17થી 23 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને બનસકાંઠામાં માં હળવોથી ભારે વરસાદ પડી શકે


  • 13 જુલાઈ 2020 સુધીમાં અંદાજીત 57.37 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું
  • રાજ્યમાં 14 જુલાઈ 2020 સુધીમાં સરેરાશ 11 ઈંચ જેટલો વરસાદ થયો

દિવ્ય ભાસ્કર

Jul 14, 2020, 07:34 PM IST

અમદાવાદ. હાલ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના તમામ તાલુકામાં અત્યાર સુધીમાં 1 મિ.મિ.થી લઈ 53 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં પડી રહેલા વરસાદ અને સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર.પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબિનાર ગાંધીનગરથી યોજવામાં આવ્યો હતો. જેમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેપ્યુટી કલેકટર ટી.જે.વ્યાસે તમામ ઓનલાઈન અધિકારીઓને આવકારી વેધર વોચની મીટીંગની શરૂઆત કરી હતી. રાહત કમિશનર પટેલે વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યુ કે, રાજ્યમાં 14 જુલાઈ 2020 સુધીમાં સરેરાશ 11 ઈંચ જેટલો વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની સરેરાશ 33 ઈંચ વરસાદની સરખામણીએ 32.48 ટકા છે. 

17થી 23 જુલાઇ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD(હવામાન વિભાગ) દ્વારા PPT રજૂ કરી આગામી અઠવાડીયામાં 17થી 23 જુલાઇ દરમિયાન સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાઓમાં તથા કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને સુરત જિલ્લામાં તથા ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારમાં સામાન્યતઃ હળવાથી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 67.58 ટકા વાવેતર 
કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે,ચાલુ વર્ષે 13 જુલાઈ 2020 સુધીમાં અંદાજીત 57.37 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન 48.79 લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 67.58 ટકા વાવેતર થયું છે. વન વિભાગે આ બેઠકમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યના તમામ તાલુકા કક્ષાએ કંટ્રોલ રુમ કાર્યરત કરવાનું આયોજન છે જે અંતર્ગત 24 સ્થળોએ કંટ્રોલ રુમ કાર્યરત છે.

NDRF તેમજ SDRFને સચેત રહેવા સૂચના 
આ ઉપરાંત સિંચાઈ વિભાગ, R & B વિભાગ, ઊર્જા સહિતના વિવિધ વિભાગ, NDRF તેમજ SDRF દ્વારા પૂર્વ તૈયારી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. તે ઉપરાંત તમામને આગામી વરસાદની સીઝનમાં સંભવિત આફતને પહોંચી વળવા સાવચેત રહેવા રાહત કમિશનર દ્વારા સુચના આપવામાં આવી હતી. 

1 Trackbacks & Pingbacks

  1. 17થી 23 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને બનસકાંઠામાં માં

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: