[:en]20 વર્ષમાં પહેલી વખત જાન્યુઆરીમાં ચોમાસુ: પહાડી વિસ્તારમાં 8 ફુટ સુધી બરફની ચાદર, 14 જાન્યુઆરીએ સૌથી ઠંડો દિવસ હોઈ શકે છે[:]

[:en]

  • Gujarati News
  • National
  • Snowfall In Hilly States, Dense Fog In Bhopal And Jaipur; Yellow Alert Issued In Punjab

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સતત પડી થઈ રહેલી બરફવર્ષાના કારણે જમ્મુ કાશ્મીર અને હિમાચલ જેવા પહાડી વિસ્તારમાં રહેતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

બે દાયકા પછી જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં દેશભરમાં ચોમાસા જેવી સ્થિતિ બની ગઈ છે. ઉત્તરના પહાડી રાજ્યોમાં ભારે બરફવર્ષા થઈ તો દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદ થયો. દક્ષિણમાં જાન્યુઆરીમાં વરસાદનો 100 વર્ષ સુધીનો રેકોર્ડ તૂટી ગયો છે. જો કે, વેર્સ્ટન ડિસ્ટબર્ન્સ સાથે સાથે દેશના અલગ અલગ ભાગમાં એક સાથે ઘણી ઘણા ચક્રવાતી પવનનો વિસ્તાર બનવાથી આ સ્થિતિ પેદા થઈ છે. દેશના તમામ ઊંચા પહાડ વાળા વિસ્તારમાં 5 થી 8 ફુટ સુધી મોટી બરફની ચાદર લપેટાઈ છે, જો કે, હિમાચલયના વિસ્તારમાં હવે હવામાન ચોખ્ખું થઈ ગયું છે.

વરસાદ અને બરફવર્ષાની પ્રવૃત્તિ બંધ થયા પછી હવે ઠંડા પવનની અસર ઉત્તર, પશ્વિમ, મધ્યપ્રદેશ અને બિહાર સુધી જોવા મળશે, તમામ રાજ્યોમાં તાપમાનમાં ભારે ઘટાડો નોંધાશે. 14 જાન્યુઆરીએ ઉત્તર તથા મધ્ય ભારતમાં દિવસ દરમિયાન ઠંડા પવન સાથે સૌથી ઠંડો દિવસ રહી શકે છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ તથા ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષા થઈ અને ઉત્તરના મેદાની રાજ્યોમાં કમોસમી ભારે વરસાદ નોંધાયો.

દિલ્હીમાં 2 થી 7 જાન્યુઆરી વચ્ચે 57 મિમી વરસાદ નોંધાયો. દિલ્હીમાં સામાન્ય રીતે આટલો વરસાદ જાન્યુઆરી, ફેબ્રુઆરી તથા માર્ચમાં થાય છે. ચંદીગઢ તથા લદ્દાકને બાદ કરતા ઉત્તર-પશ્વિમના તમામ રાજ્યોમાં સામાન્યથી બે- ત્રણ ગણો વધુ વરસાદ નોંધાયો. ગોવા, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, કેરળ અને પશ્વિમ મધ્યપ્રદેશના મોટાભાગના જિલ્લામાં 11 જાન્યુઆરી સુધી સારો વરસાદ નોંધાશે.

જમ્મુ-કાશ્મીરઃ ઝાડૂથી હટાવવા પડી રહ્યો છે રનવે પર જામેલો બરફ

લેહ એરપોર્ટના એપ્રનમાં(જ્યાં વિમાન ઊભા રાખવામાં આવે છે)અત્યાધુનિક મશીનોની જગ્યાએ ઝાડૂથી બરફ હટાવવામાં આવી રહ્યો છે. એરપોર્ટ ડાયરેક્ટર મલકીત સિંહનું કહેવું છે કે માત્ર એપ્રનમાં જ મેન્યુઅલી બરફ હટાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. રનવેની જવાબદારી વાયુસેના પાસે છે અને તેમની પાસે બરફ હટાવવાનું મોર્ડન મશીન છે. તેમણએ કહ્યું કે, મેન્યુઅલી બરફ હટાવવાથી સંચાલનમાં અડચણ નથી આવતી. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું કે, એરપોર્ટ માટે બરફ હટાવવાના ઉપકરણોનો પ્રસ્તાવ પાઈપલાઈનમાં છે, જેને હજી સુધી મંજૂરી મળી નથી. હાલના સમયમાં અહીં દરરોજ 8 ફ્લાઈટની અવર જવર થઈ રહી છે.

રનવેની જવાબદારી વાયુસેના પાસે છે અને તેમની પાસે બરફ હટાવવાનું મશીન છે, પણ મેન્યુઅલી બરફ હટાવવાથી સંચાલનમાં અડચણ નથી આવતી.

રનવેની જવાબદારી વાયુસેના પાસે છે અને તેમની પાસે બરફ હટાવવાનું મશીન છે, પણ મેન્યુઅલી બરફ હટાવવાથી સંચાલનમાં અડચણ નથી આવતી.

રાજસ્થાનઃ ઠંડી વધી
વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે રાજસ્થાનમાં રાતનો પારો ભલે સામાન્યથી વધુ હોય, પણ ઠંડીથી થોડીક પણ રાહત નથી થઈ. રાત કરતા વધુ દિવસમાં ઠંડી છે. સતત બીજા દિવસે ઘણા શહેરોમાં રાત અને દિવસનો પારો લગભગ એકસરખો રહ્યો.

જયપુરમાં શનિવાર સાંજે 5.50 વાગ્યે- ધુમ્મસના કારણે રાત જેવું લાગે છે

જયપુરમાં શનિવાર સાંજે 5.50 વાગ્યે- ધુમ્મસના કારણે રાત જેવું લાગે છે

કોટા-અજમેરમાં તો રાત-દિવસના પારામાં માત્ર 2 ડિગ્રીનું અતંર રહ્યું. કોટામાં ન્યૂનતમ 15.6 તથા મહત્તમ 17.6 ડિગ્રી, જ્યારે અજમેરમાં રાતનું 13.3 ડિગ્રી અને દિવસનું 15.0 ડિગ્રી રહ્યું. રાજ્યના 10થી વધુ સ્થળો પર રાતનો પારો 10 ડિગ્રી ઉપર રહ્યો. માઉન્ટ આબૂમાં રાતનો પારો 0.5 ડિગ્રી રહ્યો.

શ્રીગંગાનગરમાં તાપમાન ઓછું થવાના કારણે સવારે ઝાકળ જામી ગઈ.

શ્રીગંગાનગરમાં તાપમાન ઓછું થવાના કારણે સવારે ઝાકળ જામી ગઈ.

MP: ભોપાલમાં દિવસભર ફુવારા, 9 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
ભોપાલ સહિત મધ્યપ્રદેશના 27 જિલ્લામાં ઝરમર વરસાદ પડી રહ્યો છે. રાજધાનીમાં વરસાદથી દિવસનો પારો 6.7 ડિગ્રી ઘટીને 20.9 ડિગ્રી પર પહોંચી ગયો. આ સામાન્ય કરતા 3 ડિગ્રી ઓછું છે. સાથે જ ભોપાલમાં રાતનું તાપમાનમાં 9 વર્ષનો જૂનો રેકોર્ડ તૂટી ગયો છે. રાતનું તાપમાન સામાન્ય કરતા 9 ડિગ્રી વધિ 19.2 ડિગ્રી નોંધાયું. ભોપાલમાં આ પહેલા 2012માં 1લી જાન્યુઆરીએ રાતનું તાપમાન 18.0 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વૈજ્ઞાનિક પીકે સાહાના જણાવ્યા પ્રમાણે ભોપાલમાં રવિવારે બપોર પછી માવઠા(ઠંડીમાં થતા વરસાદ)થી રાહત મળી શકે છે.

આ તસવીર ભોપાલના કોલાર રોડની છે. મોડી રાત સુધી શહેર વરસાદથી પલળતું રહ્યું

આ તસવીર ભોપાલના કોલાર રોડની છે. મોડી રાત સુધી શહેર વરસાદથી પલળતું રહ્યું

પંજાબઃ જાન્યુઆરીમાં ચોમાસા જેવી સ્થિતિ આ સપ્તાહે ભારે ઠંડી પડશે
પંજાબમાં 13 જાન્યુઆરી સુધી શીતલહેર ચાલું રહેશે. રાતનો પારો ગગડશે.11 થી 13 જાન્યુઆરી સુધી યલો એલર્ટ જાહેર કરાયું છે. જેના પ્રમાણે જે લોકોએ ઘરની બહાર નીકળવાનું છે તે હવામાનને જોતા પુરી તૈયારી કરીને નીકળે. શનિવારે શીતલહેરથી હવામાનમાં ઠંડક રહી હતી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 3 દિવસ 10-15 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફુંકાવાથી ઠંડી વધશે. મોટાભાગના વિસ્તારમાં વાદળ છવાય તેવા અણસાર છે. 2 દિવસ સુધી ધુમ્મસ પછી હવામાન ખરાબ રહેશે.

[:]

Be the first to comment on "[:en]20 વર્ષમાં પહેલી વખત જાન્યુઆરીમાં ચોમાસુ: પહાડી વિસ્તારમાં 8 ફુટ સુધી બરફની ચાદર, 14 જાન્યુઆરીએ સૌથી ઠંડો દિવસ હોઈ શકે છે[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: