સૈફ અલી ખાનનો જૂનો ઇન્ટરવ્યૂ વાઈરલ, એક્ટરે કહ્યું હતું, ‘લીઝ પર આપેલા પટૌડી પેલેસને મારી કમાણીથી પાછું ખરીદ્યું હતું’


14 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રિપોર્ટ પ્રમાણે, પટૌડી પેલેસની કિંમત 800 કરોડ રૂપિયા છે

સૈફ અલી ખાનનો એક જૂનો ઇન્ટરવ્યૂ સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે, જેમાં તેણે કહ્યું હતું કે, જે સંપત્તિ તેને વારસામાં મળવી જોઈતી હતી તે તેણે પોતાની ફિલ્મોની કમાણીથી ખરીદવી પડી હતી. પિતા મંસૂર અલી ખાન પટૌડીના અવસાન પછી પટૌડી પેલેસ નીમરાણા હોટેલ્સની પાસે લીઝ પર જતું રહ્યું હતું, જે 2014 સુધી લક્ઝરી પ્રોપર્ટીના રૂપે વાપરવામાં આવ્યું હતું.

મિડ ડે સાથે વાતચીત દરમિયાન સૈફ અલી ખાને કહ્યું હતું, ‘જ્યારે મારા પિતાનું ઈંતકાલ થયું હતું ત્યારે પટૌડી પેલેસ નીમરાણા હોટેલ્સ પાસે ભાડે જતું રહ્યું હતું. અમન(નાથ) અને ફ્રાન્સિસ(વેકઝાર્ગ) હોટેલ ચલાવતા હતા.’ ફ્રાન્સિસનું મૃત્યુ થઇ ગયું, તેમણે મને પૂછ્યું હતું કે, ’શું હું પેલેસ પરત ઈચ્છું છું?’ મેં કહ્યું, ‘હા હું ઈચ્છું છું.’ ત્યારે તેમણે કહ્યું કે, ‘તારે આના માટે બહુ બધા રૂપિયા આપવા પડશે.’

વેબસાઈટ આર્કિટેક્ચરલ ડાઈજેસ્ટના જણાવ્યા પ્રમાણે, સૈફ અલી ખાનનું પટૌડી પેલેસ 10 એકરમાં ફેલાયેલું છે. તેમાં 150 રૂમ છે. 7 ડ્રેસિંગ રૂમ, 7 બેડરૂમ અને 7 બિલિયર્ડ રૂમ સામેલ છે.

વેબસાઈટ આર્કિટેક્ચરલ ડાઈજેસ્ટના જણાવ્યા પ્રમાણે, સૈફ અલી ખાનનું પટૌડી પેલેસ 10 એકરમાં ફેલાયેલું છે. તેમાં 150 રૂમ છે. 7 ડ્રેસિંગ રૂમ, 7 બેડરૂમ અને 7 બિલિયર્ડ રૂમ સામેલ છે.

‘મને વારસામાં કઈ મળ્યું નથી’
સૈફે જણાવ્યું કે, ‘સતત કમાણી કરીને મેં પેલેસ છોડાવ્યું અટકે કે જે ઘર મને વારસામાં મળવું જોઈએ તેને પણ મેં ફિલ્મોની કમાણીથી મેળવ્યું. તમે ભૂતકાળથી દૂર ના રહી શકો. ખાસ કરીને તમારા પરિવારથી તો જરાય નહિ. મારો ઉછેર આ જ રીતે થયો પણ વારસામાં મને કઈ મળ્યું નથી.’

આ જ ઇન્ટરવ્યૂમાં સૈફે પોતાના ભૂતકાળ વિશે કહ્યું કે, ‘મારો જન્મ અને ઉછેર બોમ્બેમાં થયો. મારા પિતા મા(શર્મિલા ટાગોર) સાથે કારમાઈકલ રોડ સ્થિત ફ્લેટમાં રહેતા હતા. હું કેથેડ્રલ ગયો અને બોમ્બે જીમમાં સમય પસાર કર્યો.’

‘એક એવી દુનિયા હતી જે ફિલ્મોથી વધારે મારા પિતાથી પ્રભાવિત હતી. ત્યારે તેમણે ક્રિકેટ કરિયર પૂરું જ કર્યું હતું. તેમના લાસ્ટ ટેસ્ટ સિરીઝ સમયે હું 4-5 વર્ષનો હતો. મારી મા કહે છે કે તેઓ(પિતા) તેમની જવાબદારીથી બચતા રહ્યા. તેમની માતા ભોપાલ અને પટૌડીની દેખભાળ કરતા હતા. જ્યારે તેઓ વૃદ્ધ થાય તો અમે તેમની સાથે રહેવા દિલ્હી જતા રહ્યા જ્યાં તેમનું ઘણું સુંદર અને મોટું ઘર હતું, જે ભારત સરકારે જમીન, સંપત્તિ અને અન્ય કરારને લીધે તેમને જિંદગીભર માટે આપ્યું હતું.’

Be the first to comment on "સૈફ અલી ખાનનો જૂનો ઇન્ટરવ્યૂ વાઈરલ, એક્ટરે કહ્યું હતું, ‘લીઝ પર આપેલા પટૌડી પેલેસને મારી કમાણીથી પાછું ખરીદ્યું હતું’"

Leave a comment

Your email address will not be published.


*