[:en]2021માં આશાઓની સૌથી સુંદર તસવીર: વૈજ્ઞાનિકોએ બનાવ્યો આબેહૂબ કોરોના જેવો પાર્ટિકલ; આ મહામારી નહીં ફેલાવે, પણ એને જ સમાપ્ત કરી દેશે[:]

[:en]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક કલાક પહેલા

  • કૉપી લિંક

છેલ્લે 2020ની વિદાય થઈ ગઈ. આખી દુનિયા 2021ને આશાથી ભરેલી નજરોથી જોઈ રહી છે. સૌથી મોટી આશા કોરોના વેક્સિન પાસે છે અને હોય પણ કેમ નહિ. છેલ્લે આખું 2020 વર્ષ કોરોનાને સહન કરતાં કરતાં પસાર થયું છે.

(2021 આ સદી માટે આશાઓનું સૌથી મોટું વર્ષ છે, કારણ- જે કોરોનાએ દેશના એક કરોડથી વધુ લોકોને પોતાના સકંજામાં લીધા એનાથી બચવા માટેની વેક્સિનથી નવા વર્ષની શરૂઆત થશે. એટલા માટે 2021ના માથે આ આશાનો ટીકો છે)

દુનિયાભરના લોકો આખું વર્ષ જીવલેણ કોરોના વાઈરસની લાલ તસવીર જોતા રહ્યા. વૈજ્ઞાનિકોએ આને Severe Acute Respiratory Syndrome Coronavirus-2 એટલે કે SARS-CoV-2 નામ આપ્યું છે. તો આવો, નવા વર્ષના પહેલા દિવસે જોઈએ અનોખા પાર્ટિકલની તસવીર, જે આબેહૂબ કોરોના વાઈરસની જેવું દેખાય છે, જેની ચારેય બાજુ પણ કોરોના વાઈરસની જેમ સ્પાઈક્સ છે, પણ આ એકદમ ઊંધું કામ કરે છે. આ કોરોના નથી ફેલાવતો, પણ એના વાઈરસને સમાપ્ત કરે છે.

આ તસવીર છે કોરોનાના VLP(Virus like particle) એટલે કે કોરોના વાઈરસ જેવા પાર્ટિકલની, જેને પ્રકૃતિએ નહીં, પણ કોરોનાની શોધખોળ કરી રહેલા વૈજ્ઞાનિકોએ બનાવ્યો છે.

વાઈરસ લાઈક પાર્ટિકલ(VLP)ની તસવીર વૈજ્ઞાનિકોએ કમ્પ્યુટરાઇઝ્ડ 3ડી ટેક્નિકથી તૈયાર કરી છે. કોરોના વાઈરસ કરતાં અલગ બતાવવા માટે એનો લીલો રંગ રાખવામાં આવ્યો છે.

વાઈરસ લાઈક પાર્ટિકલ(VLP)ની તસવીર વૈજ્ઞાનિકોએ કમ્પ્યુટરાઇઝ્ડ 3ડી ટેક્નિકથી તૈયાર કરી છે. કોરોના વાઈરસ કરતાં અલગ બતાવવા માટે એનો લીલો રંગ રાખવામાં આવ્યો છે.

કહેવાય છે ને કે દુશ્મનને મારવા માટે એના જ વેશમાં તેની સેનામાં ઘૂસી જાો. ઠીક એવા જ અંદાજમાં VLPને પણ આબેહૂબ કોરોના વાઈરસની જેમ પ્રોટીનથી બનાવવામાં આવ્યો છે. આ પાર્ટિકલ્સથી દુનિયાભરમાં કોરોનાની ઘણી વેક્સિન તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં ઘણી વેક્સિન્સ માટે ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે.

માઈક્રોસ્કોપથી આવું દેખાય છે VLP, એકદમ કોરોના વાઈરસની જેમ

કેનેડાની ફાર્મા કંપની મેડિકાગો તરફથી જાહેર કરાયેલી VPLની તસવીર.

કેનેડાની ફાર્મા કંપની મેડિકાગો તરફથી જાહેર કરાયેલી VPLની તસવીર.

પહેલી તસવીર કોરોના વાઈરસની છે અને બીજી એના જેવી દેખાતી VLPની.

પહેલી તસવીર કોરોના વાઈરસની છે અને બીજી એના જેવી દેખાતી VLPની.

આઈડિયા એ છે કે વેક્સિન દ્વારા જેવી જ VLP માણસના શરીરમાં પહોંચશે તો એ છેતરાઈ જશે. આપણા શરીરને લાગશે કે કોરોના વાઈરસ આવી ગયો છે અને એ તેને મારવા માટે પોતાના પ્રતિરોધક તંત્રને સક્રિય કરી દેશે.

આપણા શરીરમાં કોરોના વિરુદ્ધ એન્ટી-બોડીઝ બનવાનું શરૂ થઈ જશે. એ પણ એટલી સંખ્યામાં કે અમુક મહિનાઓ અથવા વર્ષ સુધી જો આપણા શરીરનો સામનો અસલી કોરોના વાઈરસથી થાય તો પહેલાંથી તૈયાર એન્ટી-બોડીઝ એને મારી નાખશે.

આ વેક્સિનથી કોરોના થવાનો કોઈ ડર નથી
બીજી ટેક્નિકથી બનતી ઘણી વેક્સિન્સની જેમ આ પાર્ટિકલથી બનનારી વેક્સિનથી કોરોના થવાનો સહેજ પણ ભય નથી. જોકે આમાં કોઈપણ વાઈરસનો જીવ, એટલે કે જેનેટિક મટીરિયલ નથી. આ પાર્ટિકલ્સ કોરોના વાઈરસની જેમ હોવા છતાં પોતાની સંખ્યા વધારી શકતા નથી.

કેનેડાની કંપનીએ છોડથી બનાવી સસ્તી વેક્સિન, ભારતમાં પણ કવાયત
દુનિયાની ઘણી કંપનીઓ આ નવી ટેક્નોલોજીથી વેક્સિન બનાવવામાં લાગી ગઈ છે. અત્યારસુધીમાં સસ્તન પ્રાણીમાંથી લેવાયેલા પ્રોટીન દ્વારા આ પાર્ટિકલ બનાવવામાં આવી રહ્યા હતા, પણ કેનેડાની બાયોટેક્નોલોજી કંપની Medicago એ માત્ર 20 દિવસમાં છોડના પ્રોટીનમાંથી કોરોનાના VLP બનાવી લીધા છે.

કંપનીનો દાવો છે કે આ ટેક્નોલોજીથી બનેલી વેક્સિન એકદમ સસ્તી, ઓછા સમય અને સ્થળમાં તૈયાર થશે. કંપનીએ આ આધારે કોરોના વેક્સિન વિકસિત કરીને ટ્રાયલ જુલાઈમાં શરૂ કરી હતી. આ ટેક્નિકથી વેક્સિન તૈયાર કરવામાં એન્ટિજનની ઓછી માત્રાની જરૂર પડે છે. એવામાં ઓછા ખર્ચમાં વેક્સિનથી વધુ ડોઝ તૈયાર કરી શકાય છે.

ભારતમાં હૈદરાબાદની નવી જીનોમ વૈલીમાં આવેલી ફાર્મા કંપની બાયોલોજિક Eએ VLP આધારિત કોરોના વેક્સિન તૈયાર કરી છે, જેના phase-1 અને phase-2ની ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે.

વેક્સિનનો કાચો માલ છોડને બાયો-રિએક્ટર બનાવી તૈયાર કરવામાં આવે છે
પરંપરાગત રીતે વેક્સિન માટે એન્ટિજન બનાવવા માટે જીવિત વાઈરસને મારીને વિભાજિત કરવામાં આવે છે, જેના માટે મોટી સંખ્યામાં વાઈરસની જરૂર પડે છે, જેના કામમાં સામાન્ય રીતે મરઘી અને ઊંદરના ભ્રૂણ અથવા ફળદ્રુપ ઈન્ડાને બાયો-રિએક્ટરના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે, એટલે કે અનુકૂળ વાતાવરણ બનાવીને જ તેમાં મોટી સંખ્યામાં વાઈરસ પેદા કરવામાં આવે છે.

જ્યારે VLPવાળી વેક્સિનમાં વાઈરસ જેવા પાર્ટિકલ્સને મોટી સંખ્યામાં બનાવવા માટે છોડને બાયો-રિએક્ટરના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ રીતે વેક્સિન બનાવવાનો કાચો માલ અથવા એન્ટિજન માત્ર ઓછા સમયમાં જ નહીં, પણ એકદમ ઓછા ખર્ચે તૈયાર થઈ જાય છે. આનાથી વેક્સિન પણ સસ્તી અને ઝડપથી તૈયાર કરવામાં આવી શકે છે.

[:]

Be the first to comment on "[:en]2021માં આશાઓની સૌથી સુંદર તસવીર: વૈજ્ઞાનિકોએ બનાવ્યો આબેહૂબ કોરોના જેવો પાર્ટિકલ; આ મહામારી નહીં ફેલાવે, પણ એને જ સમાપ્ત કરી દેશે[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: