સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- તમે લાખો લોકોના આદર્શ છો, અમે તમારું સારી રીતે ધ્યાન રાખીશું; કેજરીવાલે કહ્યું- અબજો લોકોની પ્રાર્થના તમારી સાથે


દિવ્ય ભાસ્કર

Jul 12, 2020, 10:38 AM IST

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમની ટ્વીટમાં લખ્યું, અમે બધા પ્રાર્થના કરીશું કે તમે ઝડપથી સ્વસ્થ થઈ જાઓ. ગેટ વેલ સૂન અમિતાભ બચ્ચનજી

એક્ટ્રેસ સોનમ કપૂરે અમિતાભ બચ્ચન માટે પ્રાર્થના કરતાં લખ્યું, ગેટ વેલ સૂન અમિત અંકલ, મારો પ્રેમ અને પ્રાર્થના

બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 77 વર્ષના બિગ બીએ જાતે આ જાણકારી તેમના ટ્વીટર પર આપી હતી. ત્યારથી તેમના મિત્રો, કલીગ્સ અને ફેન્સ તેમની રક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને ટ્વીટ કર્યું કે, પ્રિય અમિતાભજી, આખા દેશ સાથે હું તમારી ઝડપથી સ્વસ્થ થઈ જવાની પ્રાર્થના કરુંછું. તમે દેશના લાખો લોકો માટે આદદર્શ છો. આઇકોનિક સુપરસ્ટાર છો. અમે તમારું સારી રીતે ધ્યાન રાખીશું. ઝડપથી સ્વસ્થ થઈ જાઓ એવી શુભેચ્છા.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વિટર પર લખ્યું, શ્રી અમિતાભ બચ્ચનજીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવવાના સમાચારથી હું બહુ દુઃખી છું. તેઓ ઝડપથી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરું છું.

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમની ટ્વીટમાં લખ્યું, અમે બધા પ્રાર્થના કરીએ છીએ કે તમે ઝડપથી સ્વસ્થ થઈ જાઓ. ગેટ વેલ સૂન અમિતાભ બચ્ચનજી.

એ જ રીતે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી, ભાજપના નેચા શાહનવાઝ હુસેન, રાકાંપા નેતા સુપ્રિયા સુલે, સમાજવાદી પાર્ટીના નેતા અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સહિત ઘણા રાજનેતાઓ અને ફેમસ પર્સનાલિટીએ બિગ બીની ઝડપથી રિકવર થવાની પ્રાર્થના કરી છે.

બોલિવૂડમાંથી પણ સ્ટાર્સે પ્રાર્થના કરી

એક્ટ્રેસ ક્રિતિ સેનને પણ બિગ બીની ઝડપી રિકવરીની પ્રાર્થના કરી.

પ્રોડ્યુસર બોની કપૂરે લખ્યું, ગેટ વેલ સૂન અમિત અંકલ. મારો પ્રેમ અને પ્રાર્થના.

અભિનેત્રી પ્રિટી ઝિંટાએ અમિતાભની ઝડપથી રિકવરીની પ્રાર્થના કરી.

— Akshay Kumar (@akshaykumar) July 12, 2020

સાઉથ ઇડિયન સ્ટાર્સ પણ ઝડપથી રિકવરી માટે દુઆ માગી રહ્યા છે

અમિતાભ બચ્ચન માટે પ્રાર્થના સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી પણ થઈ રહી છે. મોહન લાલ, મહેશ બાબુ, મમુટી અને ધનુષ સહિત ઘણી સેલિબ્રિટીઝે સોશિયલ મીડિયા પર બિગ બી પ્રત્યે તેમની ભાવનાઓ જાહેર કરી અને તેમના માટે પ્રાર્થના કરી. સાઉથ ઇન્ડિયન સેલેબ્સની ટ્વીટઃ

પાકિસ્તાનામાંથી પણ દુઆ આવી
અમિતાભ માટે દુઆ સીમા પારથી એટલે કે પાકિસ્તાનમાંથી પણ આવી રહી છે. પૂર્વ ક્રિકેટર શોએભ અખ્તરે બિગ બની રિકવરીની દુઆ કરતા લખ્યું, ગેટ વેલ સૂન અમિતજી. બોર્ડર પાર તમારા દરેક ફેન્સ તરફથી તમારી સ્પીડી રિકવરી થાય એવી દુઆ છે.Be the first to comment on "સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- તમે લાખો લોકોના આદર્શ છો, અમે તમારું સારી રીતે ધ્યાન રાખીશું; કેજરીવાલે કહ્યું- અબજો લોકોની પ્રાર્થના તમારી સાથે"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: