[:en]2020માં ક્રિકેટ: ધોની-રૈના રિટાયર થયા, T-20 વર્લ્ડ કપ પણ સ્થગિત થયો, 4 મહિના મોડી IPL રમાઈ તો ખરી, પરંતુ ભારતથી દૂર દર્શકો વિના[:]

[:en]2020માં ક્રિકેટ: ધોની-રૈના રિટાયર થયા, T-20 વર્લ્ડ કપ પણ સ્થગિત થયો, 4 મહિના મોડી IPL રમાઈ તો ખરી, પરંતુ ભારતથી દૂર દર્શકો વિના[:]

[:en]

 • Gujarati News
 • Sports
 • Cricket
 • Dhoni Raina Retired, T 20 World Cup Postponed, IPL Played 4 Months Late, But Without Spectators Away From India

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હી2 મિનિટ પહેલા

 • કૉપી લિંક

2020 સમાપ્ત થવામાં થોડા જ દિવસો બાકી છે. કોરોનાને કારણે બધી રમતોને નુકસાન થયું છે. ક્રિકેટ પણ તેમાં સામેલ છે. કોરોનાને કારણે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T-20 વર્લ્ડ પણ 2022 સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો. જોકે, ક્રિકેટે વાપસી કરી અને કોરોનાકાળમાં ઇન્ડિયન પ્રીમિયર લીગનું દર્શકો વિના આયોજન કરવામાં આવ્યું.

આ વર્ષે મોટાભાગની મેચો દર્શકો વિના રમાઈ હતી. ખેલાડીઓએ બાયો-બબલમાં રહેવું પડયું હતું. જોકે, ધીરે ધીરે દર્શકો પરત ફર્યા હતા. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની T-20 શ્રેણીમાં પહેલીવાર, 100% દર્શકોને એન્ટ્રી મળી હતી. આ સિવાય 2020માં મહેન્દ્રસિંહ ધોની, સુરેશ રૈના જેવા દિગ્ગજ ખેલાડીઓએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું.

IPL દરમિયાન ખાલી સ્ટેડિયમ.

IPL દરમિયાન ખાલી સ્ટેડિયમ.

સૌથી પહેલા ઇરફાન પઠાણે નિવૃત્તિ લીધી

 • 2020ની શરૂઆત ભારતના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંના એક ઇરફાન પઠાણની નિવૃત્તિ સાથે થઈ.
 • 4 જાન્યુઆરીએ તેણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી.
 • તે પછી 15 ઓગસ્ટના રોજ મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.
 • ધોનીના નેતૃત્વમાં જ ભારતે 2007નો T-20 વર્લ્ડ કપ અને 2011 વનડે વર્લ્ડ કપ જીત્યો હતો.
 • આ સાથે જ ટીમ ઈન્ડિયાએ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી. આઇસીસીની તમામ ટ્રોફી જીતનાર ધોની એકમાત્ર કેપ્ટન છે.

રૈનાએ પણ ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું

 • ધોની સાથે સુરેશ રૈનાએ પણ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.
 • તેમજ વિકેટકીપર તરીકે સૌથી નાની ઉંમરે ડેબ્યુ કરનાર પાર્થિવ પટેલે પણ ક્રિકેટને અલવિદા કહ્યું.
 • હાલમાં જ ઇંગ્લેન્ડના બેટ્સમેન ઇયાન બેલ અને પાકિસ્તાનના મોહમ્મદ આમિરે પણ 2020માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી.

કોરોના વચ્ચે IPL

 • IPL શરૂ થાય તે પહેલાં અમુક ખેલાડીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે તેમ છતાં ઓવરઓલ ટૂર્નામેન્ટનું આયોજન સફળ રહ્યું હતું.
 • દિલ્હી કેપિટલ્સને ફાઇનલમાં 5 વિકેટે હરાવીને મુંબઇ ઇન્ડિયન્સ ચેમ્પિયન બન્યું. આ દરમિયાન વુમન્સ T-20 ચેલેન્જનું પણ આયોજન થયું.
 • એક વસ્તુ જે 2020માં પહેલીવાર થઈ, એ છે ધોનીની ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સ 13મી સીઝનમાં પહેલીવાર લીગ રાઉન્ડમાં જ બહાર થઈ અને પ્લેઓફમાં ન પહોંચી.
 • બાયો-બબલના લીધે ટીમો અને ખેલાડીઓને ઘણી તકલીફ થાય, પરંતુ ઓવરઓલ ટૂર્નામેન્ટ સફળ રહી.

WTCના નિયમ બદલવા પડ્યા

 • કોરોનાને કારણે 2019માં થયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રથમ આવૃત્તિ બગડી ગઈ છે. માર્ચથી જૂન સુધી કોઈપણ પ્રકારનું ક્રિકેટ ન રમાયું હોવાથી ICCએ ઘણી ટૂર્નામેન્ટ શિફ્ટ કરી દીધી.
 • વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં બધા દેશો 2021 સુધીમાં 6-6 શ્રેણી રમવાના હતા. જોકે, સીરિઝ રદ કરવી પડી.
 • તે પછી ICCએ WTCના ફાઇનલિસ્ટ નક્કી કરવા પોઇન્ટ્સ પરસેન્ટેજનો નવો નિયમ બનાવ્યો.
 • પોઇન્ટ્સ પરસેન્ટેજના આધારે, ઓસ્ટ્રેલિયા 83.5% સાથે ટોપ પર, ભારત 70.5% સાથે બીજા અને ન્યૂઝીલેન્ડ 62.5% સાથે ત્રીજા સ્થાને છે.

વર્ષે ટીમ ઇન્ડિયાએ ટેસ્ટમાં પોતાનો સૌથી ઓછો સ્કોર બનાવ્યો

 • 2020માં ટીમ ઇન્ડિયાએ એક અણગમતો રેકોર્ડ પોતાનો નામે કરી દીધો. ટીમ ઇન્ડિયાએ વિદેશમાં પોતાની પ્રથમ અને કુલ બીજી ડે-નાઈટ પિન્ક બોલ ટેસ્ટમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.
 • એડિલેડમાં રમાયેલી આ મેચમાં ટીમ ઇન્ડિયા બીજી ઇનિંગ્સમાં 36 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ભારતના ટેસ્ટ ઇતિહાસનો સૌથી ઓછો સ્કોર છે.

ભારતીય ટીમ અને ખેલાડીઓ દ્વારા 2020માં બનાવવામાં આવેલા રેકોર્ડ્સ:

 • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી અને અંતિમ વનડે દરમિયાન વિરાટ કોહલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એક કેપ્ટન તરીકે બધા ફોર્મેટમાં કુલ 11,208 રન પૂરા કર્યા. આ કોઈપણ ભારતીય કપ્તાન દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધુ રન છે. આ પહેલાં આ રેકોર્ડ ધોની (11,207 રન)ના નામે હતો.
 • કોહલીએ સૌથી ઝડપી 12 હજાર રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો. આ મામલે તે સચિન તેંડુલકરથી આગળ નીકળી ગયો છે. સચિન 309 મેચ રમ્યો હતો. જ્યારે કોહલીએ 251 વનડેમાં આ રેકોર્ડ બનાવ્યો.
 • કોહલી 100 અથવા વધુ ઇન્ટરનેશનલ ફિફટી મારનાર પાંચમો ખેલાડી બન્યો છે. તેણે સૌથી ઝડપી 236 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. આ લિસ્ટમાં સચિન તેંડુલકર (145), કુમાર સંગાકારા (118), રિકી પોન્ટિંગ (112) અને જેક કાલિસ (103) સામેલ છે.
 • વનડેમાં રન ચેઝ કરતી વખતે કોહલીએ 7 હજાર રન પૂરા કર્યા. તેણે સૌથી ઝડપી 133 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી. જોકે, સૌથી વધુ રનનો રેકોર્ડ સચિનના નામે છે. સચિને 232 ઇનિંગ્સમાં 8720 રન બનાવ્યા છે. કોહલીના અત્યારે 7018 રન છે.
 • વનડે કેપ્ટનના રૂપમાં કોહલીએ ભારતમાં 4865 રન બનાવ્યા છે. આવું કરનાર તે ચોથો બેટ્સમેન બન્યો છે. તેણે શ્રીલંકાના કુમાર સંગાકારા (4724 રન)ને પાછળ છોડી દીધો છે. આ લિસ્ટમાં સચિન, રિકી પોન્ટિંગ અને જેક કાલિસ જ તેનાથી આગળ છે.
 • કુલદીપ યાદવ વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનાર ભારતીય સ્પિનર બન્યો છે.
 • રોહિત શર્મા સૌથી ઝડપી 9 હજાર વનડે રન બનાવનાર ત્રીજો ખેલાડી બન્યો છે.

[:]

Be the first to comment on "[:en]2020માં ક્રિકેટ: ધોની-રૈના રિટાયર થયા, T-20 વર્લ્ડ કપ પણ સ્થગિત થયો, 4 મહિના મોડી IPL રમાઈ તો ખરી, પરંતુ ભારતથી દૂર દર્શકો વિના[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: