હાહાકાર: ચીનમાં 10 વર્ષનું સૌથી મોટું સેન્ડ સ્ટ્રોમ, મંગોલિયામાં 341 લોકો ગુમ; 400 ફ્લાઈટ રદ


  • Gujarati News
  • International
  • China’s Capital Wakes Up To A Gritty, Orange Mess: A Sandstorm Blown In From The Mongolian, 341 Missing, 400 Flight Cancelled 

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક મિનિટ પહેલા

  • કૉપી લિંક

આ વાવાઝોડું મંગોલિયા અને ચીનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં વરસાદ થયા પછી શરૂ થયું છે

ચીનના પાટનગર બેઈજિંગમાં છેલ્લા 10 વર્ષનો સૌથી ખતરનાક સેન્ડ સ્ટ્રોમ આવ્યું છે. આજે એટલે કે 15 માર્ચ 2021ના રોજ આવેલા આ વાવાઝોડાના કારણે સમગ્ર બેઈજિંગ શહેર પીળા રંગથી ઢંકાઈ ગયું છે. ઘણાં વિસ્તારોમાં લાઈટ્સ ચાલુ કરવી પડી છે. રસ્તાઓ પર પણ લોકોએ હેડલાઈટ્સ ચાલુ કરીને વાહન ચલાવવા પડ્યાં છે. લોકોએ મોઢા પર માસ્ક પહેરીલીધા છે અને ચહેરો ઢાંકી લીધો છે. બેઈજિંગમાં વાયુનું ગુણવત્તા સ્તર 1000ને પાર થઈ ગયું છે. જેને ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોએ સૌથી ઘાતક ગણાવ્યું છે. 400થી વધારે ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. આ ધૂળનું વાવાઝોડું મંગોલિયાથી શરૂ થયું છે.

બેઈજિંગ આસપાસ યલો એલર્ટ જાહેર કરાયું
બેઈજિંગમાં સોમવારે લોકોને ઘરમાં અને રસ્તાઓ પર લાઈટો ચાલુ કરવી પડી હતી. કારણકે આખા શહેરમાં ગાઢ પીળા અને ભૂરા રંગનું ધૂળ ભરેલું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ વાવાઝોડું મંગોલિયા અને ચીનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં વરસાદ થયા પછી શરૂ થયું હતું. ​​​​​​​ચાઈના મેટરોલોજિકલ એડ્મિનિસ્ટ્રેશને સોમવારે બેઈજિંગની આસપાસના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું હતું. આ સેન્ડ સ્ટ્રોમ મંગોલિયાના અંતરિયાળ વિસ્તારથી શરૂ થઈને ગાંસૂ, શાંસી અને હેબેઈ સુધી ફેલાયું છે. પાટનગર બેઈજિંગ આ શહેરોથી ઘેરાયેલું છે.

જંગલોની કાપણી વધતા સેન્ડ સ્ટ્રોમ વધ્યું
શ્વાસ સંબંધી દર્દીઓ અને ફેફસા માટે જોખમી PM 2.5 પાર્ટિકલનું સ્તર 300 માઈક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર સુધી પહોંચી ગયું છે. જ્યારે ચીનમાં તેનું સ્ટાન્ડર્ડ 35 માઈક્રોગ્રામ છે. બેઈજિંગમાં મોટા ભાગે માર્ચ અને એપ્રિલના મહિનામાં સેન્ડ સ્ટ્રોમ આવતું હોય છે. બેઈજિંગ નજીક ગોબી રણ આવ્યું હોવાના કારણે ત્યાં વારંવાર સેન્ડ સ્ટ્રોમ આવતું હોય છે. કારણકે ચીનના ઉત્તરમાં જંગલોની કાપણી ઝડપથી થઈ રહી છે. તેથી ત્યાં ઉડતી ઘૂળ બેઈજિંગને ઘેરી લે છે. બેઈજિંગમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) મહત્તમ સ્તર 500 પર પહોંચી ગયું છે. અમુક જિલ્લામાં PM 10 પાર્ટિકલનું સ્તર 2000 માઈક્રોગ્રામ્સ પ્રતિ ક્યુબિક મીટર પહોંચી ગયું હતું. જ્યારે અમુક વિસ્તારોમાં AQI 1000 લેવલ પણ નોંધવામાં આવ્યું છે. આ પ્રદૂષણ અને સ્વાસ્થયના પ્રમાણમાં ખૂબ જોખમી છે.

બેઈજિંગનો જે વિસ્તાર આ સેન્ડ સ્ટ્રોમથી છવાયેલો છે ત્યાં થોડા સપ્તાહ પહેલેથી જ ઘણું પ્રદૂષણનું સ્તર છે. બેઈજિંમાં 5 માર્ચે જ્યારે સંસદીય કાર્યવાહી શરૂ થઈ તે જ દિવસે શહેરમાં સ્મોગનું સ્તર ઘણી વધી ગયું હતું. સોમવારે ધૂળ વાળા વાવાઝોડાના કારણે વિઝિબિલીટી ઘટીને 1 કિમી થઈ ગઈ હતી. તેના કારણે કાર અને અન્ય વાહનોએ રસ્તા પર હેડલાઈટ્સ ચાલુ કરવી પડી હતી.

આ સિવાય બેઈજિંગ અને તેની આસપાસના શહેરોની 400થી વધારે ઉડાન રદ કરવામાં આવી છે. સોમવારે સવારે 7.30 વાગ્યા પછીથી સમગ્ર શહેર પીળા અને ભૂરા રંગની ધૂળમાં જકડાઈ ગયું છે. ધૂંધળા વાતાવરણમાં વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે. ચીની મીડિયામાં જણાવ્યા પ્રમાણે મંગોલિયા અને આસપાસના વિસ્તારોમાં ધૂળ ભરેલી આંધીના કારણે 341 લોકો ગુમ થયાછે. ચીનના નિંગશિયા નામના શહેરના લોકોએ જણાવ્યું કે, તેઓ રાત્રે ઉંઘી પણ શક્યા નથી. શ્વાસ ન લઈ શકવાના કારણે તેઓ જાગી ગયા હતા.

કામ વગર બહાર ન નીકળવું: પ્રશાસન
ચીનનું સૌથી પ્રખ્યાત સ્ટીલનું પ્રોડક્શન કરતું શહેર તાંગશાન અને બેઈજિંગના હેબેઈમાં ઉદ્યોગ વાયુ પ્રદુષણનો મુખ્ય સ્ત્રોત છે. તેના કારણે ચીનમાં ઘણીવાર ઈમરજન્સી એન્ટી-સ્મોગ અભિયાન ચલાવવું પડે છે. બેઈજિંગ પ્રશાસને લોકોને કહ્યું છે કે, તેમને જરૂર પડે તો જ બહાર નીકળે અને તબિયત ખરાબ થાય તો તુરંત નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે…1 Trackbacks & Pingbacks

  1. ચીનમાં 10 વર્ષનું સૌથી મોટું સેન્ડ સ્ટ્રોમ, મંગોલિયામાં 341 લોકો ગુમ; 400 ફ્લાઈટ રદ – Gujarati News -

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: