[:en]2021માં સેલેબ્સનું કમબેક: શાહરુખ ખાનથી લઈને ભાગ્યશ્રી સુધી, લાંબા સમયથી મોટા પડદાથી દૂર આ સેલેબ્સ 2021માં પોતાનો જલવો દેખાડી શકે છે[:]

[:en]

  • Gujarati News
  • Entertainment
  • From Shahrukh Khan To Bhagyashree, These Celebs, Who Have Been Away From The Big Screen For A Long Time, Can Make Their Mark In 2021.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

8 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વર્ષ 2020માં બોલિવૂડમાં ઘણા મોટા ફેરફાર જોવા મળશે. લોકડાઉન અને થિયેટર બંધ હોવાની સ્થિતિમાં ઘણા બોલિવૂડ સ્ટાર ઇન્ડસ્ટ્રીમાં પોતાનું કમબેક કરી શક્યા નથી. આ નવા વર્ષમાં શાહરુખ ખાન, આમિર ખાન સહિત ઘણા સેલેબ્સ પોતાની ફિલ્મથી જબરદસ્ત કમબેક કરી શકે છે. આવો જાણીએ કોણ છે તે સેલેબ્સ-

આમિર ખાન
વર્ષ 2018ના અંતમાં મલ્ટિસ્ટારર ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’માં દેખાયેલો આમિર ખાન છેલ્લા બે વર્ષથી ફિલ્મોથી દૂર હતો. છેલ્લી ફ્લોપ ફિલ્મ બાદ આમિર ખાન વર્ષ 2020માં ક્રિસમસ પર ‘લાલ સિંહ ચઢ્ઢા’થી કમબેક કરવાનો હતો પણ મહામારીને કારણે આવું થઇ ન શક્યું. ફિલ્મનું શૂટિંગ માર્ચમાં ચંદીગઢમાં ચાલી રહ્યું હતું જે અચાનક લોકડાઉન થતા અધવચ્ચે જ અટકાવી દેવાયું. હવે ફિલ્મનું શૂટિંગ લગભગ પૂરું થઇ ગયું છે ત્યારબાદ મેકર્સ થિયેટર ખુલવાની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 2021માં રિલીઝ થઇ શકે છે. આ ફિલ્મ સિવાય આમિર મુગલ ફિલ્મ પર પણ કામ કરી રહ્યો છે.

ભાગ્યશ્રી
‘મૈંને પ્યાર કિયા’ એક્ટ્રેસ ભાગ્યશ્રી આ વર્ષે ફરી એકવાર મોટા પડદે પોતાનું જાદુ ચલાવવાની છે. કંગના રનૌત સ્ટારર તમિલનાડુના પૂર્વ સીએમની બાયોપિકમાં મહત્ત્વના રોલમાં જોવા મળશે. ફિલ્મ 2020માં રિલીઝ થવાની હતી પરંતુ શૂટિંગ પૂરું ન થવાને કારણે હવે ફિલ્મ 2021માં રિલીઝ થશે.

શાહરુખ ખાન
વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઝીરો’માં અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ સાથે દેખાયેલો શાહરુખ ખાન છેલ્લા 2 વર્ષથી ફિલ્મોથી દૂર છે. આ વચ્ચે એક્ટરના પ્રોડક્શન હાઉસ રેડ ચીલીએ ‘બાર્ડ ઓફ બ્લડ’ પ્રોડ્યુસ કરી હતી પણ દર્શકોને તેની એક્ટિંગ જોવા ન મળી. હવે એક્ટર એક નહીં બે નહીં ઘણી ફિલ્મોની ભેટ લઈને આવી રહ્યો છે. શાહરુખની ફિલ્મ ‘પઠાણ’ અને ‘સ્પાઇ યુનિવર્સ’ આ વર્ષે રિલીઝ થશે. આ સિવાય તે રાજકુમાર હિરાણીની ફિલ્મોમાં પણ દેખાશે.

સલમાન ખાન
વર્ષ 2019ની ફિલ્મ ‘ભારત’માં કેટરીના કૈફ સાથે સલમાન છેલ્લે દેખાયો હતો. ‘રાધે’ ફિલ્મથી તે કમબેક કરવાનો છે. આ ફિલ્મ 2020માં જ રિલીઝ થવાની હતી પણ મહામારીને કારણે શૂટિંગ થઇ શક્યું નહીં. ફિલ્મને ડિજિટલી રિલીઝ કરવા માટે ઘણી ઓફર્સ મળી રહી છે પણ મેકર્સ આને થિયેટરમાં રિલીઝ કરવા માગે છે. કક ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે. આ સાથે જ સલમાન ‘કભી ઈદ કભી દિવાલી’ ફિલ્મમાં પણ જોવા મળશે. થોડા દિવસ પહેલાં તેણે ‘અંતિમ’ ફિલ્મનું ફર્સ્ટ લુક પણ રિલીઝ કર્યું હતું. જેમાં તે સરદારના રોલમાં દેખાશે. આ ફિલ્મને પણ આ વર્ષે રિલીઝ કરવાની તૈયારી છે.

પ્રિયંકા ચોપરા
વર્ષ 2019માં આવેલી ફિલ્મ ધ સ્કાય ઈઝ પિંક બાદ હવે પ્રિયંકા ચોપરા ધ વ્હાઈટ ટાઈગર, માં આનંદ શીલાની સિરીઝ અને ક્વોન્ટિકોની આગામી સિઝનમાં જોવા મળશે. તે ઉપરાંત પ્રિયંકા કલ્પના ચાવલા પર બની રહેલી બાયોપિક કલ્પનાનો રોલ પણ કરી શકે છે. અત્યારે તેને ફિલ્મમાં કન્ફર્મ કરવામાં નથી આવી. હીરા મંડી ફિલ્મ પણ 2021માં રિલીઝ થઈ શકે છે.

જ્હોન અબ્રાહમ
વર્ષ 2019માં ફિલ્મ પાગલપંતી, બાટલા હાઉસ, સત્યમેવ જયતેમાં જોવા મળેલ જ્હોન અબ્રાહમ વર્ષ 2020માં એક બે નહીં પરંતુ પાંચ ફિલ્મોમાં જોવા મળશે. વર્ષ 2020માં સત્યમેવ જયતે 2નું શૂટિંગ શરૂ થઈ ગયું છે જે વર્ષ 2021માં બનીને તૈયાર થઈ જશે. તે ઉપરાંત જ્હોન મુંબઈ સાગા, અટેક, સરદાર એન્ડ ગ્રાન્ડસન અને પઠાનમાં જોવા મળશે.

એશ્વર્યા રાય બચ્ચન
બોલિવૂડ દીવા એશ્વર્યા રાય બચ્ચન વર્ષ 2018માં ફિલ્મ ફન્ને ખાંમાં જોવા મળી હતી. હવે બે વર્ષ બાદ અભિનેત્રી આ વર્ષે મણિ રત્નમની ફિલ્મ પોનિયન સેલ્વન, ગુલાબ જામુન અને જેસ્મિનઃ સ્ટોરી ઓફ એ લીઝ્ડ વુમનમાં જોવા મળશે.

સોનમ કપૂર
ધ જોયા ફેક્ટરના બે વર્ષ બાદ સોનમ કપૂર ફરીથી એક વખત ફિલ્મમાં કમબેક કરવા માટે તૈયાર છે. સોનમ વર્ષ 2020માં ફિલ્મ બ્લાઈન્ડમાં જોવા મળશે જેનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે.

રણબીર કપૂર
સંજય દત્તની બાયોપિક સંજૂમાં વર્ષ 2018માં જોવા મળ્યા બાદ રણબીર કપૂર ફિલ્મોથી દૂર છે. એક્ટર છેલ્લા બે વર્ષથી અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રનો હિસ્સો છે. એક્ટર આ ફિલ્મથી 2020માં કમબેક કરવાનો હતો જો કે, મહામારીને કારણે આવું થઈ શક્યું નહીં. હવે 2021માં રણબીર બ્રહ્માસ્ત્રની સાથે શમશેરામાં જોવા મળશે. તે ઉપરાંત એક્ટર લવ રંજન અને સંદીપ રેડ્ડી વંગાની અનટાઈટલ ફિલ્મમાં પણ જોવા મળશે.

રણવીર સિંહ
બ્લોકબસ્ટર હિટ ફિલ્મ ગલી બોય એક્ટર છેલ્લા 2 વર્ષથી કોઈ ફિલ્મમાં જોવા નથી મળ્યો. 2020માં રણવીર વર્ષની શરૂઆતમાં જ 1983માં થયેલા વર્લ્ડ પર બનેલી ફિલ્મ 83ને લઈને આવવાનો હતો પરંતુ લોકડાઉનના કારણે ફિલ્મ પોસ્ટપોન થઈ ગઈ. હવે આ ફિલ્મ 2021માં રિલીઝ થશે. તે ઉપરાંત રણવીર જયેશભાઈ જોરદાર, તખ્ત અને સર્કસથી પોતાનો અભિનયનો જાદુ ચલાવશે.

[:]

Be the first to comment on "[:en]2021માં સેલેબ્સનું કમબેક: શાહરુખ ખાનથી લઈને ભાગ્યશ્રી સુધી, લાંબા સમયથી મોટા પડદાથી દૂર આ સેલેબ્સ 2021માં પોતાનો જલવો દેખાડી શકે છે[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: