[:en]સેલેબ લાઈફ: હિના ખાને કહ્યું, ’20 વર્ષની ઉંમરે પેરેન્ટ્સને કહ્યાં વગર જ મુંબઈ આવી ગઈ હતી'[:]

[:en]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ8 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ટીવી તથા બોલિવૂડ એક્ટ્રેસ હિના ખાને હાલમાં જ કહ્યું હતું કે તે એક રૂઢીવાદી કાશ્મીરી પરિવારમાંથી આવે છે. તે એક્ટર બનવા માગતી જ નહોતી. તેના પિતા ઘણાં જ ગુસ્સે થયા હતા અને માતાના સંબંધીઓએ તેમની સાથે તમામ સંબંધો તોડી નાખ્યા હતા. હિના ખાન ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અક્ષરાનો રોલથી ઘેર-ઘેર જાણીતી બની હતી.

હિના ખાને સોશિયલ મીડિયા હેન્ડલ ‘હ્યુમનસ ઓફ બોમ્બે’ સાથે પોતાની જર્ની શૅર કરી હતી. હિના ખાને કહ્યું હતું, ‘હું રૂઢીવાદી કાશ્મીરી પરિવારમાંથી આવું છું. મેં ક્યારેય એક્ટ્રેસ બનવાનું વિચાર્યું નહોતું. મારા પેરેન્ટ્સ મને શ્રીનગરથી દિલ્હી મોકલવામાં પણ ખચકાટ અનુભવતા હતા. જોકે, મેં ગમે તેમ કરીને મનાવી લીધા. હું દિલ્હીની કોલેજમાં ભણવા લાગી હતી. એકવાર મિત્રે મને સિરિયલનું ઓડિશન આપવાનું કહ્યું હતું પરંતુ મેં ના પાડી દીધી હતી. વારંવાર આગ્રહ કરતાં મેં ઓડિશન આપ્યું અને કાસ્ટિંગ ડિરેક્ટર્સને હું ગમી ગઈ હતી. બીજા જ દિવસે મને લીડ રોલ મળી ગયો હતો.’

પેરેન્ટ્સને કહ્યાં વગર જ મુંબઈ આવી
‘હું મુંબઈ પેરેન્ટ્સને કહ્યાં વગર જ આવી ગઈ હતી. આ સમયે હું 20 વર્ષની હતી. પ્રોડક્શનના લોકોએ મને ઘર શોધવામાં મદદ કરી હતી. પિતાને આ વાત કહેવામાં મને અઠવાડિયાઓ લાગી હતા. શરૂઆતમાં તે ઘણાં જ ગુસ્સે થયા હતા. મમ્મીના ફ્રેન્ડ્સ તથા સંબંધીઓએ અમારી સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. જોકે, ધીમે ધીમે મારી સિરિયલ લોકપ્રિય થવા લાગી. અઠવાડિયાઓના ઝઘડા બાદ પિતાએ કહ્યું હતું કે જો હું મારો અભ્યાસ પૂરો કરી લઉં તો હું એક્ટિંગ ક્ષેત્રે આગળ વધી શકું છું. પછી મારા પેરેન્ટ્સ મુંબઈ આવી ગયા હતા.’

‘હું આખી રાત શૂટિંગ કરતી અને બ્રેક દરમિયાન અભ્યાસ કરતી. દિલ્હી જઈને એક્ઝામ આપતી. જોકે, ઘરમાં સતત તણાવનું વાતાવરણ રહેતું. હું મારી મમ્મીને સ્ટ્રેસ ના લેવાનું કહેતી, પરંતુ બધું સરળ નહોતી. અમારી વચ્ચે દલીલો થતી. જોકે, દર વર્ષે મારી સિરિયલ નંબર વન બનતી. હું કેમેરાના પ્રેમમાં પડી ગઈ હતી. આઠ વર્ષ પછી ‘બિગ બોસ’માં મેં કામ કર્યું. શરૂઆતમાં ‘નો શોર્ટ્સ, નો રોમેન્ટિક સીન’ની પોલિસી હતી. જોકે, સમય જતાં મેં જાતે જ મારા નિયમો બનાવ્યા હતા.’

રોકીને જોઈ પરિવારને નવાઈ લાગી
‘મારા પેરેન્ટ્સે મને એક્ટ્રેસ તરીકે સ્વીકારી લીધી હતી. પછી મેં તેમને કહ્યું કે મને રોકી ગમે છે. પરિવાર માટે આ આઘાતનજક વાત હતી. અમારા ઘરમાં બધાએ એરેન્જ મેરેજ કર્યાં છે. જોકે, મેં તેમને પૂરો સમય આપ્યો અને આજે તેઓ રોકીને મારા કરતાં વધુ પ્રેમ કરે છે.’

કરિયરમાં જોખમ લીધું
‘ટીવીમાં કામ કર્યાં બાદ મેં ટીવી છોડવાનો તથા ફિલ્મમાં કામ કરવાનો જોખમી નિર્ણય લીધો. ગયા વર્ષે મેં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કર્યું તે ક્ષણ શાનદાર રહી હતી. વિદેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો ગર્વ થયો. જે રીતે આખી ફિલ્મ તથા ટીવી ઈન્ડસ્ટ્રીએ મને સપોર્ટ કર્યો તેનાથી હું વધુ નમ્ર બની.’

ડિજિટલ પ્લેટફોર્મમાં ડેબ્યૂ કર્યું
‘આ વર્ષે મેં ડિજિટલ પ્લેટફોર્મ પર કામ કરવાનો નિર્ણય લીધો. સ્ક્રિપ્ટની ડિમાન્ડ પ્રમાણે કિસિંગ સીન જરૂરી હતી. મેં પેરેન્ટ્સ સાથે આ અંગે વાત કરી અને જ્યારે તેઓ સમજ્યા કે રોલ માટે આ જરૂરી છે, ત્યારે જ મેં આ સીન કરવાની હા પાડી હતી. મારી ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર સૌથી વધુ જોવાયેલી ફિલ્મમાંથી એક હતી.’

કરિયરના 11 વર્ષ થયા
‘કેમેરાની સામે આવી તે વાતને 11 વર્ષ થઈ ગયા. શ્રીનગનરમાં ઉછરેલી નાનકડી છોકરીએ ક્યારેય કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જવાનું વિચાર્યું નહોતું. જોકે, અનેક પડકારોનો સામનો કર્યો. શ્રીનગરથી મુંબઈ, પરિવારની પહેલી એક્ટર બનવાથી લઈ કમ્યુનિટી બહારના છોકરાને ડેટ કરવા લાગી. ટોચ પર રહીને પૈસા કમાયા. મેં મારી જાતને મારી રીતે તૈયાર કરી છે.’

[:]

Be the first to comment on "[:en]સેલેબ લાઈફ: હિના ખાને કહ્યું, ’20 વર્ષની ઉંમરે પેરેન્ટ્સને કહ્યાં વગર જ મુંબઈ આવી ગઈ હતી'[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: