દિવ્ય ભાસ્કર
Jul 12, 2020, 04:42 PM IST
શનિવારે રાત્રે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી બીજા ઘણા સેલેબ્સને પણ કોરોના થયા હોવાના ફેક ન્યૂઝ વાઈરલ થઇ રહ્યા છે. નીતુ સિંહ, કરણ જોહર અને રણવીર કપૂર પછી હેમા માલિની પણ સંક્રમિત થયાની ચર્ચાઓ ચાલુ હતી. આ ફેક ન્યૂઝ જોઈને એક્ટ્રેસ હેમા માલિનીએ એક વીડિયો શેર કરીને પોતે એકદમ સ્વસ્થ હોવાની જાણકારી આપી છે અને તેઓ કોરોના સંક્રમિત નથી તે કન્ફર્મ કર્યું છે.
ડ્રીમ ગર્લ હેમામાલિનીએ રવિવારે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર વીડિયો શેર કર્યો છે. તેમણે કહ્યું કે, ‘હેલ્લો રાધે, રાધે. ઘણા લોકો મારા વિશે ન્યૂઝ સાંભળીને ઘણા દુઃખી છે, પણ આવું કઈજ નથી. હું ભગવાન કૃષ્ણના આશીર્વાદથી એકદમ સ્વસ્થ છું. કેપ્શનમાં લખ્યું કે, મારી ચિંતા કરવા માટે આભાર, તમે બધા પણ ઘરે રહો અને સુરક્ષિત રહો.’
My mother @dreamgirlhema is fit & fine 🧿 ! The news regarding her health is absolutely fake so please don’t react to such rumours! Thanks to everyone for their love & concern . ♥️🙏🏼
— Esha Deol (@Esha_Deol) July 12, 2020
ઈશાએ ટ્વીટ કરીને કન્ફર્મ કર્યું
ઈશા દેઓલે રવિવારે સવારે એક ટ્વીટમાં લખ્યું કે, ‘મારી માતા હેમા માલિની સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. તેમનાં સ્વાસ્થ્યને લઈ ચાલી રહેલા સમાચાર ફેક છે. મહેરબાની કરી આવા ફેક સમાચારો પર પ્રતિક્રિયા ન આપો. તમારા પ્રેમ અને ચિંતા માટે આભાર.’
કોરોનાની ઝપેટમાં આ સેલેબ્સ આવી ગયા
અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન પછી ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમની દીકરી આરાધ્યા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમના સિવાય અનુપમ ખેરની માતા દુલારી અને અન્ય ત્રણ સભ્યો સંક્રમિત થયા છે. અનુપમ ખેરે વીડિયો પણ શેર કર્યો છે.
This is to inform all that my mother Dulari is found Covid + (Mildly). We have admitted her into Kokilaben Hospital. My brother, bhabhi & niece inspite of being careful have also tested mildly positive.I got myself tested as well & I have tested negative. @mybmc is informed.!🙏 pic.twitter.com/EpjDIALft2
— Anupam Kher (@AnupamPKher) July 12, 2020
Be the first to comment on "હેમા માલિનીએ પોતાની કોરોના પોઝિટિવની અફવા પર વીડિયો શેર કરીને કહ્યું, ‘હું એકદમ સ્વસ્થ છું’"