[:en]2021 પણ રહેશે OTTને નામ: 2020ની જેમ આ વર્ષે પણ OTT પર મોટા સ્ટાર્સ દેખાશે, અક્ષય કુમાર, હ્રિતિક રોશન અને કપિલ શર્મા સહિત આ સેલેબ્સ ડેબ્યુ કરશે[:]

[:en]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

9 મિનિટ પહેલા

  • કૉપી લિંક

2020માં OTT પ્લેટફોર્મની સારી બોલબાલા રહી. તેની લોકપ્રિયતા જોઇને બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ વેબ સિરીઝ તરફ આકર્ષિત થયા અને દર્શકોનો દિલ જીત્યા. આ વર્ષે પણ આ સિલસિલો ચાલુ રહેશે અને OTT પર ડેબ્યુ કરનારા સ્ટાર્ટના લિસ્ટમાં આ વખતે હ્રિતિક રોશન, શાહિદ કપૂર, અક્ષય કુમાર અને કપિલ શર્માનું નામ સામેલ છે.

હ્રિતિક રોશન

હ્રિતિક બ્રિટિશ સિરીઝ ‘ધ નાઈટ મેનેજર’ની હિન્દી રીમેકમાં દેખાશે. તેનું શૂટિંગ માર્ચ 2021થી શરુ થશે. આ વેબ સિરીઝ ડિઝની+હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, હ્રિતિકને ડિજિટલ ડેબ્યુ માટે 70થી 80 કરોડ રૂપિયા મળી રહ્યા છે.

શાહિદ કપૂર

સૂત્રોનું માનીએ તો શાહિદ પણ 2021માં મોટી વેબ સિરીઝમાં દેખાઈ શકે છે. આ ફિલ્મ ‘સ્ત્રી’ અને વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન’ના ડિરેક્ટર રાજ અને ડીકે બનાવશે. શાહિદે સિરીઝમાં કામ કરવા હા પણ પાડી દીધી છે. એવા સમાચાર પણ છે તેણે નેટફ્લિક્સ સાથે 100 કરોડ રૂપિયામાં ડીલ પણ સાઈન કરી છે.

અક્ષય કુમાર

અક્ષય પણ 2021માં ‘ધ એન્ડ’થી ડિજિટલ ડેબ્યુ કરશે. જાન્યુઆરીમાં એમેઝોન પ્રાઈમ વીડિયોના શોનું શૂટિંગ કરશે. તેની આ વેબસિરીઝનું શૂટિંગ ગયા વર્ષે જ શરુ થવાનું હતું પણ લોકડાઉનને લીધે તે શક્ય ના બન્યું.

એક ઇન્ટરવ્યૂમાં અક્ષયે કહ્યું કે, દીકરા આરવની સલાહ પર હું ડિજિટલ ડેબ્યુ કરવા જઈ રહ્યો છું અને આ પ્લેટફોર્મ પર કામ કરવા વિશે ઘણો ખુશ પણ છું. રિપોર્ટ પ્રમાણે, તેને આ ડિજિટલ ડેબ્યુ માટે 90 કરોડ રૂપિયા મળવાના છે.

કપિલ શર્મા

‘દાદી કી શાદી’ કોમેડી સિરીઝથી કપિલ શર્મા ડિજિટલ ડેબ્યુ કરશે. હાલ તે કોમડી શોમાંથી બ્રેક લઇને તેનું શૂટિંગ કરી રહ્યો છે. OTT ડેબ્યુ માટે તેને 20 કરોડ રૂપિયા મળવાની ચર્ચા છે. તે જુલાઈ 2021માં રિલીઝ થશે.

2020માં આ સ્ટાર્સનું કમબેક ધમાકેદાર રહ્યું
સુષ્મિતા સેન

સુષ્મિતાએ વર્ષ 2020 વેબ સિરીઝ ‘આર્યા’થી ડિજિટલ ડેબ્યૂ કર્યું. ડિજિટલ ડેબ્યુ સિવાય આ અભિનેત્રીએ લાંબા સમય પછી એક્ટિંગમાં પણ કમબેક કર્યું. આ પહેલી એવી ફીમેલ લીડ સિરીઝ હતી જેને દર્શકોનો સારો રિસ્પોન્સ મળ્યો. પહેલી સક્સેસફુલ સિઝન પછી એક્ટ્રેસ ટૂંક સમયમાં જ ‘આર્યા’ 2માં જોવા મળશે. તે 10 વર્ષ પહેલાં બોલિવૂડની ફિલ્મ ‘નો પ્રોબ્લેમ’માં જોવા મળી હતી, જ્યારે વર્ષ 2005માં આવેલી બંગાળી ફિલ્મ ‘નિર્બાક’ તેની છેલ્લી ફિલ્મ હતી.

બોબી દેઓલ
‘પોસ્ટર બોય’ અને ‘રેસ 3’ જેવી ઘણી ફ્લોપ ફિલ્મોનો ભાગ બનેલા બોબી દેઓલને OTT પ્લેટફોર્મ પર ખૂબ પ્રશંસા મળી રહી છે. અભિનેતા લાંબા સમય બાદ નેટફ્લિક્સની ઓરિજિનલ ફિલ્મ ‘ક્લાસ 83’માં લીડ રોલમાં જોવા મળ્યો હતો. આ સિવાય MX પ્લેયરની સિરીઝ ‘આશ્રમ’ અને ‘આશ્રમ 2’ માટે પણ તેને ખૂબ પ્રશંસા મળી.

અભિષેક બચ્ચન
વેબ સિરીઝ ‘બ્રીધ 2’થી ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યુ કરતો જોવા મળ્યો. આ થ્રિલર સિરીઝમાં અભિષેકે સાઇક્યાટ્રિસ્ટનો રોલ પ્લે કર્યો, જેની બાળકી કિડનેપ થઈ જાય છે. અભિષેકને આ વેબસિરીઝ માટે ઘણી પ્રશંસા મળી.

OTTની મોટી રિલીઝ
તાંડવ

ક્યારે: 21 જાન્યુઆરી
આ પોલિટિકલ ડ્રામામાં સૈફ અલી ખાન એક યુવાન નેતાની ભૂમિકા નિભાવી રહ્યો છે. આ સિરીઝને વર્ષની સૌથી મોટી રિલીઝ માનવામાં આવી રહી છે.

ધ ફેમિલી મેન 2
ક્યારે: 15 ફેબ્રુઆરી

મનોજ બાજપેયી સ્ટારર આ એક થ્રિલર એક્શન ડ્રામા સિરીઝ છે. તેનો પહેલો પાર્ટ વર્ષ 2019માં રિલીઝ થયો હતો.

મિર્ઝાપુર
ક્યારે: નક્કી નથી

આ સિરીઝનો સેકન્ડ પાર્ટ 2020માં રિલીઝ થયો અને ખૂબ જ ચર્ચામાં રહ્યો. તેનો થર્ડ પાર્ટ આવવાની શક્યતા છે.

[:]

Be the first to comment on "[:en]2021 પણ રહેશે OTTને નામ: 2020ની જેમ આ વર્ષે પણ OTT પર મોટા સ્ટાર્સ દેખાશે, અક્ષય કુમાર, હ્રિતિક રોશન અને કપિલ શર્મા સહિત આ સેલેબ્સ ડેબ્યુ કરશે[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: