10મા ધોરણના બોર્ડનું પરિણામ આજે જાહેર થશે, આ વખતે મેરિટ લિસ્ટ જાહેર કરાશે નહીં, ડિજિલોકર દ્વારા માર્કશીટ મળશે


  • 15 ફેબ્રુઆરીથી શરૂ થયેલી પરીક્ષા પહેલાં મુલતવી રાખવામાં આવી અને બાદમાં રદ કરવામાં આવી
  • આ વર્ષે 10માની પરીક્ષામાં 18 લાખથી વધારે વિદ્યાર્થીઓ સામેલ થયા હતા

દિવ્ય ભાસ્કર

Jul 15, 2020, 08:59 AM IST

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)નું 10મા ધોરણનું પરિણામ આજે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પરિણામ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ cbseresults.nic.in પર જોઈ શકે છે. આ વખતે બોર્ડ મેરિટ લિસ્ટ વગર એટલે કે ટોપર્સના નામ વિના પરિણામ જાહેર કરશે. 

15 જુલાઈ સુધીમાં જાહેર કરવાનું પરિણામ
અગાઉ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ CBSEએ જાણકારી આપી હતી કે બોર્ડના પરિણામ 15 જુલાઈ સુધી જાહેર કરવામાં આવશે. આ ક્રમમાં 12મા ધોરણનું પરિણામ 13 જુલાઈએ અચાનક જાહેર કરવામાં આવ્યું. ત્યારથી  વિદ્યાર્થીઓ આતુરતાથી 10મા ધોરણના પરિણામની રાહ જોઈ રહ્યા છે. 

18 લાખ વિદ્યાર્થીઓ સામેલ થયા 
આ વખતે 10મા-12મા ધોરણની પરીક્ષાઓ એક સાથે 15 ફેબ્રુઆરી 2020થી શરૂ થઈ હતી. આ વર્ષે 10મા ધોરણમાં લગભગ 18 લાખ વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. જો કે, કોરોનાના કારણે 10મા ધોરણની પરીક્ષાઓ 19 માર્ચ 2020ના રોજ મુલતવી રાખવામાં આવી હતી. તે સમયે 10માના ચાર વિષયની પરીક્ષા બાકી હતી. તેમજ ઉત્તર પૂર્વ દિલ્હીની લગભગ 86 સ્કૂલોમાં 10મા ધોરણની પરીક્ષાઓ 26 ફેબ્રુઆરી 2020થી મુલતવી રાખવામાં આવી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બાકીની પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી. 

આ રીતે જોઈ શકાશે રિઝલ્ટ

  • સૌથી પહેલા CBSEની ઓફિશિયલ સાઈટ cbseresults.nic.in પર જવું
  • અહીં હોમ પેજ પર ધોરણ 10મા CBSE પરિણામ 2020 લિંક પર ક્લિક કરો
  • હવે એક નવું પેજ ઓપન થવા પર ઉમેદવારોએ લોગઈન કરવાનું રહેશે
  • લોગઈન કરતાં જ તમારું પરિણામ સ્ક્રીન પર આવી જશે
  • રિઝલ્ટ જોયા બાદ તેને ડાઉનલોડ કરીને હાર્ડ કોપી રાખવી

ગત વર્ષે 6 મેના રોજ પરિણામ જાહેર થયું હતું
ગત વર્ષે બોર્ડે 6 મેના રોજ 10માનું પરિણામ જાહેર કર્યું હતું. ગત વર્ષે 10મા ધોરણમાં લગભગ 91.1 વિદ્યાર્થીઓ પાસ થયા હતા, તેમાં 92.45 ટકા છોકરીઓ, 90.14 ટકા છોકરાઓ અને 9 ટકા ટ્રાન્સજેન્ડર સામેલ હતા. તેમજ વર્ષ 2019માં 13 એવા વિદ્યાર્થીઓ હતા, જેમણે 500 માંથી 499 ગુણ મેળવ્યા હતા

મેરિટ લિસ્ટ જાહેર નહીં થાય 
આ વખતે બોર્ડ કોરોના લોકડાઉનના કારણે સર્જાયેલી પરિસ્થિતિને કારણે બાકીની પરીક્ષાનું આયોજન કરી શક્યું નથી. આવી સ્થિતિમાં CISCE બોર્ડની જેમ જ CBSEએ 12મા ધોરણ બાદ હવે 10મા ધોરણનું પરિણામ પણ મેરિટ લિસ્ટ વગર અને ટોપર્સ લિસ્ટ વિના જાહેર કરશે.  

ડિજિલોકરથી માર્કશીટ મળશે
આ વિદ્યાર્થીઓને ડિજિલોકર દ્વારા ડિજિટલ માર્કશીટ આપવામાં આવશે. ડિજિલોકરથી માર્કશીટ ડાઉનલોડ કરવા માટે તેને  digilocker.gov.in પરથી ડાઉનલોડ કરવાની રહેશે. બોર્ડની તરફથી વિદ્યાર્થીઓને ડિજિલોકર ક્રેડેંશિયલ્સ SMS દ્વારા આપવામાં આવશે. તેનો ઉપયોગ કરીને તેઓ પોતાની માર્કશીટ ડાઉનલોડ કરી શકે છે. 

1 Trackbacks & Pingbacks

  1. 10મા ધોરણના બોર્ડનું પરિણામ આજે જાહેર થશે, આ વખતે મેરિટ લિસ્ટ જાહેર કરાશે નહીં, ડિજિલોકર દ્વારા મા

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: