16 જુલાઈના રોજ મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી શક્યતા, 3 પ્રધાનોને સસ્પેન્ડ કર્યા બાદ હવે કુલ 8 પદ ખાલી


  • સરકાર ન તૂટે તે માટે ગેહલોત કેટલાક નારાજ ધારાસભ્યોને પ્રધાન બનાવી શકે છે
  • ગેહલોત કેટલાક પ્રધાનોને રાજીનામુ અપાવી પાયલટની છાવણીના ધારાસભ્યોને પ્રધાન બનાવી શકે છે

દિવ્ય ભાસ્કર

Jul 14, 2020, 11:03 PM IST

જયપુર. સચિન પાયલટને નાયબ મુખ્યમંત્રી પદ પરથી હટાવ્યા બાદ હવે અશોક ગેહલોત કેટલાક નારાજ ધારાસભ્યોનો સંપર્ક કરવા ચક્રો ગતિમાન કર્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવા ઘટનાક્રમમાં અશોક ગેહલોત હવે 16 જુલાઈના રોજ મંત્રી મંડળનું વિસ્તરણ કરી શકે છે. તેમા એવા ધારાસભ્યોને સ્થાન મળી શકે છે કે જે નારાજ છે.

ગેહલોતે આજે સાંજે 7:30 વાગે મુખ્યમંત્રી નિવાસ સ્થાને કેબિનેટ કક્ષાના પ્રધાનોની એક બેઠક બોલાવી હતી. એવી પણ ચર્ચા છે કે તમામ પ્રધાન સામૂહિક રીતે રાજીનામુ આપી શકે છે. ત્યારબાદ નવેસરથી કેબિનેટની રચના કરવામાં આવી શકે છે. તેમા ધારાસભ્યોને પ્રધાન બનાવવામાં આવી શકે છે. જેથી બળવાની સ્થિતિને ડામી શકાય.

હવે મંત્રી મંડળમાં 8 નવા પ્રધાન બનાવી શકાય છે
રાજસ્થાનમાં અત્યાર સુધી 15 કેબિનેટ કક્ષાના નેતા અને 10 રાજ્ય કક્ષાના પ્રધાન હતા. સચિન પાયલટ, વિશ્વેન્દ્ર સિંહ, રમેશ મીણાને દૂર કર્યા બાદ ત્રણ જગ્યા ખાલી છે. રાજસ્થાનમાં કુલ 30 મંત્રી બનાવવામાં આવી શકે છે. ત્રણ નેતાને સસ્પેન્ડ કર્યા બાદ પ્રધાનોની સંખ્યા અત્યારે 22 છે. આ સંજોગોમાં ગેહલોત 8 નવા પ્રધાન બનાવી શકે છે. એટલે કે આઠ ધારાસભ્યોને ગેહલોત પોતાની છાવણીમાં લાવી શકે છે.

 પાયલટ છાવણીના ધારાસભ્ય બની શકે છે પ્રધાન
એવી પણ ચર્ચા છે કે વધારે ધારાસભ્યોને પ્રધાન બનાવવા માટે ગેહલોત પોતાના વિશ્વાસુ કેટલાક નેતાઓના રાજીનામા અપાવી પાયલટની છાવણીના ધારાસભ્યોને પ્રધાન બનાવી શકે છે, જેથી સરકાર સરળતાથી બહુમતી સાબિત કરી શકે.

ગેહલોતે કહ્યું- મે સૌને માટે કામ કર્યું છે 
મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું છે કે મે સૌને માટે કામ કર્યું છે. જે માંગવામાં આવ્યુ તે સૌને આપવાનો પ્રયત્ન કર્યો છે. તેમ છતા પણ ભાજપ સાતે હોર્સ ટ્રેડિંગની વાત કરી.  

1 Trackbacks & Pingbacks

  1. 16 જુલાઈના રોજ મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી શક્યતા, 3 પ્રધાનોને સસ્પેન્ડ કર્યા બાદ હવે કુલ 8 પદ ખ

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: