[:en]17 ઓગસ્ટ સુધીમાં છ કરોડથી વધુની વસ્તીની તુલનાએ માત્ર 2.2 ટકા જ ટેસ્ટિંગ કરાયું, ઉત્તર ગુજરાત અને કચ્છમાં માત્ર 1 ટકા જ ટેસ્ટિંગ[:]

[:en]

  • રાજ્યમાં 60439692ની વસ્તી પ્રમાણે 1358364 ટેસ્ટ કરવામાં આવ્યા
  • મધ્ય ગુજરાતની કુલ 20135174 વસ્તીની સામે 661825 ટેસ્ટ કરાયા
  • ઉત્તર ગુજરાતની કુલ 10325193 વસ્તીની સામે 114047 ટેસ્ટ કરાયા
  • સૌરાષ્ટ્રની કુલ 15593653 વસ્તી સામે 259584 ટેસ્ટ થયા
  • દક્ષિણ ગુજરાતની કુલ 12293301 વસ્તી સામે 300035 ટેસ્ટ થયા
  • કચ્છની કુલ 2092371 વસ્તીની સામે 21851 કોરોના ટેસ્ટ થયા
  • સૌથી વધુ 487457 ટેસ્ટ અમદાવાદમાં સૌથી ઓછા 3969 ટેસ્ટ ડાંગ જિલ્લામાં

દિવ્ય ભાસ્કર

Aug 18, 2020, 11:09 AM IST

અમદાવાદ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં મુખ્યમંત્રીઓ સાથે એક બેઠક કરી હતી, જેમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને ગુજરાત સહિતના કેટલાક રાજ્યોને કોરોના ટેસ્ટિંગ વધારવા માટે ટકોર કરી હતી. વડાપ્રધાનની ટકોર બાદ છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગમાં 50 હજાર કે તેથી વધુ કરવામાં આવી રહ્યા છે. 17 ઓગસ્ટની સાંજે જાહેર કરવામાં આંકડા પ્રમાણે રાજ્યમાં અત્યારસુધીમાં 1358364 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યની 2011ના વસ્તી ગણતરીના આંકડા 60439692ની સરખામણીએ રાજ્યમાં થયેલા ટેસ્ટ જોઇએ તો કુલ વસ્તીની તુલનાએ માત્ર 2.2 ટકા જ ટેસ્ટિંગ ગુજરાતમાં કરવામાં આવ્યું છે. તેમાં પણ ઉત્તર ગુજરાતમાં ત્યાંની કુલ વસ્તી પ્રમાણે 1.1 અને કચ્છમા એ જ પ્રમાણે 1 ટકા ટેસ્ટિંગ કરાયું છે. જે દર્શાવે છેકે રાજ્યમાં હજી પણ આક્રમકતા સાથે ટેસ્ટિંગ વધારવાની જરૂર છે.

મધ્ય ગુજરાતની વસ્તીના કુલ 3.2 ટકા ટેસ્ટ થયા
મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, આણંદ, પંચમહાલ, મહીસાગર, ખેડા, દાહોદ, છોટાઉદેપુર એમ કુલ 8 જિલ્લાની 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 20135174 વસ્તી છે. જેની સામે 17 ઓગસ્ટ સુધીમાં 661825 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ટકાવારીની દ્રષ્ટીએ જોઇએ તો 3.2 ટકા ટેસ્ટ મધ્ય ગુજરાતમાં કરવામાં આવ્યા છે. મધ્ય ગુજરાતમાં અત્યારસુધીમાં 39705 કેસ થયા છે. જ્યારે 1830 મૃત્યુ થયા છે.

ઉત્તર ગુજરાતની કુલ વસ્તીના 1.1 ટકા જ ટેસ્ટ થયા
ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી એમ કુલ 6 જિલ્લાની 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 10325193 વસ્તી છે. જેની સામે 17 ઓગસ્ટ સુધીમાં 114047 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ટકાવારીની દ્રષ્ટીએ જોઇએ તો 1.1 ટકા જ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ 5913 કેસ નોંધાયા છે અને 159 મૃત્યુ થયા છે.

સૌરાષ્ટ્રની કુલ વસ્તીના 1.6 ટકા ટેસ્ટ થયા
સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર, બોટાદ, જામનગર, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી અને અમરેલી એમ કુલ 11 જિલ્લાની 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 15593653 વસ્તી છે. જેની સામે 17 ઓગસ્ટ સુધીમાં 259584 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ટકાવારીની દ્રષ્ટીએ જોઇએ તો 1.6 ટકા કોરોનાના ટેસ્ટ સૌરાષ્ટ્રમાં કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં અત્યારસુધીમાં 12387 કેસ નોંધાઈ ચૂક્યા છે અને 201 દર્દીના મૃત્યુ થયા છે. જેમાં સૌથી વધુ કેસ રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં નોંધાયા છે.

દક્ષિણ ગુજરાતની કુલ વસ્તીના 2.4 ટકા ટેસ્ટ થયા
દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ, વલસાડ, નર્મદા, નવસારી, તાપી અને ડાંગ એમ કુલ સાત જિલ્લાની 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 12293301 વસ્તી થાય છે. જેની સામે 17 ઓગસ્ટ સુધીમાં 300035 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ટકાવારીની દ્રષ્ટીએ જોઇએ તો દક્ષિણ ગુજરાતની કુલ વસ્તીની તુલનાએ 2.4 ટકા જ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં અત્યારસુધીમાં 20729 કેસ નોંધાયા છે અને 584 મૃત્યુ થયા છે. જેમાં સૌથી વધુ કેસ સુરત, ભરૂચ અને વલસાડમાં નોંધાયા છે.

કચ્છની કુલ વસ્તીના 1 ટકા જ ટેસ્ટ થયા
કચ્છ જિલ્લાની 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 2092371 વસ્તી છે. જેની સરખામણીએ જિલ્લામાં 17 ઓગસ્ટ સુધીમાં 21851 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ટકાવારીની દ્રષ્ટીએ જોઇએ માત્ર જિલ્લાની કુલ વસ્તીની તુલનાએ 1 ટકા જેટલા જ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે જિલ્લામાં અત્યારસુધીમાં 937 જેટલા કોરોનાના કેસ નોંધાઈ ચૂક્યા છે અને 26 દર્દીઓના મૃત્યુ થયા છે.

[:]

Be the first to comment on "[:en]17 ઓગસ્ટ સુધીમાં છ કરોડથી વધુની વસ્તીની તુલનાએ માત્ર 2.2 ટકા જ ટેસ્ટિંગ કરાયું, ઉત્તર ગુજરાત અને કચ્છમાં માત્ર 1 ટકા જ ટેસ્ટિંગ[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: