હિડન ટેલેન્ટ: દિપક ચહરે પ્રેક્ટિસ પહેલા ગિટાર પર વગાડી DDLJની ધૂન, વીડિયો શેર કર્યો

હિડન ટેલેન્ટ: દિપક ચહરે પ્રેક્ટિસ પહેલા ગિટાર પર વગાડી DDLJની ધૂન, વીડિયો શેર કર્યો


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિડની9 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દિપક ચહરને ઓસ્ટ્રેલિયા સામેની 3 T-20 મેચોની સીરિઝ માટેની ટીમમાં જગ્યા મળી છે.

ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. અત્યારે ટીમ સિડનીમાં ક્વોરન્ટીનમાં રહીને પ્રેક્ટિસ કરી રહી છે. પ્રેક્ટિસ વચ્ચે ટીમના ખેલાડીઓ મસ્તીમાં પણ દેખાય રહ્યા છે. પ્લેયર્સ સોશિયલ મીડિયા પર વિવિધ વીડિયો શેર કરતા જોવા મળી રહ્યા છે. આ વચ્ચે ટીમના T-20 સ્પેશિયાલિસ્ટ દિપક ચહરે પણ પોતાનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ફિલ્મની ધૂન વગાડતા દેખાય રહ્યો છે.

‘તુઝે દેખા તો યે જાના સનમ…’ની ધૂન વગાડી
ચહરે રવિવારે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો. વીડિયોમાં તે બૉલીવુડ એક્ટર શાહરૂખ ખાનના ગીત ‘તુઝે દેખા તો યે જાના સનમ…’ની ધૂન વગાડતો દેખાય રહ્યો છે. કેપ્શનમાં તેણે લખ્યું- પ્રેક્ટિસથી પહેલાનો મૂડ. ફેન્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર 9 કલાકમાં જ આને 2 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ગયા છે.

T-20 ટીમનો ભાગ છે ચહર
ચહરને ઓસ્ટ્રેલિયા સામે થનાર 3 T-20 મેચોની સીરિઝમાં ટીમમાં સ્થાન મળ્યું છે. તે વનડે અને ટેસ્ટ ટીમમાં સામેલ નથી. ચહર IPLમાં ચેન્નાઈ સુપરકિંગ્સ વતી રમે છે. લીગની 13મી સીઝનમાં 14 મેચોમાં તેણે કુલ 12 વિકેટ્સ લીધી હતી. આ દરમિયાન તેનો ઈકોનોમી રેટ 7.61 રહ્યો હતો.

T-20માં બેસ્ટ બોલિંગ ફિગરનો રેકોર્ડ ચહરના નામે છે
ચહરે ભારત માટે 10 T-20માં 17 વિકેટ્સ લીધી છે. તેના નામે ભારત માટે સૌથી નાના ફોર્મેટમાં શ્રેષ્ઠ બોલિંગ કરવાનો રેકોર્ડ છે. તેણે ગયા વર્ષે નાગપુરમાં બાંગ્લાદેશ સામે 7 રન આપીને 6 વિકેટ લીધી હતી.

ધવને પણ શેર કર્યો હતો વીડિયો
થોડા દિવસો પહેલા શિખર ધવને પણ પૃથ્વી શો સાથેનો એક વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં ધવને ટી-શર્ટ કાઢીને પૃથ્વી સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો.બેકગ્રાઉન્ડમાં વિશ્વાત્મા ફિલ્મનું ગીત ‘સાત સમુન્દર પાર’ વાગી રહ્યું હતું. ધવને કેપ્શનમાં લખ્યું હતું કે- હજીપણ લૈલા મને ગાંડો કરે છે.

Be the first to comment on "હિડન ટેલેન્ટ: દિપક ચહરે પ્રેક્ટિસ પહેલા ગિટાર પર વગાડી DDLJની ધૂન, વીડિયો શેર કર્યો"

Leave a comment

Your email address will not be published.


*