[:en]
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈ10 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાજપાલ યાદવને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતાં 20 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. જોકે, એક્ટર તથા કોમેડિયનના મતે અનેક યાદગાર પર્ફોર્મન્સ આપ્યા બાદ પણ તેને આજે પણ સારા કામ માટે સંઘર્ષ કરવો પડે છે. એન્ટેઈનમેન્ટ વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કેમ તેને 2020માં પણ સંઘર્ષ કરતો હોય એવું લાગે છે.
રાજપાલની નજરમાં સંઘર્ષ એટલે શું?
વેબ પોર્ટલ બોલિવૂડ હંગામા સાથેની વાતચીતમાં રાજપાલે કહ્યું હતું, ‘આપણે સંઘર્ષ કોને કહીએ છીએ. આના માટે મારી પાસે બે જ શબ્દો છે, બિગનર તથા લર્નર (શરૂઆત કરનાર તથા શીખનાર) 2020માં પણ હું દિવસ-રાત સંઘર્ષ કરી રહ્યો છું. એ એટલાં માટે, કારણ કે લોકોને લાગે છે કે રાજપાલને વાસ્તવમાં કંઈક સારું કામ મળી રહ્યું છે. હું ચાર્લી ચેપલિનની ક્રિએટિવિટીનો ગુલામ છું. એક ક્રિકેટરની જેમ, જેના હાથમાં બેટ ના હોય તો પણ તે બેટ ફેરવવાની એક્ટિંગ કરતો રહે છે. હું પણ વર્ષોથી ક્રિએટિવિટીનું કાલ્પનિક બેટ ફેરવતો રહું છું અને વિચારું છું કે આખરે મારું લક્ષ્ય શું છે?’
નાનાપણથી જ કામ સાથે મિત્રતા
રાજપાલે આગળ કહ્યું હતું, ‘લોકોને લાગે છે કે હું સાચે જ સારું કામ કરી રહ્યો છું અને વિચારું છું કે હું તે પ્લેટફોર્મ પર એક્ઝામ આપી રહ્યો છું, જેથી મારી પ્રેક્ટિસ થતી રહે. મારો સંઘર્ષ પૂરો થયો નથી, પરંતુ મને કામ મળતું રહે છે. નાનપણથી જ કામ સાથે મિત્રતા છે. ત્યાં સુધી કે રવિવારે પણ મારી જાતને વ્યસ્ત રાખવા માટે હું ઘરના કામ કરતો હોઉં છું.’
2005માં પોતાનું ગામ દત્તક લીધું હતું
રાજપાલે કહ્યું હતું કે 2005માં તે જે ગામમાંથી આવે છે તે દત્તક લીધું હતું. તેના મતે, તે ગામમાં ના સારા રસ્તા હતા અને ના વીજળી-પાણીની સગવડ હતી. તેણે કહ્યું હતું, ‘એક્ટિંગ મારું પ્રોફેશન છે અને હું અંતિમ શ્વાસ સુધી કામ કરતો રહીશ અને સારા કામ માટે લડતો રહીશ. આ સાથે જ સામાજિક જવાબદારી પણ છે. જો મારું ઘર સારું હોય તો મારા ગામના અન્ય ઘરો પણ સારા હોવા જોઈએ. આજે હું જ્યારે પણ મારા ગામમાં આવું છું તો હું ગામના લોકોને એમ જ કહું છું કે મારા ગળમાં માળા ના નાખો પરંતુ ગામને સિમેન્ટના રસ્તા ઉપલબ્ધ કરાવો.’
‘કુલી નંબર 1’માં જોવા મળશે
રાજપાલ યાદવ ‘કુલી નંબર 1’માં વરુણ ધવન તથા સારા અલી ખાન સાથે જોવા મળશે. ડેવિડ ધવનના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 24 ડિસેમ્બરના રોજ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે. આ ઉપરાંત રાજપાલ યાદવ ‘હંગામા 2’માં પરેશ રાવલ તથા શિલ્પા શેટ્ટી સાથે જોવા મળશે. આ ફિલ્મ 2021માં રિલીઝ થશે.
[:]
Be the first to comment on "[:en]20 વર્ષનો સંઘર્ષ: રાજપાલ યાદવે કહ્યું- ‘અનેક યાદગાર પર્ફોર્મન્સ આપ્યા, પરંતુ સારા કામ માટે આજે પણ સંઘર્ષ કરી રહ્યો છું'[:]"