હાઈકોર્ટની શરણમાં શ્વેતાનો પતિ: અભિનવ કોહલીની વકીલે કહ્યું, ‘શ્વેતા ચાર વર્ષના દીકરાને પિતા સાથે મળવા દેતી નથી, તે ક્યાં છે? એ પણ ખબર નથી’


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ9 મિનિટ પહેલાલેખક: કિરણ જૈન

  • કૉપી લિંક

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીના પતિ અભિનવ કોહલીએ હવે હાઈકોર્ટમાં દીકરા રેયાંશની કસ્ટડી માટે અપીલ કરી છે. બોમ્બે હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજી પ્રમાણે, શ્વેતા પર રેયાંશને તેના પિતાને ના મળવા દેવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. આ અંગે અભિનવની એડવોકેટ તૃપ્તિ શેટ્ટીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરી હતી.

ડિસેમ્બર, 2020માં અરજી કરવામાં આવી હતીઃ એડવોકેટ તૃપ્તિ શેટ્ટી
તૃપ્તિએ કહ્યું હતું, ‘ડિસેમ્બર, 2020માં શ્વેતા વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. મારા ક્લાયન્ટ અભિનવને તેના ચાર વર્ષના દીકરા રેયાંશને મળવા દેવામાં આવતો નથી. ગયા વર્ષે જ્યારે શ્વેતા કોરોના પોઝિટિવ થઈ તો અભિનવે જ રેયાંશનું ધ્યાન રાખ્યું હતું. શ્વેતા જેવી ઠીક થઈ તે પોતાના દીકરાને લઈ જતી રહી હતી. ત્યારબાદથી શ્વેતાએ એક વાર પણ અભિનવ તથા રેયાંશની મુલાકાત થવા દીધી નથી. મારા ક્લાયન્ટને ખ્યાલ નથી કે તેમનો દીકરો ક્યા છે. તેમણે અનેકવાર શ્વેતા સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ શ્વેતાએ કોઈ વાત માની નહોતી. અભિનવે પોલીસની મદદ લેવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમાં પણ તેઓ સફળ થયા નહીં. અંતે, અભિનવે પોતાના હક માટે હાઈકોર્ટમાં જવાનો નિર્ણય લીધો.’

કોર્ટે અભિનવને રોજ અડધો કલાક મળવા દેવાનો નિર્ણય આપ્યો
વધુમાં તૃપ્તિએ કહ્યું હતું, ‘ડિસેમ્બર, 2020માં જ હાઈકોર્ટે નોટિસ ઈશ્યૂ કરી હતી. પાંચ જાન્યુઆરીએ અમારી મેટર લિસ્ટમાં આવી હતી. તે દિવસે શ્વેતા ત્યાં હાજર હતી. તે સમયે શ્વેતાએ પોતાના વકીલની નિયુક્તિ માટે સમય માગ્યો હતો. તે સમયે પણ મારા ક્લાયન્ટે શ્વેતાને દીકરાને મળવા દેવાની વાત કરી હતી. અમે શ્વેતાની વાત માની અને સાથે જ અપીલ કરી હતી કે તે અભિનવ તથા રેયાંશને મળવા દે. પછી ભલે તે વીડિયો કોન્ફરસિંગથી જ કેમ ના મળે. કોર્ટે શ્વેતાને અમારી આ વાત માનવા માટે કહ્યું હતું, હાઈકોર્ટના આદેશ પ્રમાણે, રોજ સાંજે 6-6.30ની વચ્ચે અભિનવ દીકરા રેયાંશ સાથે વાત કરી શકે છે.’

અભિનવ દીકરાને મળવા માગે છે, પરંતુ શ્વેતા બંનેને મળવા દેતી નથી

અભિનવ દીકરાને મળવા માગે છે, પરંતુ શ્વેતા બંનેને મળવા દેતી નથી

બંને પક્ષો વચ્ચેની દલીલ હજી શરૂ થઈ નથી
વાતચીત દરમિયાન તૃપ્તિએ શ્વેતાનો આ કેસમાં રહેલો દૃષ્ટિકોણ પણ જણાવ્યો હતો. તૃપ્તિએ કહ્યું હતું, ‘શ્વેતાએ પણ કોર્ટમાં પોતાની વાત રજૂ કરી હતી. તેણે સ્વીકાર્યું હતું કે અભિનવ તથા તેની વચ્ચે કેટલાંક ઈશ્યૂ ચાલી રહ્યાં છે. જોકે, એક બાળકની વેલફેરની બાબત આ કેસથી અલગ છે. અભિનવ રેયાંશનો પિતા છે અને તેને પૂરો હક છે કે તે પોતાના બાળકને મળે અને વાત કરે. તે પોતાના બાળકની પૂરી જવાબદારી લેવા તૈયાર છે. આ કેસમાં હાઈકોર્ટમાં ટૂંક સમયમાં બંને પક્ષોની દલીલો શરૂ થશે.’

12 નવેમ્બર, 2020ના રોજ છેલ્લીવાર રેયાંશને મળ્યો હતોઃ અભિનવ કોહલી
દિવ્ય ભાસ્કરે અભિનવ કોહલી તથા શ્વેતા તિવારી સાથે આ મુદ્દે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. શ્વેતાએ આ અંગે કોઈ વાત કરી નહોતી. અભિનવે કહ્યું હતું, ‘હું મારા દીકરાને છેલ્લે 12 નવેમ્બર, 2020ના રોજ મળ્યો હતો. 27 નવેમ્બરે તેનો જન્મદિવસ હતો પરંતુ હું આ ખાસ દિવસે પણ મળી શક્યો નહીં. આ જ કારણે મારે કોર્ટની મદદ લેવી પડી. આશા છે કે મને ન્યાય મળશે.’

અભિનવ, શ્વેતા, દીકરી પલક તથા દીકરો રેયાંશ

અભિનવ, શ્વેતા, દીકરી પલક તથા દીકરો રેયાંશ

અભિનવે શ્વેતા પર ગંભીર આક્ષેપો મૂક્યા હતા
આ પહેલાં શ્વેતા તિવારીથી અલગ થયા પછી અભિનવ સતત તેના દીકરા સાથે મળવા પ્રયત્નો કરી રહ્યો છે, પરંતુ એક્ટ્રેસ આવું ઇચ્છતી નથી. લાંબા સમયથી દીકરાથી દૂર રહ્યા પછી તેણે શ્વેતા પર ગંભીર આક્ષેપ મૂકીને કહ્યું હતું કે તે દીકરાની કસ્ટડી લેવા માટે હજુ પણ તેને બ્રેસ્ટ ફીડીંગ કરાવે છે. ડોક્ટરે તેને આવું ના કરવાનું કહ્યું તેમ છતાં શ્વેતા માની નહીં. શ્વેતા રેયાંશને લઈને UK જવા માગતી હતી, વિઝા બનાવવા માટે તેણે તેની નકલી સહી કરી હતી.

2013માં શ્વેતાએ બીજા લગ્ન કર્યા
શ્વેતાએ પહેલાં રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્નથી તેને દીકરી પલક છે. જોકે, બંને વચ્ચે ખટરાગ થતાં તેઓ અલગ થઈ ગયા હતા. 2010થી શ્વેતા એક્ટર અભિનવ કોહલીને ડેટ કરતી હતી. 2013માં ‘ઝલક દિખલાજા’માં શ્વેતાએ જાહેરાત કરી હતી કે તે જુલાઈમાં અભિનવ સાથે લગ્ન કરવાની છે. બંનેએ 13 જુલાઈના રોજ લગ્ન કર્યા હતા. આ લગ્નથી શ્વેતાને દીકરો રેયાંશ છે. જોકે, બે વર્ષ પહેલાં શ્વેતાએ પતિ અભિનવ પર ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો અને ત્યારથી બંને અલગ થઈ ગયા છે.

1 Trackbacks & Pingbacks

  1. અભિનવ કોહલીની વકીલે કહ્યું, ‘શ્વેતા ચાર વર્ષના દીકરાને પિતા સાથે મળવા દેતી નથી, તે ક્યાં છે? એ પણ ખ

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: