નંબર પર તમિલનાડુ છે. અહીં સૌથી વધુ 3617 દર્દી સાજા થયા છે. દેશમાં કોરોનાના દર્દીઓને સારું થવામાં ગતિ આવી છે. અત્યાર સુધી 63.02 ટકા દર્દીને સારું થયુ છે. દેશમાં સરેરાશ રિકવરી રેટ 63.02 ટકાથી વધારે છે.
5 રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃરાજ્યમાં 24 કલાકમાં 431 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અહીં સંક્રમિતોની સંખ્યા 17,632 થઈ છે. ભોપાલમાં રવિવારે 95 દર્દીઓ મળ્યા છે. શહેરમાં વધતા કેસોને જોતા ફરીથી સંપૂર્ણ લોકડાઉનની તૈયારી કરવામાં આવી રહી છે. આ અંગે પ્રશાસનની એક-બે દિવસમાં બેઠક થાય તેવી શકયતા છે.

મહારાષ્ટ્ર:છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7827 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે અને મોતની સંખ્યા 173 થઈ છે. મુંબઈમાં કોરોનાના 1263 કેસ પ્રકાશમાં આવ્યા છે, 1441 સાજા થયા છે અને 44ના મોત થયા છે. અહીં વિધાનસભાના 18 કર્મચારીઓ પોઝિટિવ મળ્યા છે. બીજી તરફ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી પોતે આઈસોલેટ થયા છે.

ઉતરપ્રદેશ:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1388 નવા દર્દીઓ મળ્યા છે. શનિવારે રાજ્યમાં નવા 1403 દર્દીઓ મળ્યા હતા. આ મહિનામાં માત્ર 12 દિવસમાં જ 13172 નવા દર્દીઓ મળ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 23334 સંક્રમિત મળ્યા છે.

રાજસ્થાન:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 644 નવા સંક્રમિતો પ્રકાશમાં આવ્યા છે. અહીં 7 લોકોના મોત થયા છે. રાજસ્થાનમાં આ મહીને કોરાનાના મામલાઓ ઝડપથી વધી રહ્યાં છે અને રોજ સરેરાશ 400થી 500 મામલાઓ પ્રકાશમાં આવી રહ્યાં છે. અહીં સૌથી વધુ 970 સક્રિય કેસ જોધપુરમાં છે. જ્યારે સૌથી વધુ 3911 કેસ જયપુરમાં પ્રકાશમાં આવ્યા છે. સૌથી વધુ 173 મોત જયપુરમાં થયા છે.

બિહાર:રાજ્યમાં પ્રથમ વખત એક દિવસમાં 1266 કોરોના પોઝિટિવ મળ્યા છે. તેમાં નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીના સરકારી આવાસના ગાર્ડ સહિત 3 કર્મચારીઓ અને પટના હાઈકોર્ટના 19 સરક્ષા કર્મચારીઓ પણ સામેલ છે. 7 સંક્રમિતોના મોત થયા છે. 962 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 11 હજાર 953 લોકો આ બીમારીને હરાવીને સાજા થયા છે. હાલ 4226 એક્ટિવ કેસ છે.

Be the first to comment on "21 રાજ્યમાં દર્દીઓને સારું થવામાં ગતિ આવી, 10 લાખ વસ્તી પૈકી 8,555 લોકોની તપાસ થાય છે કુલ 9.04 લાખ કેસ"