સૈફ ચોથા સંતાનનો પિતા બન્યો: નાની ઉંમરમાં લગ્ન, ડિવોર્સ તથા દીકરાના નામ સુધી, સૈફ અલી ખાનનું અંગત જીવન વિવાદમાં રહ્યું છે


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ10 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સૈફ અલી ખાન 21 ફેબ્રુઆરીએ ચોથીવાર પિતા બન્યો છે. તેની બીજી પત્ની કરીનાએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં બીજા દીકરાને જન્મ આપ્યો છે. સૈફ ફિલ્મી કરિયર કરતાં અંગત જીવનને કારણે ચર્ચામાં રહ્યો છે. સૈફ અલી ખાન કઈ બાબતોને કારણે ચર્ચામાં આવ્યો હતો…

પહેલી ફિલ્મમાંથી હાંકી કઢાયો હતો
‘તાંડવ’ એક્ટર સૈફ અલી ખાનનું સાચું નામ સાજિદ અલી ખાન છે. ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન મન્સૂર અલી ખાન તથા એક્ટ્રેસ શર્મિલા ટાગરોનો પુત્ર સૈફ માતાને પગલે એક્ટિંગ ફિલ્ડમાં આવ્યો. 1991માં સૈફ અલી ખાન ‘બેખૂદી’માં કાજોલ સાથે બોલિવૂડ ડેબ્યૂ કરવાનો હતો. જોકે, ફિલ્મનું શિડ્યૂઅલ પૂરું થાય તે પહેલાં જ સૈફના અનપ્રોફેશનલ વલણને કારણે તેને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન સૈફની મુલાકાત અમૃતા સિંહ સાથે થઈ હતી.

13 વર્ષ મોટી અમૃતા સાથે લગ્ન
થોડાં દિવસના રિલેશનશિપ બાદ અમૃતા તથા સૈફે 1991માં લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. પટૌડી પરિવાર અમૃતાનો સ્વીકાર કરવા માટે તૈયાર નહોતો. અમૃતા પણ કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા તૈયાર નહોતી. પરિવારની નારાજગીનું કારણ સૈફ તથા અમૃતા વચ્ચેનો એજ ગેપ હતો. સૈફ માત્ર 21નો હતો અને અમૃતા 32ની હતી. સૈફે પરિવારની મરજી વિરુદ્ધ જઈને ઓક્ટોબર, 1991માં લગ્ન કર્યા હતા. બંનેને દીકરી સારા તથા દીકરો ઈબ્રાહિમ છે. લગ્ન બાદ અમૃતાએ એક્ટિંગ છોડીને પરિવાર પ્રત્યે ધ્યાન આપ્યું હતું.

લગ્નના થોડાં વર્ષો બાદ જ બંનેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી અને બંને અલગ રહેવા લાગ્યા હતા. 13 વર્ષના લગ્નજીવન બાદ 2004માં સૈફ-અમૃતાએ ડિવોર્સ લીધા હતા. ડિવોર્સ બાદ એક ઈન્ટરવ્યૂમાં સૈફે કહ્યું હતું કે અમૃતાએ તેના પરિવાર માટે અપમાનજનક વાતો કરી હતી અને આવી વાતો કોઈ સહન કરી શકે નહીં.

કરીનાના નામનું ટેટુ ત્રોફાવ્યું હતું
સૈફ અલી ખાન તથા કરીના વચ્ચેની નિકટતા ‘ટશન’ના શૂટિંગ દરમિયાન વધી હતી. જોકે, શરૂઆતમાં બંનેએ પોતાના સંબંધો અંગે મૌન સેવ્યું હતું. જોકે, એકવાર કેમેરામાં સૈફ અલી ખાનના હાથ પર ‘કરીના’ નામનું ટેટુ ક્લિક થયું હતું. આ તસવીર બાદ બંનેના સંબંધો અંગે તમામને ખબર પડી ગઈ હતી. પછી બંને ‘એજન્ટ વિનોદ’માં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ રિલીઝ થઈ પછી બંનેએ લગ્ન કર્યા હતા.

કોઈને એ વાતની ખબર નહોતી કે સૈફને પહેલાં લગ્નમાં કરીનાએ અંકલ કહીને બોલાવ્યો હતો. બંનેના લગ્ન સમયે આ વાત સામે આવી હતી. જ્યારે આ વાત બહાર આવી તો દરેકને બંનેના લગ્ન અંગે નવાઈ લાગી હતી. સૈફ, કરીના કરતાં 10 વર્ષ મોટો છે.

કરીનાએ કપૂર સરનેમ ના છોડી
કરીનાએ પોતાની સરનેમ કપૂર ચેન્જ કરીને ખાન સરનેમ અપનાવી નહોતી. તેણે કરીના કપૂર ખાન એ રીતે પોતાનું નામ રાખ્યું છે. જોકે, કટ્ટર હિંદુઓએ કરીનાની આ વાતનો વિરોધ કર્યો હતો.

જન્મતાની સાથે જ તૈમુર વિવાદમાં આવ્યો
2016માં કરીનાએ દીકરાને જન્મ આપ્યો હતો. પુત્રના જન્મ બાદ પરિવારે તેનું નામ તૈમુર પાડ્યું હોવાની જાહેરાત કરી હતી. તૈમુર નામ સાંભળીને અનેક લોકોએ વિરોધ પ્રગટ કર્યો હતો. તૈમુર એક હુમલાખોર શાસકનું નામ હતું. આ જ કારણે કરીના-સૈફની ટીકા કરવામાં આવી હતી. અનેક હિંદુ સંગઠનોએ વિરોધ કર્યો હતો. કરીનાના મતે, તે સમય ઘણો જ ડરામણો હતો. ઓનલાઈન સેશન ‘વી ધ વુમન’માં તૈમુરના નામ પર થયેલા વિવાદ પર ખુલ્લા મનથી ચર્ચા કરી હતી. કરીનાએ કહ્યું હતું કે એક મા તથા એક વ્યક્તિ તરીકે તે બહુ જ ડરી ગઈ હતી. તે આ વાતને ક્યારેય ભૂલી શકશે નહીં. તે પોતાના બાળકનું નામ શું રાખે, તેનો નિર્ણય માત્રને માત્ર તેનો છે. તેની સાથે બીજાને કોઈ મતલબ હોવો જોઈએ નહીં.

કરીનાએ નામ પર થયેલા વિવાદ પર કહ્યું હતું, ‘એક જાણીતી વ્યક્તિ મને તથા મારા બાળકને જોવા માટે હોસ્પિટલ આવ્યા હતા. તેમણે શુભેચ્છા પાઠવીને મને કહ્યું હતું, તારી પાસે શું છે, તું કેમ તારા બાળકનું નામ તૈમુર રાખે છે? મારી ડિલિવરીને હજી માંડ 8 કલાક થયા હતા. હું રડવા લાગી હતી. ત્યારબાદ તે વ્યક્તિને ત્યાંથી જતાં રહેવાનું કહેવામાં આવ્યું હતું.’

બીજા દીકરાના જન્મની જાહેરાત બાદથી જ સો.મીડિયામાં ‘ઔરંગઝેબ’ નામ ટ્રેડ થયું હતું. યુઝર્સે કહ્યું હતું કે સૈફ તથા કરીનાએ પહેલા દીકરાનું નામ તૈમુર રાખ્યું, પછી બીજાનું નામ ‘ઔરંગઝેબ’ રાખી શકે છે. જોકે, આ માત્ર તેમને ટ્રોલ કરવા માટે કરવામાં આવી રહ્યું છે.

1 Trackbacks & Pingbacks

  1. નાની ઉંમરમાં લગ્ન, ડિવોર્સ તથા દીકરાના નામ સુધી, સૈફ અલી ખાનનું અંગત જીવન વિવાદમાં રહ્યું છે – Gujarati

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: