[:en]હેપ્પી બર્થડે ગોવિંદા: ખરાબ કરિયરને કારણે 4 વર્ષ સુધી ગોવિંદા- સુનિતાએ લગ્ન સિક્રેટ રાખ્યા, 18 વર્ષ પછી ફરીવાર લેવા પડ્યા હતા સાત ફેરા[:]

[:en]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

36 મિનિટ પહેલા

  • કૉપી લિંક

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના સૌથી અદભૂત એન્ટરટેનરમાંના એક ગોવિંદા આજે 57 વર્ષના થયા છે. ધમાકેદાર ડાન્સ મૂવ અને અલગ સ્ટાઇલથી ગોવિંદાએ સફળતા મેળવી અને દરેકને તેમના દીવાના બનાવી દીધા. ગોવિંદાના કાકા આનંદ સિંહ એક કો-ડિરેક્ટર અને આર્ટિસ્ટ હતા જેણે તેમની ફિલ્મ ‘તન- બદન’થી ગોવિંદાને લોન્ચ કર્યો હતો.

ગોવિંદા થોડા સમય પછી જ આનંદની સિસ્ટર ઈન લો સુનિતા મંજુલાને પ્રેમ કરી બેઠા અને બંનેએ સિક્રેટ રીતે લગ્ન કરી લીધા. જ્યાં ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકો બે લગ્નને કારણે ચર્ચામાં રહે છે ત્યારે ગોવિંદા એકમાત્ર એવા એક્ટર છે જેણે લગ્નના 18 વર્ષ પછી પોતાની જ પત્ની સાથે પૂરા રીતિ રિવાજ સાથે બીજીવાર લગ્ન કર્યા હતા. આવો જાણીએ શું હતું આ લગ્નનું કારણ-

ગોવિંદાએ વર્ષ 2015માં પત્ની સુનિતા સાથે બીજીવાર લગ્ન કર્યાં. આ વિશે એક્ટરે ખુદ આપકી અદાલત દરમ્યાન ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. ગોવિંદાની માતા નિર્મલા દેવી ઇચ્છતા હતા કે તે 49 વર્ષની ઉંમરે બીજીવાર લગ્ન કરે. પોતાની માતાની ઈચ્છા પૂરી કરવા માટે ગોવિંદાએ આવું કર્યું. તેમણે 11 ડિસેમ્બર, 2015ના રોજ પત્ની સુનિતા મુંજાલ સાથે ફરીવાર લગ્ન કર્યાં. બંનેના લગ્ન ધામધૂમથી ટ્રેડિશનલ રીતિ રિવાજ સાથે થયા જેમાં તેમના બાળકો ટીના આહૂજા અને યશવર્ધન પણ સામેલ થયા હતા.

કેવી હતી સુનિતા- ગોવિંદાની લવ સ્ટોરી
સુનિતા ગોવિંદાના કાકા આનંદ સિંહની સિસ્ટર ઈન લો હતી. બંને થોડી જ મુલાકાતમાં જ એકબીજાને દિલ આપી બેઠા હતા. એક દિવસ પાર્ટીમાંથી પરત ફરતા સમયે ગોવિંદાનો હાથ ભૂલથી સુનિતાના હાથને ટચ થયો હતો પરંતુ બંનેએ પોતાના હાથ હટાવ્યા નહીં અને આ રીતે બંને એકબીજાને હા કહી. થોડા દિવસ રિલેશનમાં રહ્યા બાદ ગોવિંદા અને સુનિતાએ 11 ડિસેમ્બર, 1987ના રોજ લગ્ન કર્યાં હતાં .

4 વર્ષ સુધી લગ્ન સિક્રેટ રાખ્યા
જે સમયે ગોવિંદા અને સુનિતાના લગ્ન થયા તે સમયે એક્ટરનું કરિયર સ્ટેબલ ન હતું માટે બંનેએ લગ્ન તો કરી લીધા પણ આ વાત દુનિયાથી સિક્રેટ રાખી. ત્યારબાદ જ્યારે ગોવિંદાએ પોતાનાં લગ્નની વાત બધાને જણાવી તો બધા શોક થઇ ગયા.

પોલિટિકલ કરિયર ન ચાલ્યું
બોલિવૂડમાં આગવી ઓળખ બનાવનારા ગોવિંદાએ 2004માં કોંગ્રેસ પાર્ટી જોઈન કરી અને ઘણા વોટથી જીતી ગયા. રાજકારણ સાથે તેમને એક્ટિંગ કરિયર પર પણ ફોકસ કરવાની ઈચ્છા રાખી. આ દરમ્યાન તેમની ‘પાર્ટનર’ ફિલ્મ પણ રિલીઝ થઇ હતી પણ એક્ટર યોગ્ય તાલમેલ રાખી શક્યા નહીં અને આખરે તેમણે પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું. એક નાના બ્રેક પછી એક્ટરે ઇન્ડસ્ટ્રીમાં કમબેક કરવાની ટ્રાય પણ કરી પણ પછી ગમતા રોલને બદલે સાઈડ રોલ મળવા લાગ્યા.

એક્ટર 34 વર્ષના એક્ટિંગ કરિયરમાં ‘હીરો નં 1’, ‘કૂલી નં 1’, ‘અખિયો સે ગોલી મારે’ અને ‘રાજા બાબુ’ જેવી હિટ ફિલ્મો આપી ચૂક્યા છે. એક્ટરને ઇન્ડસ્ટ્રીમાં હીરો નં 1 અને ચીચી નામથી ઓળખવામાં આવે છે.

[:]

Be the first to comment on "[:en]હેપ્પી બર્થડે ગોવિંદા: ખરાબ કરિયરને કારણે 4 વર્ષ સુધી ગોવિંદા- સુનિતાએ લગ્ન સિક્રેટ રાખ્યા, 18 વર્ષ પછી ફરીવાર લેવા પડ્યા હતા સાત ફેરા[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: