હવે, ‘કસૌટી જિંદગી કે’ ફૅમ પાર્થ સમથાનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ, શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું


દિવ્ય ભાસ્કર

Jul 12, 2020, 07:48 PM IST

મુંબઈ. કોરોનાનો કહેર વધતો જાય છે. ગઈ કાલે એટલે કે 11 જુલાઈએ બોલિવૂડ દિગ્ગજ અમિતાભ બચ્ચન તથા અભિષેકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ અનુપમ ખેરની માતા, ભાઈ-ભાભી તથા ભત્રીજી કોરોના પોઝિટિવ આવ્યા. પછી ઐશ્વર્યા રાય તથા આરાધ્યા પણ કોરોના પોઝિટિવ આવ્યા હતાં. ત્યારબાદ એક્ટ્રેસ રેશલ વ્હાઈટ પણ કોરોનાનો ભોગ બની હતી. હવે, ‘કસૌટી જિંદગી કે’માં અનુરાગ બનતો પાર્થ સમથાનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લાં 24 કલાકમાં પાર્થ દસમો એવો સેલેબ છે, જે કોરોનાની ચપેટમાં આવ્યો છે.

શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું
હાલમાં જ ‘કસૌટી જિંદગી કે’નું શૂટિંગ ફરીવાર શરૂ કરવામાં આવ્યું હતું. પાર્થનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ટીવી પ્રોડ્યૂસર એકતા કપૂરે શૂટિંગ અટકાવી દીધું છે. સિરિયલ સાથે સંકળાયેલી પ્રોડક્શન ટીમ તથા તમામ કલાકારોનો હવે કોરોના ટેસ્ટ કરવામાં આવશે. સેટ પર 30 લોકો હાજર હતાં અને હવે આ તમામનો ટેસ્ટ કરાવવામાં આવશે. એકતા કપૂરનો સ્ટૂડિયો સીલ કરવામાં આવશે અને આ જ કારણે તેના અન્ય શો પર પણ અસર થશે, તેમ માનવામાં આવી રહ્યું છે. 

સૌથી પહેલાં પ્રોમો શૂટ થયો હતો
ઉલ્લેખનીય છે કે સિરિયલની ટીમે 20 જૂનથી સિરિયલનું શૂટિંગ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. પાર્થ થોડાં દિવસ પહેલાં જ હૈદરાબાદ પોતાના મિત્રને મળવા ગયો હતો. મુંબઈ આવીને પાર્થ થોડો સમય ક્વૉરન્ટીન રહ્યો હતો અને પછી જ તે શૂટિંગમાં કરવા આવ્યો હતો આ વાતને ધ્યાન રાખીને શૂટિંગ શિડ્યૂઅલ બનાવવામાં આવ્યું હતું. સૌથી પહેલાં ટીમ એક કમબેક પ્રોમો શૂટ કર્યો હતો, જેમાં એરિકા તથા પાર્થ જોવા મળ્યાં હતાં.’

એરિકા શૂટિંગ માટે તૈયાર નહોતી
કોરોનાવાઈરસના કહેર વચ્ચે એરિકા આ માહોલમાં શૂટિંગ કરવા માટે તૈયાર નહોતી. જોકે, ટીમે તેને આશ્વાસન આપ્યું હતું કે સેટ પર દરેક સમયે સાવધાની રાખવામાં આવશે. 

પાંચમો ટીવી શો, જેના સેટ પર કોરોના
‘મેરે સાંઈ’, ‘એક મહાનાયક બીઆર આમ્બેડકર’, ‘સહ પરિવાર સહ કુટુમ્બ’ તથા ‘ભાભાજી ઘર પર હૈં’ બાદ ‘કસૌટી ….’ પાંચમો એવો શો છે, જેના સેટ પર કલાકાર કે ક્રૂ મેમ્બર કોરોનાનો ભોગ બન્યો હોય. 

કિરણ કુમાર સહિત ટીવી કલાકારોના ઘરમાં કોરોના પોઝિટિવ કેસ જોવા મળ્યાં હતાં
પાર્થ પહેલાં ટીવી એક્ટ્રેસ અદિતી ગુપ્તા કોરોના પોઝિટિવ હતી. તેણે ઘરમાં જ સારવાર કરાવવાનો નિર્ણય લીધો હતો. ટીવી કલાકાર કિરણ કુમાર પણ કોરોના પોઝિટિવ હતાં. તેમણે ઘરમાં જ રહીને સારવાર કરી હતી. ટીવી એક્ટર સત્યજીત દૂબેની માતા પણ કોરોના પોઝિટિવ હતાં અને તેમણે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવી હતી. ‘દિયા ઔર બાતી હમ’ ફૅમ દીપિકા સિંહની માતા પણ કોરોના પોઝિટિવ હતાં. તેમને દિલ્હીમાં એક પણ હોસ્પિટલમાં સારવાર મળી શકે તેમ નહોતી. આ સમયે દીપિકાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વિનંતી કરતી પોસ્ટ કરી હતી અને ત્યારબાદ તેને હોસ્પિટલમાં બેડ મળ્યો હતો. હાલમાં દીપિકાની માતા કોરોના નેગેટિવ છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’ ફૅમ મોહેના કુમારી પણ કોરોના પોઝિટિવ હતી. Be the first to comment on "હવે, ‘કસૌટી જિંદગી કે’ ફૅમ પાર્થ સમથાનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ, શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: