[:en]2020 આ ટીવી સેલેબ્સ માટે ભારે રહ્યું: કોઈએ ગુજરાન ચલાવવા શાકભાજી વેચ્યું તો કોઈએ આર્થિક તંગીથી કંટાળીને આત્મહત્યા કરી[:]

[:en]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ10 મિનિટ પહેલા

  • કૉપી લિંક

‘બાલિકાવધૂ’ના આસિસ્ટન્ટ ડિરેક્ટર રામવૃક્ષ ગૌરે આઝમગઢમાં શાકભાજી વેચ્યું. ‘આદત સે મજબૂર’ તથા ‘કુલદીપક’ જેવી સિરિયલમાં કામ કરી ચૂકેલો મનમીત ગ્રેવાલે આર્થિક તંગીથી કંટાળીને આત્મહત્યા કરી હતી

2020નું વર્ષ અનેક સ્ટાર્સ માટે ઘણું જ ભારે સાબિત થયું. અનેક સ્ટાર્સને લૉકડાઉનને કારણે કામ ના મળ્યું અને પછી આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો. અનેકે સોશિયલ મીડિયામાં મદદની અપીલ કરી તો કેટલાંકે પૈસા અને કામ ના હોવાને કારણે આત્મહત્યા કરી. તો કેટલાંકનું બીમારીની સારવાર માટે પૈસા ના હોવાથી અવસાન થતું.

મનમીત ગ્રેવાલ

32 વર્ષીય મનમીત ગ્રેવાલે 15 મેના રોજ આત્મહત્યા કરી હતી. સુસાઈડ પાછળ તેને કામના પૈસા ના મળ્યા હોવાને કારણે આર્થિક તંગી હતી. તેના મિત્ર મનજીત સિંહે કહ્યું હતું કે થોડાં દિવસ પહેલાં જ મનમીતના મિત્રે પંખા સાથે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તે પણ આર્થિક સમસ્યામાંથી પસાર થતો હતો. બંનેએ ફોરન ટ્રિપ માટે લોન લીધી હતી અને વ્યાજ ચૂકવી શકાય તેમ નહોતું.

આશીષ રોય

‘સસુરાલ સિમર કા’ જેવી ટીવી સિરિયલમાં કામ કરી ચૂકેલ આશીષ રોયનું 24 નવેમ્બરના રોજ મુંબઈમાં અવસાન થયું. 55 વર્ષીય એક્ટરનું મોત કિડની ફેલ હોવાને કારણે થયું. તેઓ છેલ્લાં કેટલાંક સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા. તેમની પાસે સારવારના પૈસા નહોતા. છેલ્લાં એક વર્ષમાં તેમણે અનેકવાર સોશિયલ મીડિયામાં લોકો પાસે આર્થિક મદદની અપીલ કરી હતી.

રામવૃક્ષ ગૌર

અનેક ટીવી શોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટ રહી ચૂકેલા રામવૃક્ષ ગૌર પાસે કામ ના હોવાને કારણે તેઓ આઝમગઢમાં શાકભાજી વેચવા મજબૂર બન્યા હતા. જોકે, હવે તેમણે આ કામ બંધ કરી દીધું છે. તેમને ભોજપુરી ફિલ્મમાં કામ મળી ગયું છે. આ ફિલ્મમાં તેઓ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરશે. તેમણે કહ્યું હતું કે છેલ્લાં 18 વર્ષમાં તેમણે અનેક ટીવી શો તથા ફિલ્મ કરી અને પૈસા પણ કમાયા. જોકે, છેલ્લાં ત્રણ વર્ષથી તબિયત સારી ના હોવાને કારણે તેઓ વધુ કામ ના કરી શકાય. આ કારણે બચત સારવાર પાછળ ખર્ચ થઈ ગઈ. લૉકડાઉનમાં આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ. આથી તેમણે શાકભાજી વેચવાનું શરૂ કર્યું હતું. જોકે, તેમને આમાં કંઈ જ ખરાબ લાગ્યું નહોતું.

દિવાકર સોલંકી

દિવાકર ફિલ્મ ‘ડ્રીમગર્લ’ તથા ‘સોનચીડિયા’માં જોવા મળ્યો હતો. લૉકડાઉન પહેલાં દિવાકર ફિલ્મ ‘શર્માજી નમકીન’ ફિલ્મનું શૂટિંગ કરતો હતો. આ ફિલ્મમાં રિશી કપૂર હતા. જોકે, લૉકડાઉનને કારણે શૂટિંગ બંધ થઈ ગયું અને દિવાકરની પાસે કોઈ કામ ના રહ્યું. તેણે દિલ્હી આવીને ફળો વેચવાનું શરૂ કર્યું. દિવાકરે કહ્યું હતું કે લૉકડાઉનને કારણે ઘરનું ભાડું તથા પરિવારની જરૂરિયાત પૂરી કરવામાં મુશ્કેલી આવતી હતી. આથી જ તેણે ફ્રૂટ્સ વેચવાનું શરૂ કર્યું હતું.

રાજેશ કરીર

‘બેગુસરાય’ તથા ‘CID’ જેવી સિરિયલમાં કામ કરી ચૂકેલા એક્ટર રાજેશ કરીરનો એક વીડિયો વાઈરલ થયો હતો. વીડિયોમાં તેઓ રડી પડ્યા હતા અને આર્થિક તંગીની વાત કરીને મદદની અપીલ કરી હતી. અનેક લોકોએ રાજેશ કરીરને મદદ કરી હતી. રાજેશે કહ્યું હતું કે એવું લાગ્યું કે આખો દેશ તેમની મદદે આવી ગયો. તે બધાનો આભાર માને છે.

નુપૂર અલંકાર

‘સ્વરાગિની’, ‘ઈસ પ્યાર કો ક્યા નામ દૂ’, ‘દીયા ઔર બાતી હમ’, ‘અગલે જનમ મોહે બિટિયા હી કીજો’ જેવી સિરિયલમાં કામ કરનાર નુપૂર અલંકારે પણ લૉકડાઉનમાં આર્થિક સમસ્યાનો સામનો કર્યો હતો. નુપૂરની મિત્ર રેણુકા શહાણેએ ફેસબુક પોસ્ટ પર આ વાતનો ઉલ્લેખ કરીને આર્થિક મદદની અપીલ કરી હતી. રેણુકાએ કહ્યું હતું કે નુપૂરની પાસે બીમાર માતાની સારવાર માટે પૈસા નથી. ત્યારબાદ અક્ષય કુમારે મદદ કરી હતી.

[:]

Be the first to comment on "[:en]2020 આ ટીવી સેલેબ્સ માટે ભારે રહ્યું: કોઈએ ગુજરાન ચલાવવા શાકભાજી વેચ્યું તો કોઈએ આર્થિક તંગીથી કંટાળીને આત્મહત્યા કરી[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: