[:en]2020ના ગુજરાતી વિજેતા શેર્સ: ટોચના 55 પૈકી 46 શેર્સમાં રોકાણકારને પોઝિટિવ રિટર્ન, હેલ્થ સેગમેન્ટને ધ્યાનમાં લેતા ફાર્મા કંપનીઓમાં આકર્ષણ રહેશે[:]

[:en]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ3 કલાક પહેલાલેખક: મહેશ ત્રિવેદી

  • કૉપી લિંક
  • 24 સ્ક્રીપ્સમાં સિંગલથી 37 ટકા સુધીનું આકર્ષક રિટર્ન નોંધાયું
  • સેન્સેક્સમાં 16 ટકા વૃદ્ધિ સામે 22 શેર્સમાં 50થી 534 ટકાનું જંગી રિટર્ન નોંધાયું
  • 83 ટકાથી વધુ કંપનીઓના શેર્સમાં સંગીન સુધારાની ચાલ

વિદાય થયેલા ઇ.સ. 2020માં સેન્સેક્સ- નિફ્ટીમાં 16 ટકા આસપાસ વૃદ્ધિ જોવાઇ હતી. તેની સરખામણીમાં ગુજરાતની 55 લિસ્ટેડ પૈકી 46 કંપનીઓના શેર્સમાં રોકાણકારોને પોઝિટિવ રિટર્ન મળ્યું છે. માત્ર 9 કંપનીઓના શેર્સમાં નેગેટિવ રિટર્ન નોંધાયું છે. તે જોતાં એવું કહી શકાય કે ગુજરાતની ટોચની લિસ્ટેડ કંપનીઓ પૈકી 83 ટકાથી વધુ કંપનીઓના શેર્સમાં કેલેન્ડર વર્ષ 2020 દરમિયાન સંગીન સુધારાની ચાલ જોવા મળી છે. 50 ટકાથી 534 ટકા સુધીનું અધધધ… રિટર્ન નોંધાવનારા ટોચના 22 શેર્સ પૈકી અદાણી ગ્રીનનો શેર રૂ. 166 વાળો રૂ. 1052 થઇ ગયો છે. જે રૂ. 886 (534 ટકા)નું જંગી રિટર્ન ધરાવતો શેર રહ્યો છે. એક તબક્કે વિવિધ મુશ્કેલીઓનો સામનો કરી રહેલી સિન્ટેક્સના શેરમાં 431 ટકા અને સુઝલોનના શેરમાં 250 ટકાની વૃદ્ધિ નોંધાઇ છે. અદાણી ગ્રૂપની મોટાભાગની સ્ક્રીપ્સમાં સુધારો નોંધાયો હતો. તે પૈકી અદાણી ગેસ અને અદાણી એન્ટરપ્રાઇસિસમાં 100 ટકા વૃદ્ધિ થઇ છે.

24 સ્ક્રીપ્સમાં સિંગલથી 37 ટકા સુધીનું રિટર્ન નોંધાયું છે. તે પૈકી મેઘમણી ઓર્ગેમાં સૌથી વધુ 46 ટકા, ત્યારપછીના ક્રમે રત્નમણી મેટલ 44 ટકા, વેલસ્પન ઇન્ડિયા 42 ટકા, બેન્ક ઓફ બરોડા 40 ટકા અને જીએનએફસી 37 ટકા રિટર્ન સાથે ટોચે રહ્યા છે. જ્યારે 9 કંપનીઓના શેર્સમાં નેગેટિવ રિટર્ન જોવા મળ્યું છે. તે પૈકી સદભાવ એન્જિનિયરિંગમાં 71 ટકા, અતુલ ઓટોમાં 37 ટકા, કલ્પતરુ પાવરમાં 28 ટકા, અદાણી પાવરમાં 24 ટકા અને ગુજરાત આલ્કલીમાં 18 ટકા નેગેટિવ રિટર્ન નોંધાયું છે. કોરોના મહામારીમાં અન્ય રાજ્યોની લિસ્ટેડ કંપનીઓની તુલનામાં ગુજરાતની કંપનીઓનો ઉત્કૃષ્ઠ દેખાવ રહ્યો છે જે 2021માં પણ જળવાઇ રહે તેવો આશાવાદ છે.

નિષ્ણાતોની નજરે નજરમાં રાખવા જેવા આકર્ષક ગુજરાતી શેર્સ
કેડિલા હેલ્થકેર, એલએન્ડટી ટેકનો., ટોરન્ટ ફાર્મા, એસ્ટ્રલ પોલિ., મેઘમણી ઓર્ગે., જીએનએફસી, ઝાયડસ વેલનેસ, અદાણી પોર્ટ, અદાણી ટ્રાન્સ, ટોરન્ટ પાવર, અદાણી પાવર

50થી 534 ટકા સુધી રિટર્ન આપનારા ટોપ-22

કંપની 31 ડિસે.-19 31 ડિસે.-20 તફાવત ટકા
1. અદાણી ગ્રીન 166 1052 886 534
2. સિન્ટેક્સ 0.8 4.25 3.45 431
3. સુઝલોન એનર્જી 1.87 6.55 4.68 250
4. અદાણી ગેસ 163 375 212 130
5. અદાણી એન્ટર. 208 479 271 130
6. AIA એન્જિ. 1650 1967 1802 109
7. આશિમા લિ. 6 12.5 6.5 108
8. કેડિલા હેલ્થકેર 254 476 222 87
9. GTPL હેથવે 73 134 61 84
10. એલેમ્બિક ફાર્મા 571 1034 463 81
11. એલેમ્બિક લિ. 60 107 47 78
12. ગુજ. એપોલો ઈન્ડ. 130 204 74 57
13. L&T ટેક્નો. 1465 2338 873 60
14. ટોરન્ટ ફાર્મા 1847 2800 953 52
15. અતુલ લિ. 4050 6230 2180 54
16. વાડિલાલ એન્ટર. 1107 1700 593 54
17. અરવિંદ ફેશન 393 154 239 61
18. દિશમાન કાર્બોજેન 85 138 53 62
19. ગુજરાત ગેસ 238 377 139 58
20. ઈન્ફીબીમ 55 85 30 55
21. એસ્ટ્રલ પોલિ. 1176 1787 611 52
22. કેમકોન* 340 500 240 71

9 કંપનીઓના શેર્સમાં નોંધાયું નેગેટિવ રિટર્ન ​​​​​​ ​​​​​​​

ક્રમ કંપની 31 ડિસે.-19 31 ડિસે.-20 તફાવત ટકા
1 સદભાવ એન્જિ. 108 63 -45 -71
2 અતુલ ઓટો 252 184 -68 -37
3 કલ્પતરૂ 410 320 -90 -28
4 અદાણી પાવર 62 50 -12 -24
5 ગુજરાત આલ્કલી 418 354 -64 -18
6 PSP પ્રોજેક્ટ 496 415 -81 -16
7 ગુજ. અંબુજા એક્સ. 133 118 -15 -13
8 સિમ્ફની 1161 1026 -135 -12
9 ઈલેક્ટ્રોથર્મ 119 113 -6 -5.3

સિંગલ ડિજિટથી 37 ટકા સુધી રિટર્ન છૂટ્યું

ક્રમ. કંપની 31 ડિસે.-19 31 ડિસે.-20 તફાવત ટકા
1. મેઘમણી ઓર્ગેનિક 57 83 26 46
2. રત્નમણી મેટલ 1098 1580 482 44
3. વેલસ્પન ઈન્ડિયા 48 68 20 42
4. બેન્ક ઓફ બરોડા 102 61 41 40
5. જીએનએફસી 164 224 60 37
6. ઝાયડસ વેલનેસ 1470 1990 520 35
7. અદાણી પોર્ટ 366 484 118 32
8. અદાણી ટ્રાન્સ 332 438 106 32
9. RNRL 4.54 3.18 1.36 30
10. એશિયન ગ્રેનિટો 219 282 63 29
11. અંબુજા સિમેન્ટ 196 249 53 27
12. એસ્ટ્રોન પેપર 41 52 11 27
13. સેરા સેનેટરી 2691 3390 699 26
14. એરિસ લાઈફ 474 580 106 22
15. લિંકન ફાર્મા 205 243 38 19
16. અરવિંદ લિ. 40 47 7 18
17. શેલ્બી લિ. 93 109 16 17
18. એલિકોન એન્જિ 37 43 6 16
19. જીએમડીસી 61 53 8 13
20. ટોરન્ટ પાવર 284 317 33 12
21. વાડિલાલ ઈન્ડ. 716 758 42 6
22. GSFC 70 72 2 3
23. ગણેશ હાઉસિંગ 32 31 1 3
24. ગુજ. સ્ટેટ પેટ્રોનેટ 219 221 2 1

​​​​​​*1 ઓક્ટોબરે લિસ્ટેડ થયો હતો.

ગુજરાતી કંપનીઓમાં ગુજરાત કરતા અન્ય રાજ્યોના રોકાણકારોની સૌથી વધુ ડિમાન્ડ
ગુજરાત ફાર્મા, એફએમસીજી, સિરામિક, કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝમાં ટોચનું સ્થાન ધરાવે છે ત્યારે ગુજરાતની આ સેક્ટરની કંપનીઓમાં ગુજરાતીઓ કરતા અન્ય રાજ્યોના રોકાણકારોની ખરીદી મોટા પાયે જોવા મળી રહી છે.

[:]

Be the first to comment on "[:en]2020ના ગુજરાતી વિજેતા શેર્સ: ટોચના 55 પૈકી 46 શેર્સમાં રોકાણકારને પોઝિટિવ રિટર્ન, હેલ્થ સેગમેન્ટને ધ્યાનમાં લેતા ફાર્મા કંપનીઓમાં આકર્ષણ રહેશે[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: